Home /News /gandhinagar /Power corridor: અજય ભાદુ પાછા ગુજરાત આવી રહ્યા છે

Power corridor: અજય ભાદુ પાછા ગુજરાત આવી રહ્યા છે

પાવર કોરિડોર (પ્રતીકાત્મત તસવીર)

Gandhinagar News: ભારત સરકારે ગુજરાત કેડરના આઇએએસ અધિકારી ટી નજરાજનની નાણા મંત્રાલયમાં આર્થિક બાબતોના વિભાગમાં વધારાના સચિવ તરીકે નિમણૂક કરી છે. તેઓ ગુજરાત કેડરના 1996 બેચના અધિકારી છે અને તાજેતરમાં યુએસએથી પાછા ફર્યા છે.

અજય ભાદુ પાછા ગુજરાત આવી રહ્યાં છે


ભારતના રાષ્ટ્રપતિના જોઇન્ટ સેક્રેટરી તરીકે રહી ચૂકેલા ગુજરાતના આઇએએસ અધિકારી અજય ભાદુ ગુજરાત પાછા આવી રહ્યાં છે. જોકે, તેમને કેન્દ્રમાં અન્ય કોઇ હોદ્દા પર નિયુક્ત કરવામાં આવે તો તેઓ બીજા ત્રણ વર્ષ દિલ્હી રહેશે. અજય ભાદુની કેન્દ્રીય પ્રતિનિયુક્તિને ત્રણ વર્ષ થઇ ચૂક્યાં છે. બીજી તરફ ભારત સરકારે ગુજરાત કેડરના આઇએએસ અધિકારી ટી નજરાજનની નાણા મંત્રાલયમાં આર્થિક બાબતોના વિભાગમાં વધારાના સચિવ તરીકે નિમણૂક કરી છે. તેઓ ગુજરાત કેડરના 1996 બેચના અધિકારી છે અને તાજેતરમાં યુએસએથી પાછા ફર્યા છે. જ્યાં તેઓ આઇએમએફમાં સેવા આપતા હતા. નટરાજન ઉપરાંત ગુજરાત કેડરના અન્ય અધિકારી ડી. થારા શહેરી બાબતોના મંત્રાલયમાં વધારાના સચિવ તરીકે નિયુક્ત થયેલા છે. તેઓ સેન્ટ્રલ વિસ્ટાની જવાબદારી પણ સંભાળી રહ્યાં છે.

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર કોણ થશે?


IAS અધિકારીઓની બદલી ગમે ત્યારે થવાની હોવાથી, સચિવાલયમાં એવી વાતો વધી રહી છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરાની બદલી કરવામાં આવે તેવી શક્યતા છે. જો તેમ થાય તો સુરત મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાની અમદાવાદના કમિશનર બની શકે છે. આંતરિક સૂત્રો કહી રહ્યા છે કે, બંછા નિધિ પાનીના સીઆર પાટીલ સહિતના સુરતના ભાજપના નેતાઓ સાથે સારા સંબંધો છે. આ રાજકીય સંબંધો તેમને એએમસીમાં નિયુક્તિ અપાવવામાં મદદ કરશે. આ અધિકારીને વિજય રૂપાણીની સરકારમાં રાજકોટ અને સુરત મૂકવામાં આવ્યા હતા. જે રીતે બંછા નિધિ પાની હતા ત્યારે તત્કાલીન સીએમ વિજય રૂપાણીની નજીક બન્યા પછી તેમને રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની બદલી સુરત થઇ હતી. વહીવટી વર્તુળોમાં, ચર્ચા છે કે, બંછા નિધિ પાની તેમની વહીવટી કુશળતા અને રાજકીય નેતાઓ સાથેના તેમના સૌહાર્દપૂર્ણ સંબંધો દ્વારા પ્રશંસા પામેલા અધિકારી છે.

આ પણ વાંચો: પાવર કોરિડોરના તમામ આર્ટિકલ અહીં ક્લિક કરીને વાંચો

આ વર્ષે નિવૃત્ત થનારા કલેક્ટરો બદલાશે


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીની સમીક્ષા કરવા માટે 26 અને 27મી સપ્ટેમ્બરે ભારતીય ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આ મુલાકાત બાદ રાજ્ય સરકાર કેટલાક જિલ્લા કલેક્ટરોની બદલીના આદેશ જાહેર કરશે. જેમની બદલી થવાની સંભાવના છે. તેમાં આણંદના કલેક્ટર મનોજ દક્ષિણીનો સમાવેશ થાય છે. આ અધિકારી નવેમ્બરમાં નિવૃત્ત થવાના છે. ચૂંટણી પંચના ધારાધોરણ પ્રમાણે જે પણ અધિકારી ચૂંટણી પ્રક્રિયા વચ્ચે નિવૃત્ત થવાના હોય તેમની ચૂંટણી પહેલાં બદલી કરવી પડે છે. એ જ રીતે સરકારે હજી ગાંધીનગરના જિલ્લા કલેક્ટરની નિયુક્તિ બાકી રાખી છે. જ્યારે કચ્છમાં બે કાર્યકાળમાં ત્રણ વર્ષ પૂરા કરનારા કચ્છ કલેક્ટર પ્રવીણા ડીકે અંગે કોઇ સ્પષ્ટતા નથી. બીજા એક ડઝન કરતાં વધુ અધિકારી છે જેઓ આ વર્ષે નિવૃત્ત થઇ રહ્યાં છે. તેમની બદલીઓ નિશ્ચિત બની છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં ઓર્ડર કરે તેવી સંભાવના છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વહેલી ચૂંટણી અંગે સી. આર. પાટીલનું મોટું નિવેદન

પોલીસની બદલીમાં રાજકીય લોબીનું પ્રભુત્વ


ગુજરાતના પોલીસ વિભાગમાં હજી એસપી, ડીવાયએસપી, પોલીસ કમિશનર, સિનિયર ઓફિસરો તેમજ રેન્જ આઇજીની બદલીઓ પેન્ડીંગ છે. ત્યારે હાલમાં થયેલી કેટલીક બદલીઓમાં કોઇ લોબીનું પ્રભુત્વ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. આ બદલીઓ પૈકી એક ડઝન એવી બદલીઓ છે કે, જેમાં માત્ર ઝોન ચેન્જ થયાં છે, સિટી બદલાયું નથી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં થયેલી પોલીસની બદલીઓમાં આવું જોવા મળ્યું છે. એટલે કે, દક્ષિણની રાજકીય લોબીના માર્ગદર્શનમાં ચોક્કસ પોસ્ટીંગ થઇ રહી છે.

આ પણ વાંચો: નવરાત્રીના પહેલા જ દિવસે મેઘરાજાએ બોલાવી રમઝટ

એક પોલીસ અધિકારી ઉષા રાડા કે જેઓ સુરત ગ્રામ્યના એસપી હતા અને તેમની ઓફિસ સુરત સિટીની મધ્યમાં છે તેમને બદલીને સુરત સિટીમાં ડીસીપી તરીકે મૂકવામાં આવ્યા છે. સુરતમાં ડીવાયએસપી નિરવસિંહ ગોહિલને એસીબીમાં ચાર વર્ષ થયાં હોવાથી તેમની બદલી થઇ છે. પરંતુ તેમને સુરત સિટીના એલ ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે. આવી ઘણી બદલીઓ થઇ છે પરંતુ ઓફિસરોના વિસ્તાર બદલાયા છે, સિટી કે જિલ્લા બદલાયા નથી. જે ચૂંટણી પંચની ગાઇડલાઇનનો ભંગ  હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભારતનું ચૂંટણી પંચ આ બદલીઓને બારીકાઇથી જોઇ રહ્યું છે અને તે વિગતો માંગીને અધિકારીઓમાં ફેરફારો કરે તો નવાઈ નહીં.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Power Corridor, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन