Home /News /gandhinagar /ભરતી પ્રક્રિયા હવે કોના ભરોશે? પાંચ પાંચ વર્ષ વીત્યા છતા હજુ પણ ઉમેદવારોને પોસ્ટિંગના ફાંફાં

ભરતી પ્રક્રિયા હવે કોના ભરોશે? પાંચ પાંચ વર્ષ વીત્યા છતા હજુ પણ ઉમેદવારોને પોસ્ટિંગના ફાંફાં

ભરતી પ્રક્રિયા

Government Recruitment Process: રાજ્યમા સરકારી નોકરીઓમાં એક તો ભરતીઓ આવતી નથી અને નિવૃત થયેલા લોકોને એક્સટેન્શનની પ્રથા જતી નથી એવામાં સતત આંદોલનો બાદ રાજ્ય સરકારે ભરતી પ્રક્રિયા તો શરુ કરી પરંતુ, પાંચ પાંચ વર્ષ થવા છતા હજુ ઉમેદવારોના પોસ્ટીંગનો પત્તો પડ્યો નથી. જેથી ઉમેદવારોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: રાજ્યમા સરકારી નોકરીઓમાં એક તો ભરતીઓ આવતી નથી અને નિવૃત થયેલા લોકોને એક્સટેન્શનની પ્રથા જતી નથી એવામાં સતત આંદોલનો બાદ રાજ્ય સરકારે ભરતી પ્રક્રિયા તો શરુ કરી પરંતુ, પાંચ પાંચ વર્ષ થવા છતા હજુ ઉમેદવારોના પોસ્ટીંગનો પત્તો પડ્યો નથી. જેને લઇને ના છૂટકે યુવા ઉમેદવારોએ હવે આંદોલનનો માર્ગ અપનાવો પડ્યો છે. સોશિયલ મિડીયામાં તેઓએ આંદોલનનુ રણશિંગુ ફૂંક્યું છે.

સોશિયલ મિડીયા પર શરુ થયું આંદોલન


સરકારી ભરતીના પેપરકાંડમાં બદનામ થયેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2018માં બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરંતુ આજે પાંચ વર્ષ પછી પણ ઉમેદવારોને પોસ્ટીંગ મળી શક્યા નથી. આ ભરતીમાં પહેલાં 2,221 અને બીજા વર્ષે 3,035 જગ્યાઓ માટે પરીક્ષા લેવાની થતી હતી. પરંતુ વારંવાર પેપરો ફુટવાની ઘટનાઓ સામે આવતાં સરકાર 2022 સુધી પરીક્ષા લઇ શકી ન હતી.

આ પણ વાંચો: અંબાજી પાસેના વિસ્તારોમાં કોપરની ખાણો મળી આવી

ઉમેદવારોને હજી સુધી પોસ્ટીંગ મળ્યું નથી


ઉલ્લેખનીય છે કે, આખરે ભારે બંદોબસ્ત અને સલામતી વચ્ચે ગયા એપ્રિલ મહિનામાં લેવાયેલી પરીક્ષા પછી 10 લાખ ઉમેદવારો પૈકી 5,855ની યાદી બનાવવામાં આવી છે. પાસ થયેલા આ ઉમેદવારોની કોમ્પ્યુટર ટેસ્ટ પણ પસાર થઇ ચૂકી છે. છતાં આ ઉમેદવારોને હજી સુધી પોસ્ટીંગ મળી શક્યું નથી. પહેલાં પેપર લીક થયું ત્યારે ઉમેદવારોએ આંદોલન કર્યું હતું અને હવે નિમણૂકની રાહ જોતાં ઉમેદવારોએ સોશ્યલ મિડીયામાં આંદોલન શરૂ કર્યું છે.

આ પણ વાંચો: વીરતા પુરસ્કારની જાહેરાત, મેજર શુભાંગને કીર્તિ ચક્ર, જાણો કોને મળ્યું શૌર્ય ચક્ર

ઉમેદવારોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો


સરકારે પાસ થયેલા ઉમેદવારોને અભિનંદન પત્રો આપ્યાં છે, પરંતુ ઉમેદવારોની માગણી છે કે, ‘આ તમાશા બંધ કરી અમને નિમણૂક પત્રો આપો’ હવે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં આ તમામ ઉમેદવારોને સરકારી કચેરીઓમાં નિમણૂકો આપવામાં આવે તેવી સંભાવના છે. ગુજરાત સરકાર દ્વારા ઘણી ભરતીઓ બહાર પાડવામાં આવી છે. પરંતુ તે ભરતીમાં પાસ થયેલા ઉમેદવારેને હજી સુધી પોસ્ટીંગ આપવામાં આવ્યું નથી. જેથી તેઓએ હવે આંદોલનનો માર્ગ આપનાવ્યો છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Gandhinagar News, Sarkari job, Sarkari Nakri

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन