Home /News /gandhinagar /ભાજપની "ગૌરવ યાત્રા" શરૂ થશે, કેન્દ્રીય મંત્રીઓ સાથે ગુજરાત અને પાંચ ઝોનમાં ફરશે યાત્રા

ભાજપની "ગૌરવ યાત્રા" શરૂ થશે, કેન્દ્રીય મંત્રીઓ સાથે ગુજરાત અને પાંચ ઝોનમાં ફરશે યાત્રા

આવતીકાલથી ગુજરાતમાં ભાજપની "ગૌરવ યાત્રા" શરૂ

Gaurav Yatra: આવતીકાલથી ભાજપની "ગૌરવ યાત્રા" શરૂ થઈ રહી છે, બે યાત્રા સૌરાષ્ટ્રમાં તેમજ બે યાત્રા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને આવરી લેશે. મિશન 182 માટે ભાજપ પુરજોશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

ગુજરાત: ગુજરાતમાં ભાજપ માટે નબળી ગણાતી 83 બેઠકો પર વધારે ભાર મુકવા માટે હાઇકમાન્ડે સૂચના આપી છે. ખાસ કરીને આ બેઠકો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આવેલી હોવાથી આ વિસ્તારોમાં કેન્દ્રીય નેતાઓના વધુમાં વધુ ચૂંટણી પ્રવાસ ગોઠવાઇ રહ્યાં છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેર થાય તે પહેલાં સાતથી વધુ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં ચૂંટણી જાહેર સભાઓને સંબોધન કરશે. 2017 પછી બીજીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત માટે સ્ટાર કેમ્પેઇનર બની રહ્યાં છે.

સરકાર સ્વર્ણમ સંકુલ છોડી જિલ્લાઓના પ્રવાસે નિકળી


સચિવાલયના સૂત્રો કહે છે કે 20મી ઓક્ટોબર સુધી લોકાર્પણ અને ભૂમિપૂજનના કાર્યક્રમો પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હોવાથી આખી સરકાર સ્વર્ણમ સંકુલ છોડી જિલ્લાઓના પ્રવાસે નિકળી રહી છે. ગરીબોના મતો અંકે કરવા એક તરફ મુખ્યમંત્રીએ 14 અને 15 ઓક્ટોબરે ગરીબ કલ્યાણ મેળાની જાહેરાત કરી છે ત્યારે બીજી તરફ દિલ્હીથી વડાપ્રધાન અને ગૃહમંત્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ કૃષ્ણપાલ ગુર્જર, મહેન્દ્ર મુજપરા, પુરૂષોત્તમ રૂપાલા, સ્મૃતિ ઇરાની, મિનાક્ષી લેખી, બીએલ વર્મા, વિરેન્દ્રસિંહ કલોલ, નિરંજન જ્યોતિ, અજય ભટ્ટ, ભૂપેન્દ્ર યાદવ અને કિરણ રિજ્જુના પ્રવાસ ગોઠવાયા છે.

આ પણ વાંચો: અમરિષ ડેરનો રિબડિયા પર આરોપ, 'ભાઈને 40 કરોડની ઓફર મળી હતી'

20મી સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ કાર્યક્રમો


વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં ભાજપને 182માંથી માત્ર 99 બેઠકો મળી હતી જે ભાજપને છેલ્લી છ ચૂંટણીઓમાં સૌથી ઓછી કહેવાય છે. 20મી સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ કાર્યક્રમો ગોઠવાઇ રહ્યાં છે, એવી જ રીતે કેન્દ્રીય મંત્રી અમિત શાહના કાર્યક્રમો પણ નક્કી કરવામાં આવી રહ્યાં છે. આગામી સોમવાર સુધીમાં કેન્દ્ર સરકારના એક બાદ એક 11 જેટલા મંત્રીઓ ગુજરાતમાં પ્રચાર માટે આવવાના છે. આ નેતાઓ ગુજરાતની 24 જેટલી બેઠકો પર ચૂંટણી ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરી શકે છે.

