Home /News /gandhinagar /હોળીના તહેવાર નિમિત્તે દ્વારકા જતા ભક્તો માટે સારા સમાચાર, ઓખા અને સાબરમતી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે

હોળીના તહેવાર નિમિત્તે દ્વારકા જતા ભક્તો માટે સારા સમાચાર, ઓખા અને સાબરમતી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે

સ્પેશિયલ ટ્રેન

Festival Special Train: દેવભૂમિ દ્વારકામાં દર વર્ષે હોળીના દિવસે ફૂલડોલ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પ્રવાસીઓના અંદાજિત ધસારાને ધ્યાનમાં રાખીને આ તહેવારમાં જતા મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વેએ ઓખા-સાબરમતી વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો અને ઓખા-ભાવનગર-ઓખા એક્સપ્રેસમાં વધારાના કોચ જોડવાનો નિર્ણય લીધો છે. 

વધુ જુઓ ...
ગુજરાત: હોળીનો તહેવાર કૃષ્ણ ભૂમિ દ્વારકામા ઉજવવાનુ અનેરું મહાત્મય છે. દૂર દૂરથી લોકો ખાસ આ દિવસની ઉજવણી માટે કૃષ્ણ નગરી દ્વારકા જતા જેવા મળે છે. દેવભૂમિ દ્વારકામાં દર વર્ષે હોળીના દિવસે ફૂલડોલ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પ્રવાસીઓના અંદાજિત ધસારાને ધ્યાનમાં રાખીને આ તહેવારમાં જતા મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વેએ ઓખા-સાબરમતી વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો અને ઓખા-ભાવનગર-ઓખા એક્સપ્રેસમાં વધારાના કોચ જોડવાનો નિર્ણય લીધો છે.

મુસાફરો માટે પશ્ચિમ રેલ્વેએ કરી ખાસ વ્યવસ્થા


રેલ્વેના સિનિયર અધિકારીના જણાવ્યા મુજબ આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 09453/09454 સાબરમતી-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (4 ટ્રીપ) ટ્રેન નંબર 09453 સાબરમતી - ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ 06/03/2023 અને 08/03/2023ના રોજ સાબરમતી (જેલ બાજુ)થી 23:25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08:25 કલાકે ઓખા પહોંચશે. વળતી દિશામાં ટ્રેન નંબર 09454 ઓખા - સાબરમતી સુપરફાસ્ટ સ્પેશિયલ ઓખાથી 07/03/2023 અને 09/03/2023ના રોજ 23:45 કલાકે ઉપડી સાબરમતી બીજા દિવસે 08:35 કલાકે પહોંચશે.

આ પણ વાંચો: હવે સરકારી કર્મી કે અધિકારીને પેન્શનને લગતી કોઈપણ માહિતી ઓનલાઇન મળશે

મુસાફરોની વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ


ટ્રેન નંબર 09453 અને 09454 માટેનું બુકિંગ 5 માર્ચ, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. આ સાથે જ ટ્રેન નંબર 19209/19210 ભાવનગર-ઓખા-ભાવનગર એક્સપ્રેસમાં ભાવનગરથી 05/03/2023 થી 08/03/2023 સુધી અને ઓખાથી 05/03/2023 થી 09/03/2023 સુધી બે વધારાના જનરલ કોચ જોડવામાં આવશે.

અહીંથી મળશે સંપૂર્ણ જાણકારી


મુસાફરોને ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી મળી રહે તે માટે, www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલ્વે દ્વારા તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા માટે આ વિશેષ વ્યવસ્થા ઉભી કરવામા આવી છે. તંત્ર દ્વારા વધુને વધુ પ્રવાસીઓને આનો લાભ લેવા જણાવાયુ છે. ઉલ્લેખનીય છે કે, હોળી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તજનો કૃષ્ણ સાથે હોળી ખેલવા માટે દ્વારકા જતા હોય છે. જેથી રેલ્વે તંત્ર દ્વારા તેના માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Gandhinagar News, Indian railways, Special train

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો