Home /News /gandhinagar /ગાંધીનગર: એજન્ટે કેનેડાના વર્ક પરમીટની લાલચ આપી દંપતી પાસેથી 33 લાખ પડાવ્યા

ગાંધીનગર: એજન્ટે કેનેડાના વર્ક પરમીટની લાલચ આપી દંપતી પાસેથી 33 લાખ પડાવ્યા

ગાંધીનગરમાં રહેતા દંપતીને કેનેડાના વર્ક પરમીટની લાલચ આપી લાખો રુપિયા પડાવ્યા 

વિદેશ જવાની ઘેલછામાં છેતરાઇ ન જતાં. વર્ક પરમીટના નામે ઠગાઇની ઘટનાઓ વધી. ગાંધીનગરમાં રહેતા દંપતીને કેનેડાના વર્ક પરમીટની લાલચ આપી લાખો રુપિયા પડાવ્યા 

ગાંધીનગર: ગાંધીનગરમાં રહેતા એક 31 વર્ષીય વ્યક્તિએ શુક્રવારે શહેર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, ત્રણ વિઝા એજન્ટોએ તેમને અને તેમની પત્નીને કેનેડાના વર્ક પરમીટ વિઝાના ખોટા વાયદા આપ્યા હતા અને પછી તેમની પાસેથી રુપિયા 33 લાખ ખંખેરી લઈ છેતરપિંડી આચરી હતી. તેમની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધ્યો છે અને આરોપી વિઝા એજન્ટો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

એજન્ટોએ વિઝા અને ફ્લાઈટ ટિકિટ માટે રુપિયા 35 લાખની માગણી કરી હતી


ગાંધીનગરના સેક્ટર 25માં રહેતા ઉમંગ પટેલના જણાવ્યા મુજબ, તેઓ અને તેમની પત્ની દેવાંશી સેક્ટર 24માં કોસ્મેટિકનો રિટેલ બિઝનેસ કરે છે. તેઓ કેનેડાના વર્ક પરમીટ વિઝા મેળવવા માગતા હતા. જેથી ગત ફેબ્રુઆરી, 2022માં તેઓ વસ્ત્રાપુરમાં આવેલી સાલ હોસ્પિટલ પાસે જેબી ટાવરમાં ઓફિસ ધરાવતા સુમિત પટેલ, રવિ પટેલ અને મયુર પટેલ નામના એજન્ટોને મળ્યા હતા. જે બાદ એજન્ટોએ વિઝા અને ફ્લાઈટ ટિકિટ માટે રુપિયા 35 લાખની માગણી કરી હતી.

આ પણ વાંચો: કોરોના વાયરસના 402 નવા કેસ નોંધાયા, અમદાવાદ-કચ્છમાં બે દર્દીના મોત નીપજ્યાં

એજન્ટોના કહેવા મુજબ દંપતી 21 માર્ચ, 2022ના રોજ દિલ્હીમાં આવેલા કેનેડિયન દૂતાવાસમાં ઈન્ટરવ્યૂ માટે ગયા હતા. ઉમંગ પટેલના જણાવ્યા મુજબ, એ પછી તેમને ફરીથી 6 એપ્રિલ, 2022ના રોજ કેનેડિયન એમ્બેસીની મુલાકાત લેવાનું કહેવામાં આવ્યું હતું. અહીં પહોંચ્યા બાદ સુમિત અને રવિ તેમને મળ્યા હતા અને તેમના પાસપોર્ટ લઈ લીધા હતા.

મુંબઈના એજન્ટને 27 લાખ ચૂકવવાનું કહ્યું હતું


થોડીવાર પછી એજન્ટોએ તેમના પાસપોર્ટ પર કેનેડિયન વિઝાના સ્ટિકર બતાવ્યા હતા. બાદમાં એજન્ટો તેમના પાસપોર્ટ આગળની કાર્યવાહી માટે લઈ લીધા હતા. આ એજન્ટોએ પછીથી આ દંપતીને મુંબઈના એજન્ટને આંગડિયા મારફતે રુપિયા 27 લાખ ચૂકવવાનું કહ્યું હતું. એજન્ટોના કહેવા મુજબ તેમણે રુપિયા પણ ચૂકવી દીધા હતા. એ પછી તેમણે 14 માર્ચના રોજ મયુરને રુપિયા 6 લાખ ચૂકવ્યા હતા. ઉમંગ પટેલના જણાવ્યા મુજબ, એજન્ટો પોતાના વાયદા પરથી ફરી ગયા હતા અને ટિકિટ પણ આપી નહોતી. બાદમાં તેઓ સંપર્ક વિહોણા થઇ ગયા હતા.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gandhinagar News, Gujarat News, Visa

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો