Home /News /gandhinagar /Power Corridor: વડાપ્રધાન મોદીએ ગુજરાતમાંથી જતા પહેલા આખરે કોર ગ્રુપ સાથે બેઠક કેમ કરી?

Power Corridor: વડાપ્રધાન મોદીએ ગુજરાતમાંથી જતા પહેલા આખરે કોર ગ્રુપ સાથે બેઠક કેમ કરી?

કોર બેઠક યોજાઇ હતી.

Ghandhinagar News: સૂત્રોનું માનીએ તો પીએમ નરેન્દ્ર મોદી પાસે જે લેખિત રિપોર્ટ ગયા છે તે અનુસાર સત્તા ગુમાવીને કોરાણે થઇ ગયેલા નેતાઓ હાલ કિનારે બેસીને તમાશો જોઇ રહ્યા છે.

મોદી એ આખરે કોર ગ્રુપ સાથે જ બેઠક કેમ કરી ?


ગાંધીનગર : રવિવારે મોડી સાંજે કમલમમાં જાણે અચાનક બોમ્બ ફૂટયાની સ્થિતિ સર્જાઇ હતી. કાર્યકર્તાઓમાં મેસેજ એવો ગયો કે, મોદીએ અચાનક જ કોર ગ્રુપ સાથે મિટીંગનું આયોજન કર્યું છે. પરંતુ હકીકતમાં શનિવાર સાંજથી જ પીએમની કોર ગ્રુપ સાથેની મિટિંગ ફિક્સ કરી દેવામાં આવી હતી. તમામ સભ્યોને સાંજે સાડા પાંચે કમલમ પહોંચવાની જાણ પણ કરી દેવામાં આવી હતી.
ભાજપ સંગઠનનું જે કોર ગ્રુપ છે - એ કોર ગ્રુપનું કામ કોઇપણ પ્રકારની નિર્ણયાત્મક ભૂમિકા ભજવવાનું નથી. પાર્ટીના પ્રચાર - પ્રસાર-વિકાસને સફળતા માટેની સાચી દિશા નક્કી કરવાને બતાવવાનું છે. ચૂંટણીલક્ષી નવા આઇડીયાઝને આયોજનો માટેનું છે. આ કોર ગ્રુપમાં હમણાં ગયા અઠવાડિયામાં જ કેટલાક નામો ઉમેરવામાં આવ્યા. એટલુ જ નહીં, પીએમ મોદીએ ગત બે દિવસીય ગુજરાત વિઝિટ દરમ્યાન તમામ કોર ગ્રુપના સભ્યો સાથે બેઠકનું આયોજન પણ કર્યું. ત્યારે સૌને સવાલ એ થયો કે, કોઇ નહીં ને કોર ગ્રુપ સાથે જ પીએમએ મિટિંગ કેમ કરી? સૂત્રોનું માનીએ તો પીએમ નરેન્દ્ર મોદી પાસે જે લેખિત રિપોર્ટ ગયા છે તે અનુસાર સત્તા ગુમાવીને કોરાણે થઇ ગયેલા નેતાઓ હાલ કિનારે બેસીને તમાશો જોઇ રહ્યા છે.

પાર્ટીએ અત્યાર સુધી જે આપ્યું છે એનું સત્તા ગયા પછી પણ સમય પર વળતર ચૂકવવાને બદલે તેઓ ઇચ્છી રહ્યા છે કે, એમના ગયા પછી સ્થિતિ કંઇક એવી નિર્માણ થાય કે, એમના નામોનો સિક્કો ફરી ઉછળે. જોકે, અનુભવી સિનિયર્સ જ્યારે આવું વિચારવા લાગે ને સંગઠન અને સિનિયર્સ વચ્ચે ભાગલા પડી જાય ત્યારે ઓલ ઓવર નુકશાન પાર્ટીને જ થાય. જેને લઇને સરકાર સંગઠન અને સિનિયર અનુભવીઓના સંકલન માટે થઇને પીએમ મોદીએ કોર ગ્રુપની બેઠકમાં હાજરી આપીને એક આડકતરો મેસેજ આપ્યો હતો કે, તમામ લોકોએ સ્વને બાજુ પર મૂકીને ચૂંટણી ટાણે પાર્ટી માટે કામ કરવા એકજૂથ થઇને મચી પડવાનું છે. બધાને ઇન્વોલ્વ કરવાનું કારણ એ પણ છે કે, તમામનું ઇન્વોલ્વમેન્ટ થવાને કારણે તમામની જવાબદારી ફિક્સ થાય. કંઇપણ ખોટું થાય તો ઠીકરું અન્યને માથેના ફોડી શકે.


મોદી સાથેની મિટીંગ પહેલા કયા અધિકારીઓને પરસેવો વળ્યો?


નરેન્દ્ર મોદી આજે ભલે દેશના વડાપ્રધાન હોય પણ ગુજરાત હંમેશા તેમની પ્રાયોરિટી રહ્યું છે. એટલે જ ગુજરાતમાં વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે આવેલા પીએમએ અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ પૂરા બે કલાક ગુજરાતના વિવિધ પ્રોજેકટસને લઇને સીએમ અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. અમદાવાદ એરપોર્ટ પર જ યોજાયેલી આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, સીએસ પંકજ કુમાર, પ્રિન્સિપલ ચીફ સેક્રેટેરી કૈલાશનાથન, ટુરીઝમ સેક્રેટેરી હરીત શુકલા, ફાઇનાન્સ સેક્રેટેરી જે.પી.ગુપ્તા, યુવા અને સંસ્કૃતિ સેક્રેટરી અશ્વિની કુમાર હાજર રહ્યા હતા. આ બેઠકમાં પીએમનું ફોકસ સતત ટુરીઝમ અને ઇન્ફ્રાસ્ટ્રકચર પર રહ્યું હતું. જેને લઇને સ્વાભાવિક પણે જ કન્સર્ન અધિકારીઓ સતત સ્ટ્રેસફુલ રહ્યા હતા. પીએમએ ધરોઇ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના વોટર સ્પોર્ટસ, મ્યુઝિયમ, કચ્છ ખાતેના માતાના મઠના ડેવલપમેન્ટ, અંબાજી વિસ્તાર ડેવલપમેન્ટ - ત્યાના બાયપાસ હાઇવે - હોટેલ્સની સુવિધાઓને લઇને ચર્ચા કરી હતી.
સરદાર સરોવર - નર્મદા કેનાલ નેટવર્ક, કેનાલના બાકી કામ, વોટર ડીસ્ટ્રીબ્યુનને લઇને પણ ચર્ચા કરી હતી. સાથે સાથે આગામી નેશનલ ગેમ્સના અમદાવાદમાં આયોજનને લઇને પણ તેમણે ચર્ચા કરી હતી. તમામ પ્રોજેકટસની પ્રગતિને લઇને વાતચીત દરમ્યાન પીએમએ તમામ અધિકારીઓને સાથે રાખવાને બદલે
અલગ અલગ બેઠક કરી હતી. કેટલાક સાથે વન ટુ વન મિટિંગ પણ કરી હતી. જોકે, મોદી સાથેની બેઠક માટે અગાઉથી તૈયારી કરીને બેઠેલા અધિકારીઓ મોદી કયારે- કયાં- શું પૂછી લેશે એ મુદ્દે સતત કોન્શિયસ અને સ્ટ્રેસફુલ રહ્યા હતા.

પાવર કોરિડોરના તમામ આર્ટિકલ અહીં વાંચો.

જોઇન્ટ સીપી અજય ચૌધરી એક એવા આઇપીએસ - જેઓ છે સોશિયલ મિડીયાના સિંઘમ


અમદાવાદના પોલીસ વર્તુળમાં એક નામ બહુ ફેમસ છે. એ છે જોઇન્ટ સીપી અજય ચૌધરીનું છેલ્લા એક દોઢ મહિનામાં જ્યારે અમદાવાદ સીપીનો ચાર્જ તેમને સોંપાયેલો તે દરમિયાન તેમની ઉપર ઘણાં માછલા ધોવાયા. પણ તમામ ટિકાઓ એક તરફને તેમનો સોશિયલ મીડિયા પર નામ રોશન કરવાનો તેમનો શોખ - બીજી તરફ રહ્યો છે. તમામ વિપરીત સંજોગો વચ્ચે પણ તેમના આ શોખ અને સોશિયલ મીડિયા પ્રેમથી તેઓ ડગ્યા નથી. સીપી સંજય શ્રીવાસ્તવને કોઇ ઓળખે કે ના ઓળખે પણ અજય ચૌધરીને સૌ કોઇ ઓળખે છે. કારણ કે તેઓ સોશિયલ મિડીયાના સિંધમ છે. તેઓ સોશિયલ મિડીયાના એટલા ચાહક છે કે, તેમની દરેક મોમેન્ટ - તેમની દરેક કામગીરી તેઓ સ્પેશિયલ કેપ્ચર કરાવે છે ને સોશિયલ મિડીયા પર અચૂક મુકે છે. આ મોમેન્ટસ કોઇ ફિલ્મી હીરોથી જરાય કમ નથી હોતી. તેમના ડયુટી અવર્સનો મેક્સિમમ ટાઇમ તેઓ સોશિયલ મીડિયા પર પસાર કરતા હોવાને કારણે જ્યારે પણ અમદાવાદ પોલીસની સરાહનીય કામગીરીની વાત લોકો સુધી પહોંચાડવી હોય ત્યારે અમદાવાદ સી.પી. અજય ચૌધરીનો ઉપયોગ કરે છે. એમ કહો કે, અજય ચૌધરીના શોખનો સદઉપયોગ કરે છે. સામાન્ય રીતે આ પ્રકારની વર્તણુક મોટા ભાગે ટીકાપાત્ર બનતી હોય છે. પણ સીપી ઓફિસમાં અજય ચૌધરીના આ શોખને સૌ કોઇ બહુ હળવાશથી લે છે. ક્યારેય તેમના આ શોખની હાંસી નથી ઉડાવતા.

ડીજી અને એડીશનલ ડીજી રેન્કના અધિકારીઓ હોવા છતાં વડાપ્રધાનના કાર્યક્રમમાં આઇજી રેન્કના અમિત વિશ્વકર્માને કચ્છમાં મોકલાયા.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા અને રવિવારે મોડી રાત્રે દિલ્હી જવા માટે રવાના થયા હતા. બે દિવસ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છમાં કાર્યક્રમો હતા. સામાન્ય રીતે વડાપ્રધાનના કોઇપણ કાર્યક્રમમાં સિનિયર આઇપીએસ અધિકારીને હાજર રાખવાની પ્રથા હોય છે. એડીશનલ ડીજી આર.બી.બ્રહ્મભટ્ટ ગુજરાત બહાર ગયા છે અને આઇજીપી પિયુષ પટેલ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ( STB)ની કોન્ફરન્સમાં ભાગ લેવા ઉદેપુર ગયા છે. આ બંન્ને અધિકારીઓની ગેરહાજરીંમા વડાપ્રધાનના કાર્યક્રમમાં સિનિયર આઇપીએસ ATS ના વડા આઇજીપી અમિત વિશ્વકર્માને મોકલાયા હતા. સામાન્ય રીતે એટીએસના વડાને ક્યારેય વડાપ્રધાનની સુરક્ષામાં મોકલવામા આવતા નથી. પોલીસ ભવનમાં ડીજી અને એડીશનલ ડીજી રેન્કના અધિકારીઓ હોવા છતા આઇજી રેન્કના અધિકારીને વડાપ્રધાનના કાર્યક્રમમાં શા માટે મોકલાયા હશે એવી ચર્ચાઓ પોલીસ બેડામાં ચાલી હતી.

ગૃહિણીઓ માટે સારા સમાચાર, ખાદ્યતેલના ભાવમાં થયો ઘટાડો

બંન્ને કેબિનેટ મંત્રીઓ પાસેથી ખાતાઓ છીનવી લેવાનો નિર્ણય આખરે કોનો?


સીએમ પટેલ શાંત, સરળ, મૃદુ ભાષી અને ખરેખર ભગવાનના માણસ છે એ વાત લગભગ સૌ કોઇ જાણે છે ને સ્વીકારે પણ છે. પણ આજ સરળ મુખ્યમંત્રી છેલ્લા ધણા સમયથી કથિત ભ્રષ્ટાચારની ચર્ચાઓને કારણે ચિંતામાં હતા. પટેલના મંત્રી મંડળમા કેટલાક મંત્રીઓ દ્વારા ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની ચર્ચાઓ છેલ્લા ઘણાં સમયથી ચાલતી હતી . જેને લઇને સીએમ પટેલે પોતાના વિશ્વાસુઓનુ એક આખું ઝુંડ મંત્રી મંડળ પર ચાંપતી નજર રાખવા તેમની પાછળ લગાવ્યું હતું. ઇવન વિશ્વાસુ અધિકારીઓને પણ તેઓએ કહ્યું હતું કે, જો કોઇ મંત્રી તેમના વિભાગની કોઇ અઘટિત માંગણીને લઇને દબાણ કરે તો સૌથી પહેલી જાણ તેમને કરવી. નિયમોથી ઉપર જઇને કોઇ કામ કરવા નહી. જોકે, સીએમ પટેલ પાસે તેમના વિશ્વાસુઓ કોઇ પૂરાવા લઇને પહોંચે તે પહેલા કેન્દ્રીય નેતૃત્વ સુધી કેટલાક મંત્રીઓનું રિપોર્ટ કાર્ડ પૂરાવા સાથે પહોંચી ગયું હતું. જેને પરિણામે પટેલ કોઇ એકશન લે તે પહેલા જ કેન્દ્રીય નેતૃત્વએ એકશન લઇ લીધુ હતુ.
ઉલ્લેખનીય છે કે, - જે નવુ મંત્રી મંડળ આવ્યું છે તેમાના ઘણાંને એમ છે કે, ફરી ટિકિટ મળશે કે કેમ? ટિકિટ મળી તોય બીજીવાર ચૂંટાશે કે કેમ? ને ચૂંટાશે તોય મંત્રી બનશે કે કેમ? મંત્રીઓના આજ ડર એ તેમને શોર્ટ ટર્મ ફાયદા જોતા કર્યા હોવાની ચર્ચા છે. ચૂંટણીના બે મહિના પહેલા આ પ્રકારે કોઇ સિનિયર કેબિનેટ મંત્રીઓના ખાતા છીનવવાએ અન્યો માટે એક મેસેજ છે. આ મેસેજ બાદ બાકીના મંત્રીઓ જો કદાચ નાનો મોટો ભ્રષ્ટાચાર કરી પણ રહ્યા હશે તો પણ તેના પર બ્રેક વાગી જશે. વાત ભ્રષ્ટાચારની છે કે, સામાન્ય વાણી વર્તનમાં શિષ્ટાચારની તે અંગે સંશય છે. બંનેમાં મંત્રીમંડળમાં સુધારો આવશે. જોકે, સમગ્ર સિનારીયા પરથી એટલું ચોક્કસ છે કે, જે કાંઇપણ બન્યુ તે પાછળના તો સીએમનો રિપોર્ટ જવાબદાર છે ના તો સંગઠનનો. મોદીની પ્રત્યક્ષ હાજરી ભલે ગુજરાતમા ના હોય પણ તેમના આંખ કામ બનીને કામ કરતા લોકો દ્વારા મોદીની પરોક્ષ હાજરી ગુજરાતમાં સતત છે. આ સમગ્ર નિર્ણય ગુપ્ત રિપોર્ટને આધારે લેવાયો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Power Corridor, ગાંધીનગર, ગુજરાત