Home /News /gandhinagar /

ગાંધીનગર: પુત્રને વિદેશ મોકલવાની ઘેલછામાં માતાપિતા હત્યાના પ્લાનમાં થયા સામેલ, થઇ ધરપકડ 

ગાંધીનગર: પુત્રને વિદેશ મોકલવાની ઘેલછામાં માતાપિતા હત્યાના પ્લાનમાં થયા સામેલ, થઇ ધરપકડ 

માતાપિતાની ધરપકડ થઇ (પ્રતિકાત્મક તસવીર)

Gandhinagar News : પેથાપુર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, સંજય પટેલ અને તેની પત્ની સોનલ પટેલે 42 વર્ષીય રિશિતા પટેલ અને તેની કિશોર વયની પુત્રીને પેપર-કટર દ્વારા ઘનશ્યામને મારવામાં મદદ કરી હતી.

ગાંધીનગરના કોલાવડા ગામમાં 44 વર્ષીય ઘનશ્યામ પટેલને 23 જૂને થયેલી હત્યાના (Gandhinagar Murder Case) સંબંધમાં મંગળવાર પેથાપુર પોલીસે (Pethapur Police) મોટેરાના 40 વર્ષીય એક પુરૂષ અને તેની 36 વર્ષીય પત્ની સાથે ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, દંપતીએ હત્યા કરવામાં મદદ કરી હતી, કારણ કે તેઓ તેમના 18 વર્ષના પુત્રને યુએસ મોકલવા (Couple involved in Murder to send their son to US) માટે પૈસા જોઇતા હતા. પેથાપુર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, સંજય પટેલ અને તેની પત્ની સોનલ પટેલે 42 વર્ષીય રિશિતા પટેલ અને તેની કિશોર વયની પુત્રીને પેપર-કટર દ્વારા ઘનશ્યામને મારવામાં મદદ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, હત્યા પાછળનું કારણ લાંબા સમયથી ચાલતો ઘરેલું વિવાદ હતો.

શું છે સમગ્ર મામલો?

આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, રિશિતા 2020માં ગાંધીનગરના સેક્ટર 16માં તેના માતાપિતા સાથે રહેતી હતી. તેની પુત્રી પણ તેની સાથે હતી. આ દરમિયાન સંજય અને સોનલ સાથે મિત્રતામાં આવી હતી. રિશિતા સંજયને કહેતી હતી કે, ઘનશ્યામ તેને કેવી રીતે મારતો અને કહેતો હતો કે તે તેનાથી છૂટકારો મેળવવા માંગે છે. તેણીએ સંજયને ઘનશ્યામની 3 વીઘા જમીનમાં હિસ્સો આપવાનું વચન આપ્યું હતું.

હજી બે દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે સાંબેલાધાર વરસાદ

ઘનશ્યામને મારવામાં માંગી મદદ

રિશિતાએ સંજયને કહ્યું કે, જો દંપતી ઘનશ્યામને મારવામાં મદદ કરશે તો તેઓને રાંધેજામાં જમીન અને કોલાવડામાં ઘર આપશે. સંજય અને સોનલ તેમના 18 વર્ષના પુત્રને યુએસ મોકલવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સંજય પૈસા માટે ઘનશ્યામની હત્યા કરવા સહમત થયો હતો. અધિકારીએ કહ્યું કે, સોનલને હત્યાના દિવસે જ આ પ્લાન વિશે જણાવવામાં આવ્યું હતું.

અમદાવાદમાં ધોધમાર વરસાદમાં દીવાલ પડતા ત્રણના મોત

આ રીતે આપ્યો ચકચારી હત્યાને અંજામ

હત્યા કરતા પહેલા સંજયે રિશિતાને ઘનશ્યામ સાથે થોડો સમય રહેવા માટે કહ્યું હતું. તેણીએ ઘનશ્યામને બેભાન કરવા માટે શામક દવાઓ આપી હતી. 23 જૂને સવારે રિશિતાએ ફરી ઘનશ્યામને બેચેની યુક્ત દવા આપી અને બાદમાં સંજયને ફોન કર્યો હતો. તે સોનલ સાથે આવ્યો હતો અને રિશિતા અને તેની પુત્રી સાથે મળીને બંનેએ ઘનશ્યામને બોથડ ઘા ઝીંકી કિશોરીએ તેનું ગળું કાપી નાખ્યું હતું. પાછળથી રિશિતાએ એક કહાની ઘડી કે તેણે ઘનશ્યામને મારી નાંખ્યો, કારણ કે તે તેની પુત્રીને જાતીય સતામણી કરતો હતો. જે બાદ પોલીસે સંજય અને સોનલની હત્યા અને ગુનાહિત કાવતરાના આરોપમાં ધરપકડ કરી હતી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગાંધીનગર, ગુજરાત, હત્યા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन