Home /News /gandhinagar /

પાટનગરમાં સરકારી આવાસોમા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીના અધિકારીએ સરકારી આવાસમા પેટા ભાડુત રાખ્યા

પાટનગરમાં સરકારી આવાસોમા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીના અધિકારીએ સરકારી આવાસમા પેટા ભાડુત રાખ્યા

ગાંધીનગર આવાસ યોજના

Gandhinagar latest news: વિડીયોગ્રાફી કરવા સાથે પંચનામા કરીને 12 કિસ્સા પકડી પાડવામાં આવ્યા: હવે ઇવીક્શન કોર્ટમાં કેસ કરવા નિર્ણય.

ગાંધીનગર : પાટનગરમાં (Gandhinagar) સરકારી આવાસ (Sarkari Awas Yojana) મેળવવા માટે અધિકારી, કર્મચારીઓ માટે ખેંચતાણની સ્થિતિ લાંબા સમયથી છે. ત્યારે પાટનગર યોજના વિભાગ દ્વારા ગઈકાલે સેક્ટર 6ની વીર ભગતસિંહ નગર સરકારી વસાહતમાં પેટા ભાડુઆત શોધવા પડાયેલી રેડ દરમિયાન મુખ્યમંત્રી અને કૃષિમંત્રીના કાર્યાલયના અધિકારીએ તેમને ફાળવાયેલા સરકારી આવાસ અન્યને રહેવા આપ્યાંનો ઘટસ્ફોટ થતાં અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતાં. હવે આ કિસ્સાઓમાં ઇવીક્શન કોર્ટમાં કેસ કરાશે. ભવિષ્યમાં આ કર્મચારીઓએ સરકારી આવાસથી વંચિત રહેવું પડશે તે વાત નક્કી છે.

સરકારી આવાસની ફાળવણી કરવામાં આવ્યા બાદ લાભાર્થી અધિકારી, કર્મચારી દ્વારા તે આવાસ અન્ય વ્યક્તિને રહેવા આપી દેવાના અથવા તો પેટા ભાડેથી આપી દેવાના બનાવોનું ગાંધીનગરમાં કોઇ આશ્ચર્ય નથી. પરંતુ આમ થવાના કારણે ખરા અર્થમાં જેમને રહેણાંક સુવિધાની જરૂર છે, તેવા ખરા લાભાર્થીઓને વ્યાપક અન્યાય થતો રહે છે. ત્યારે સેક્ટર 6ની ફ્લેટ ટાઇપ સરકારી વસાહતમાં કલેક્ટર તંત્રના અધિકારીઓને સાથે રાખીને સવારે 7 વાગ્યામાં જ પાડવામાં આવેલી આકસ્મિક રેડમાં સામેલ અધિકારી સુત્રોના જણાવવા પ્રમાણે મુળ લાભાર્થીએ અન્યને આવાસ રહેવા આપ્યુ હોય તેવા 12 કિસ્સા તપાસ દરમિયાન પકડી પાડવામાં આવ્યા હતાં.

Video: ડાંગના ગોઝારા અકસ્માત પહેલાનો વીડિયો આવ્યો સામે

તેમાં મુખ્યમંત્રીની સુરક્ષા શાખાના અધિકારી તથા કૃષિમંત્રીના કાર્યાલયમાં પીએ તરીકે ફરજ બજાવતા અધિકારીનો સમાવેશ પણ થાય છે. આ તમામ 12 કિસ્સામાં જેમને મકાન ફાળવવામાં આવ્યા છે, તે મુળ લાભાર્થીઓ સામે ઇવીક્શન કોર્ટમાં કેસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે નોંધવું રહેશે કે, ભૂતકાળમાં પણ ગાંધીનગરના વિવિધ સેક્ટરમાં આવેલા સરકારી આવાસને મુળ લાભાર્થી દ્વારા પેટા ભાડે આપી દેવાયાના કિસ્સા પકડાઇ ચૂક્યા છે.

પાટનગર યોજના વિભાગ દ્વારા સરકારી આવાસનું બાંધકામ, જાળવણી અને ફાળવણી કરવામાં આવે છે. તેના ગેર ઉપયોગના કિસ્સામાં સરકારે વિવિધ પગલા નિયત કરાયા છે. તેમાં બજાર દરથી ભાડાની વસૂલાત કરવી, મકાનની ફાળવણી રદ કરવી અને લાભાર્થીને કાયમી ધોરણે સરકારી આવાસના લાભથી વંચિત કરવાનો સમાવેશ થાય છે અથવા ઇવીક્શન કોર્ટમાં કેસ કરવામાં આવે છે.
નવા આવાસ બાંધવા છતાં આવાસ ઇચ્છતા સરકારી કર્મચારી, અધિકારીઓની પ્રતિક્ષા યાદીનો અંત આવતો નથી. ત્યારે સેક્ટર 6માં તપાસ દરમિયાન અહીં બાંધવામાં આવેલા બી ટાઇપના 280 અને સી ટાઇપના 280 પૈકીના સી ટાઇપના 30 જેટલા ફ્લેટ ટાઇપ આવાસની ફાળવણી જ કરવામાં નહીં આવ્યાનું ખુલ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन