Home /News /gandhinagar /સફાઈ કામદારોના વેતન સુધારા માટે રાજ્ય સરકારે દરખાસ્ત તૈયાર કરી, ટૂંક સમયમાં કરાશે જાહેરાત
સફાઈ કામદારોના વેતન સુધારા માટે રાજ્ય સરકારે દરખાસ્ત તૈયાર કરી, ટૂંક સમયમાં કરાશે જાહેરાત
સરકારે છેલ્લે 26 ડિસેમ્બર, 2014ના રોજ કામદારો માટે લઘુત્તમ વેતનમાં સુધારો કર્યો હતો.
Gandhinagar News: ડ્રાફ્ટમાં એવા કામદારોને પણ વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે જેમને ત્રણ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવશે - કુશળ, અર્ધકુશળ અને અકુશળ અને તેમાં વિવિધ ઉદ્યોગોની પણ યાદી છે.
ગાંધીનગર: સફાઈ કામદારોની ઘણા સમયથી પેન્ડીગ એવી વેતન સુધારાની માંગણીનો હવે સુખદ અંત આવશે. છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદારો તેમના લઘુત્તમ વેતનને વધારવાની માગણી કરી રહ્યા હતા. છેલ્લે 2014માં આ લઘુત્તમ વેતનમાં સુધારો કરાયો હતો પરંતુ ત્યારબાદ છેલ્લા આઠ-આઠ વર્ષથી આ લઘુત્તમ વેતન દરમાં કોઇ જ સુધારો કરવામાં આવ્યો નહતો. જેને લઇને સફાઈ કામદારોમાં આક્રોશની લાગણી જોવા મળતી હતી. રોષની લાગણી જોવા મળતી હતી પરંતુ ફાઈનલી હવે રાજ્ય સરકાર આ લઘુતમ વેતનનો દર સુધારવાની તૈયારીમાં છે. સૂત્રોનું માનીએ તો આ મુદ્દાનો એક ડ્રાફ્ટ-દરખાસ્ત ડ્રાફ્ટ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યો છે.
નવો ડ્રાફ્ટ તૈયાર થયો છે તેની શરતો શું-શું રહેશે અને આ ડ્રાફ્ટમાં વિશેષ શું રહેશે
1- રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલા ડ્રાફ્ટમાં રાજ્યને બે ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે
2- ઝોન-1માં મ્યુનિસિપલ કોર્પોરેશનોની હદમાં આવેલા વિસ્તારો અને રાજ્યના અન્ય તમામ વિસ્તારો સહિત ઝોન-2નો સમાવેશ થાય છે.
3- ડ્રાફ્ટમાં એવા કામદારોને પણ વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે જેમને ત્રણ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવશે - કુશળ, અર્ધકુશળ અને અકુશળ અને તેમાં વિવિધ ઉદ્યોગોની પણ યાદી છે.
4- કામદારો કયા ઝોનમાં છે તેના આધારે, ડ્રાફ્ટમાં કુશળ કામદારો, અર્ધ-કુશળ કામદારો અને અકુશળ કામદારોના લઘુત્તમ દૈનિક વેતનમાં આશરે રૂ. 100નો વધારો કરવાનો પ્રસ્તાવ છે.
5- દૈનિક લઘુત્તમ વેતનસફાઈ અને સફાઈ સેવાઓમાં કાર્ય કરતા લોકો માટે વિસ્તાર A (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મર્યાદા) અને વિસ્તાર B (અન્ય સાત મ્યુનિસિપલ કોર્પોરેશનની મર્યાદા) ના કામદારો માટે લઘુત્તમ દૈનિક વેતન 452 રૂપિયા હશે, જ્યારે રાજ્યના અન્ય ભાગો માટે તે 441 રૂપિયા હશે.
સરકારે છેલ્લે 26 ડિસેમ્બર, 2014ના રોજ કામદારો માટે લઘુત્તમ વેતનમાં સુધારો કર્યો હતો. હવે ૮ વર્ષ બાદ તેમાં સુધાર આવશે.