Home /News /gandhinagar /Power Corridor: થેન્નારસનને નવી ઓફિસનું વાસ્તુ ફળ્યું નહી?

Power Corridor: થેન્નારસનને નવી ઓફિસનું વાસ્તુ ફળ્યું નહી?

અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને ચાર્જ સંભાળ્યો.

નવી ઓફિસની બહાર એમ. થેન્નારસનના નામની તકતી લગાવતાની સાથેજ હવે કાઢવાનો વારો આવ્યો છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India

થેનારસનને નવી ઓફિસ નુ વાસ્તુ ફળ્યું નહી


ઉદ્યોગ ભવનમાં આવેલી  જીઆઇડીસીની ઓફિસ અત્યાર સુધી કોઇપણ સરકારી ઓફિસ જેવી ચીલાચાલુ હતી એને કોર્પોરેટ લુક આપવાનું કામ હજુ હમણાં જ એમ. થેન્નારસને પતાવ્યુ હતું. પરંતુ, નવી ઓફિસમાં બેસવાનો વારો આવે એ પહેલાં જ થેન્નારસનની અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે બદલી આવી છે. ત્યારે તેમના અંગત સ્ટાફમાં ચર્ચાઇ રહ્યું છે કે, સાહેબને કોર્પોરેટ વાસ્તુ ફળ્યું નહી. ગુજરાતમાં જે પ્રકારે વાઇબ્રન્ટ ગુજરાત સહિતની બિગ બિઝનેસ સમિટ યોજાય છે, જે લેવલના લોકો ગાંધીનગર જીઆઇડીસી ઓફિસ ખાતે અવરજવર કરે છે. તે જોતા જીઆઇડીસીની ઓફિસનો કોર્પોરેટ લૂક જરુરી હતો.  જેને લઇને લગભગ છ મહિનાથી નવી ઓફિસનું કામ થેન્નારસને ઉપાડ્યું હતું. ત્યાં સુધી થેન્નારસન અને તેમના સ્ટાફે હંગામી ઓફિસ ઉભી કરવા ધણી તકલીફો વેઠી હતી. પરંતુ, નવી ઓફિસની બહાર એમ. થેન્નારસનના નામની તકતી લગાવતાની સાથેજ હવે કાઢવાનો વારો આવ્યો છે.

એક તબક્કે થેન્નારસનને જીઆઇડીસીમાં ત્રણ વર્ષ પૂરા થઇ ગયા હોવા છતા બદલવાની સંભાવના નહીવત હતી. કારણ કે, આગામી વાઇબ્રન્ટ સમિટ તેમજ કેન્દ્રના કેટલાક મહત્વના પ્રોજેકટસ કે જેનું હાલમાંજ પીએમ મોદીએ ખાત મુહુર્ત કર્યું છે. તેને લઇને તેમના માથે ધણી મહત્વની જવાબદારીઓ હતી. પરંતુ , ઇલેકશનના ક્રુશિયલ સમયે વિશ્વાસુ અને કાબેલ અધિકારી તરીકે તેમના પર પસંદગીનો કળશ ઢોળાયો છે.

અહો આશ્ચર્યમ ….રિસાયેલા આઇપીએસ કોઇ મનામણાં વગર પરત ફર્યા


પોલીસ ભવનના એક ડીજી રેન્કના અધિકારી લાંબી અચોક્કસ મુદ્દતની રજા પર ઉતરી ગયા બાદ અચાનક પરત આવી ગયા છે. આ વિભાગના વડા વડાપ્રધાનના બંદોબસ્ત માટે અંબાજી ગયા ત્યારે ડીજી રેન્કના અધિકારી રજા પરથી અચાનક પરત આવી ગયા હતા. અચાનક રજા પરથી પરત આવતા ઘણા અધિકારીઓને આશ્ચર્ય થયું હતું. તેમના વિભાગમાં એક અરજીની મેટરમાં કોઇ ગડબડ થઇ હોવાની ચર્ચા ચાલી રહી છે. બીજી બાજુ વડાપ્રધાનના બંદોબસ્તમાંથી પરત આવેલા વિભાગના વડાને જ્યારે અરજીની બાબત ખબર પડી ત્યારે અરજી વિભાગના અધિકારીનો ઉઘડો લીધો હતો. અરજી વિભાગના અધિકારીએ વિભાગના વડાને જણાવ્યું હતું કે, તેઓએ રજા પરથી અચાનક પરત આવેલા અધિકારીની સૂચનાને કારણે આ તપાસ એમને સોંપી હતી. ૉ

રાજકુમાર બેનીવાલનું નામ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરની રેસમાંથી સાવ છેલ્લી ધડીએ કેમ બહાર થયું?!


રાજકુમાર બેનીવાલ હાલ તમામ મ્યુનિસિપાલિટીના કમિશ્નર છે. એટલે સ્વાભાવિક પણે જ મ્યુનિસિપાલિટીની તમામ કામગીરીઓથી  ડિટેઇલ્ડ વાકેફ હોવા ઉપરાંત તેઓ એક સિનિયર અને લો પ્રોફાઇલ અધિકારી હોવાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરની રેસમાં તેમનું નામ સૌથી પહેલા ચર્ચામાં આવ્યુ હતુ. લોચન સહેરા ની ટ્રાન્સફર ની જાહેરાત થઇ તે સાથેજ બેનીવાલનું નામ ચર્ચામાં આવ્યુ હતુ. એક તબક્કે તેમનું અમદાવાદ મ્યુનિસપલ કમિશ્નર બનવું લગભગ નક્કી મનાતું હતુ. રાજ્ય સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે જે સજેસ્ટીવ અધિકારીઓની યાદી અમિત શાહને બતાવી એમા પણ એમનું નામ હતુ. પરંતુ  પસંદગીનો કળશ થેન્નારસન પર ઢોળાતા - ચર્ચા થઇ રહી છે કે બેનીવાલને આનંદી બેનનો ટેગ નડી ગયો છે.  કોઇપણ અધિકારીને જે સીએમના કાર્યકાળ દરમિયાન મહત્વના પોસ્ટીંગ મળ્યા હોય - સ્વાભાવિક પણે જ તેમનું નામ તે સીએમના અંગત માણસની યાદીમાં જોડી દેવાતું હોય છે.
રાજકુમાર બેનીવાલ પણ ડીઝર્વિંગ કેન્ડીડેટ હોવા છતા આજ “ટેગ ગેઇમ” નો ભોગ બન્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર બનવામાં એમને બેનના નામનો ટેગ નડી ગયો હોવાનુ ચર્ચાઇ રહ્યું છે.

આ પણ વાંચો: પાવર કોરિડોરના તમામ આર્ટિકલ અહીં ક્લિક કરીને વાંચો

સ્ટેટ મોનિટરીંગ સેલે અમદાવાદના જુગારની તપાસ એમની પાસે કેમ રાખવી પડી?


અમદાવાદ શહેરમાં સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સ્ટેટ મોનિટરીંગ સેલના એસ પી - નિર્લિપ્ત રાયના આદેશથી તેમની ટીમે ગત શુક્રવારે બપોરે એક વાગ્યે બાબુ ડાડીના જુગાર ધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડા બાદ સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઇ ઠાકર ફરાર થઇ ગયા હતા.  જુગારધામ પરથી ચાર પોલીસ કર્મચારીઓ પણ પકડાયા હોવાના સમાચાર બાદ હો હા થઇ ગઇ હતી. સ્થળ પરથી મોનિટરીગ સેલે એક ડીવીઆર પણ જપ્ત કર્યું હતું . આ ઘટના મુદ્દે -પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ સ્ટેટ મોનિટરીંગ સેલની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. કારણ કે, જુગાર જેવી સામાન્ય બનાવની ફરિયાદ સ્ટેટ મોનિટરીગ સેલે છેક 24 કલાક પછી નોંધાવી હતી. આનાથી પણ આગળ વધીને સ્ટેટ મોનિટરીંગ સેલે જુગારની આ તપાસ હાલ પોતાની પાસે રાખી લીધી છે. સામાન્ય રીતે,  જુગાર જેવી સામાન્ય બાબતોની તપાસ સ્થાનિક પોલીસ કરતી હોય છે. પરંતુ મોનિટરીગ સેલને આ તપાસ પોતાની પાસે રાખવાની જરુર કેમ પડી ?! એ મુદ્દે હાલ તો ચર્ચાનો મધપૂડો છેડાયો છે.

આ પણ વાંચો : 'દિલ્હી કરતાં ગુજરાતમાં ડબલ મોંધવારી છે કારણ કે, અહીં ઘણો ભ્રષ્ટાચાર છે'

ભાંગરો વટાઇ ગયાનુ ધ્યાને આવતા ડીજીપી ઓફિસે ભૂલ સુધારી


પેપર કાંડ મુદ્દે જેમની સામે તપાસ ચાલુ છે એવા એસ. રાજપૂતની બદલી ડીજીપી ઓફિસ દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોમાં કરાઇ હતી. જેની સામે ફરિયાદ દાખલ થઇ હોય, ઇન્કવાયરી ચાલતી હોય એવા અધિકારીને એસીબીમાં કરાતા આશ્ચર્યની સાથે વિવાદ પણ છેડાયો હતો.  સૂત્રોનું માનીયે તો, આ મુદ્દે એસીબીનો વધારાનો હવાલો સંભાળનાર આઇપીએસ અધિકારી અનુપમ સિંહ ગેહલોતે
લેખિતમાં ડીજીપીને રજૂઆત કરી હતી કે, ઇન્કવાયરી ચાલતી હોય એવા કોઇ વ્યક્તિને એસીબીમાં રાખી શકાય નહી. માટે એસ રાજપૂતને ખસેડવામા આવે. રજૂઆત બાદ બદલીમા ભાંગરો વટાઇ ગયાનુ ધ્યાને આવતા જ ડીજીપી ઓફિસે પીઆઇ એસ.રાજપૂત એસીબીની ઓફિસમાં હાજર થયાના પ્રથમ દિવસે જ તેમની બદલી હવે યુજીવીસીએલ વડોદરા ખાતે કરી દીધી છે. દસ દિવસ પહેલાં જ યુજીવીસીએલની કચેરીનુંં સાઇડ પોસ્ટિંગ આપીને ઉપરી અધિકારીઓએ એમની ભૂલ સુધારી લીધી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Power Corridor, ગાંધીનગર, ગુજરાત