Home /News /gandhinagar /ગાંધીનગર એસ.ટી ડેપોમાં જવાનું થાય તો આ વાતનું રાખજો ધ્યાન નહીં તો પસ્તાશો

ગાંધીનગર એસ.ટી ડેપોમાં જવાનું થાય તો આ વાતનું રાખજો ધ્યાન નહીં તો પસ્તાશો

ગાંધીનગર એસટી બસ સ્ટેન્ડની ફાઇલ તસવીર

તહેવાર કે વેકેશનના સમયગાળામાં ભીડનો લાભ ઉઠાવી ગઠીયાઓ બિન્દાસ્ત રીતે પીક પોકેટીંગ કરીને પલાયન થઇ જાય છે.

ગાંધીનગર: એસટી ડેપોમાં તસ્કરો સમયાંતરે તરખાટ મચાવતા રહે છે. જોકે મુસાફરોના ખિસ્સામાંથી પાકીટ કે મોબાઇલની ઉઠાંતરી કરવાની વાત હવે ડેપો સંકુલ માટે સામાન્ય બની ગઇ છે. ડેપોમાં રોજબરોજ મુસાફરોના ખિસ્સામાં ગઠીયાઓ હાથફેરો કરી લે છે. છેલ્લા ત્રણ દિવસમાં ડેપોમાં બસમાં ચઢતી ઉતરતી વેળાએ જાણભેદુ ગઠીયાઓએ આઠ જેટલા મોબાઇલ સેરવી લીધા હોવાનો રોષ પણ પ્રબળ બન્યો છે. હવે વેકેશનના સમયગાળામાં સામાન્ય રીતે ડેપો સંકુલમાં ટ્રાફિક વધશે. આવા સંજોગામાં ડેપોમાં પોલીસ ચોકી કાર્યરત કરવાના મામલે પણ લાંબા સમયથી ઘોર ઉદાસીનતા સેવાઇ રહી છે.

મુસાફરોમાં ભયની લાગણી વ્યાપી છે. ડેપોમાં પોલીસ પહેરો ગોઠવવા માટે પ્રબળ માંગ ઉઠવા પામી છે. ગાંધીનગરનુ એસટી ડેપો જાણભેદુ ગઠીયાઓનો અડ્ડો બની ગયુ હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ડેપો સંકુલમાં રોજબરોજ મુસાફરોના ખિસ્સા કપાવવાની વાત સામાન્ય બની ગઇ છે. બસમાં ચઢતી ઉતરતી વેળાએ મુસાફરોના ખિસ્સામાં ગઠીયાઓ હાથફેરો કરી મોબાઇલ કે પાકિટની ઉઠાંતરી કરી લે છે. જયારે તહેવાર કે વેકેશનના સમયગાળામાં ભીડનો લાભ ઉઠાવી ગઠીયાઓ બિન્દાસ્ત રીતે પીક પોકેટીંગ કરીને પલાયન થઇ જાય છે.

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો સસ્પેન્ડ

શહેરના હાર્દ સમા વિસ્તારમાં સ્થિત ડેપો સંકુલને મોડેલ ડેપો બનાવાની યોજના પણ અભેરાઇએ ચઢાવી દેવામાં આવી છે. જયારે ડેપોમાં પોલીસ ચોકી કાર્યરત ન થતા સલામતીનો મુદ્દો વર્ષોના અંતે પણ રામભરોસે છે. ડેપોમાં પોલીસ ચોકી કાર્યરત કરવા માટે ડેપો કક્ષાએથી ગેટ નં - ૨ પાસે અગાઉ જગ્યા પણ ફાળવવામાં આવી હતી.

જયારે આ મામલે જિલ્લા પોલીસ તંત્રને પત્ર લખીને રજુઆત પણ કરવામાં આવી છે. આમછતાં હજુ સુધી આ મામલે કોઇ પગલા લેવાયા નથી. જેના લીધે રોજબરોજ ડેપોમાં બસમાં ચઢતી ઉતરતી વેળાએ મુસાફરોના ખિસ્સા કપાય છે. કયારેક મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન પણ ખેંચાય છે તો કયારેક ખિસ્સામાંથી પાકિટ સેરવી લેવામાં આવે છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gandhinagar News, Gujarat News