મિશન 182 માટે ભાજપની પુરજોશમાં તૈયારી


આ ગૌરવ યાત્રાનો પ્રારંભ જે.પી નડ્ડાને અમિત શાહ કરાવશે. મિશન 182 માટે ભાજપની પુરજોશમાં તૈયારી ચાલી રહી છે. નોંધનીય છે કે, છેલ્લા ચાર દિવસમાં જ મોદી સરકારના 3 જેટલા મંત્રીઓ ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. એવામાં ચૂંટણી ટાણે મોદી સરકારના મંત્રીઓ ગુજરાતમાં આવીને ચૂંટણી પ્રચારના ધમધમાટમાં સહભાગી થશે. તાજેતરમાં જ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમાં તેમણે કમલમમાં એક બાદ એક ભાજપના હોદ્દેદારો સાથે ચૂંટણી લક્ષી બેઠકો કરી હતી. એવામાં સ્પષ્ટ છે કે, ભાજપ આ ચૂંટણીમાં મિશન 182 માટે કમર કસી લીધી છે અને વધુથી વધુ બેઠકો જીતવા માટે પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નડ્યો અકસ્માત

આ યાત્રાનો સમગ્ર રૂટ તૈયાર કરી દેવાયો છે


પાંચ ઝોનમાં યોજાનારી યાત્રામાં એક ધાર્મિક સ્થાનકથી બીજા ધાર્મિક સ્થાનક સુધીનું જોડાણ કરવામા આવ્યુ છે. જેમાં યાત્રા માટે ઉનાઈથી ફાગવેલ, ઉનાઈથી અંબાજી, ઝાંઝરકાથી સોમનાથ, દ્વારકા થી પોરબંદર, બહુચરાજીથી માતાના મઢ સુધીના રોડ પસંદ કરવામાં આવ્યા છે. બે યાત્રા સૌરાષ્ટ્રમાં તેમજ બે યાત્રા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને આવરી લેશે એક યાત્રા ઉત્તર ગુજરાતમાંથી નીકળશે. માહિતી પ્રમાણે મીનાક્ષી લેખી તાપી જિલ્લાના નિઝર, વ્યારા પૂર્વ ઉત્તર ક્ષેત્રના વિકાસ તેમજ સહકાર મંત્રી બી.એલ વર્મા ખેડા જિલ્લાના મહેમદાબાદ અને મહુધામાં મુલાકાત લેશે. કેન્દ્રના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી વીરેન્દ્રકુમાર, પંચમહાલના કાલોલ મહિલા બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઇરાની આણંદ જિલ્લાના પેટલાદ તથા સોજીત્રા વિધાનસભા વિસ્તારનો પ્રવાસ કરશે.

નેતાઓને અલગ અલગ રૂટ ફાળવામાં આવ્યા છે


ગ્રામ વિકાસ મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર વિરમગામ અને ધોળકા મત વિસ્તાર મુલાકાતે જશે. સંરક્ષણ અને પ્રવાસનમંત્રી અજય ભટ્ટ અરવલ્લીના તથા મોડાસા શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અમરેલીની સાવરકુંડલા અને રાજુલા ખાતે જશે. કાયદાને ન્યાય અધિકારીતા મંત્રી કિરણ રિજ્જુ ભાવનગરના મહુવા વિસ્તારનો પ્રવાસ કરશે. ન્યાય મંત્રી પ્રતિભા ભૌમિક બનાસકાંઠાના પાલનપુર, એમ.એસ.એમ ઈ મંત્રી ભાનુપ્રતાપસિંહ વર્મા બોટાદ અને ગઢડા મુલાકાતે જશે. ગ્રામ્ય વિકાસ મંત્રી ગિરિરાજસિંહ ગિરિરાજ, ગીર સોમનાથના સોમનાથ અને ઉનાનો પ્રવાસ થશે જ્યારે સામાજિક ન્યાય મંત્રી પ્રતિભા ભૌમિક સિદ્ધપુરનો પણ પ્રવાસ કરશે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Gujarat Elections, Gujarat Politics, ગાંધીનગર, ગુજરાત, ગુજરાત ચૂંટણી

विज्ञापन
विज्ञापन