Home /News /gandhinagar /Gandhinagar Municipal Election: CM ભૂપેન્દ્ર પટેલનો Video, પ્રચારમાં કહેલી વાત સાચી પડી, BJPએ ભાંગ્યું ગાંધીનગરનું મહેણું!

Gandhinagar Municipal Election: CM ભૂપેન્દ્ર પટેલનો Video, પ્રચારમાં કહેલી વાત સાચી પડી, BJPએ ભાંગ્યું ગાંધીનગરનું મહેણું!

સીએમ ભૂપેન્દ્ર પટેલની ફાઇલ તસવીર

Gandhinagar Municipal Election: CM ભૂપેન્દ્ર પટેલનો Video, પ્રચારમાં બોલ્યા હતા- 'ગાંધીનગરનું મહેણું માર માર કરે છે એ તોડી નાંખીશું'

ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી  (Gujarat Municipal Election Result) નવા મંત્રીમંડળ બાદ ભાજપ માટે એક લીટમસ ટેસ્ટ હતી. આ ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે (Gandhinagar Municipal Corporation Election Result) આ પરિણામોમાં ભાજપને ઐતિહાસિક જીત મળી છે (BJP Won Gandhinagar Municipal Election) રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને સી.આર. પાટીલ (BJP President CR Paatil) પણ વિજયોત્સવમાં સામેલ થયા છે. કમલમમાં એક ઉત્સવની જેમ આ જીતની ઉજવણી થઇ રહી છે. દરમિયાન ભાજપે ગાંધીનગર મહાનગપાલિકા જીતતા ચૂંટણીના પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હળવા મૂડમાં કહેલી વાત સાચી પડી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધઈનગરમાં પ્રચાર વખતે કહ્યુ હતુ કે આપણે બધાએ સાથે મળીને ગાંધીનગરનું મહેણું ભાંગવાનું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel Speech Viral Video) આ સ્પીચનો વીડિયો વાયરલ થયો હતો. જોકે, ચૂંટણી બાદ તેમની આ વાત સાચી પડી છે. ભાજપે ગાંધીનગર મનપા જીતીને મહેણું ભાંગી નાખ્યુ છે.

ગાંધીનગરનું મેહેણું માર માર કરે છે એ તોડી નાંખીશું'

ગુજરાતમાં ગાંધીનગર વિધાનસભામાં ભાજપનું 27 વર્ષથી સાશન છે પરંતુ ગાંધીનગર મનપામાં ભાજપને જીત મળતી નહોતી સામાન્ય રીતે કૉંગ્રેસ જીતે છે અને સારી રીતે જીતે છે આ સંદર્ભમાં મુખ્યમંત્રી પટેલે કહ્યું હતું કે ગાંધીનગરનું મહેણું માર મારા કરે છે અને આપણે સાથે મળીને આ વખતે મહેણું તોડી નાંખીશું છે. પાટીલ સાહેબે તો કહ્યુ છે કે પેજ સમિતી ક્યાંય બાકી હોય તો એક્ટિવ કરી દેવાશે અને એનાથી જ સારા પરિણામ મળશે તો આપણે સૌએ સાથે મળીને આ મહેણું ભાંગવાનું છે.'

 આ પણ વાંચો : ભાજપની શાનદાર જીત પછી બોલ્યા પાટીલ, 'ગુજરાતમાં ત્રીજી પાર્ટીને કોઈ સ્થાન નથી'

'મુખ્યમંત્રી હોય એટલે પોણો કલાક બોલવું પડે એવા મુડમાં આપણે નથી'

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે 'મુખ્યમંત્રી છે એટલે પોણો કલાક બોલવું એવા મૂડમાં આપમે ક્યાંય નથી. તમારી કોઈ પણ મુશ્કેલી મારા સુધી પહોંચશે તો એને નિવારવા પુરી તાકાત કામ કરીશ. ઘણીવાર લોકોને સમસ્યા હોય છે કે ચૂંટણી આવે એટલે લોકો કહે છે કે દોડો અમે બેઠા છીએ પછી ચૂંટણી પછી કોઈ દેખાતું નથી. એટલે એ જવાબદારી લેનારા છટકી જાય તો પણ અમારા સુધી વાત પહોંચાડજો'



પાટીલ-પટેલની પ્રથમ જીત

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકામાં જીતની સાથે જ ભાજપે 2022ની ચૂંટણીની રણશીંગુ ફૂંકી દીધું છે. સીએમ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખની આ પ્રથમ જીત છે અને આગામી સમયમાં તેમના શીરે આખી ચૂંટણી આવવાની છે ત્યારે ભાજપ માટે આ ક્લિન સ્વીપ ઐતિહાસિક છે. આમ આદમી પાર્ટીના વોટશેરના કારણે કૉંગ્રેસના નુકસાની ગઈ એવું કહેવામાં પણ સહેજ પણ અતિશયોક્તિ નથી.
First published:

Tags: Gandhinagar Municipal Election, આપ, કોંગ્રેસ, ગુજરાત, ભાજપ, રાજકારણ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો