Home /News /gandhinagar /યૂએસમાં ઘૂસવા જતા મોતને ભેટેલા યુવાનના પરિવારની વ્યથા, 'મહિનામાં પાછા આવવાનું કહી ગયા હતા'

યૂએસમાં ઘૂસવા જતા મોતને ભેટેલા યુવાનના પરિવારની વ્યથા, 'મહિનામાં પાછા આવવાનું કહી ગયા હતા'

આ પરિવાર નવેમ્બર મહિનામાં ફરવા જવાનું કહીને ગયા હતા.

મૃતકનાં ભાઇએ જણાવ્યુ કે, 'તેઓ અમને કહીને ગયા હતા કે, એક મહિનો ફરવા જાવ છું પછી પાછો આવી જઇશ. 17 ડિસેમ્બરે એમના પત્નીનો ફોન આવ્યો હતો કે એને એટેક આવ્યો.'

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
કલોલ: ગુજરાતીઓની અમેરિકા જવાની ઘેલછાએ અન્ય યુવાનનો ભોગ લીધો છે. ડિગુંચાનાં એક જ પરિવારનાં ચાર લોકોનાં કેનેડા- અમેરિકાની બોર્ડર પર મોત થયા હતા. જે ગોઝારી ઘટના હજી મગજમાં ચાલી રહી છે ત્યારે તેવી અન્ય એક આંચકારૂપ ઘટના સામે આવી છે. ગાંધીનગરનાં કલોલ તાલુકાનાં છત્રાલ ગામના બ્રિજકુમાર યાદવ તેમની પત્ની અને ત્રણ વર્ષનાં બાળક સાથે અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તે દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે અને પત્ની અને બાળક અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

ટ્રમ્પ વોલ ઓળંગતા પટકાયા હતા


બ્રિજકુમાર યાદવનો પરિવાર અમેરિકામાં ગેરકાયદેસરરીતે જવા માટે 30 ફૂટ ઊંચી ટ્રમ્પ વોલને ઓળંગી રહ્યા હતા. તે દરમિયાન આ પરિવાર નીચે પટકાયું હતું. જેના કારણે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે પત્ની અને ત્રણ વર્ષના પુત્રની હાલત ગંભીર છે. મળતી માહિતી પ્રમાણે, બ્રિજકુમારની ઉંમર 36 વર્ષની છે, પત્ની પૂજાની ઉંમર 34 વર્ષની છે અને બાળક તન્મ્યની ઉંમર ત્રણ વર્ષની છે.

બ્રિજકુમાર યાદવ જીઆઈડીસીમાં નોકરી કરતા


ગાંધીનગર પ્રાંત અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. અધિકારીનાં જણાવ્યા પ્રમાણે, 'બ્રિજકુમાર યાદવ જીઆઈડીસીમાં નોકરી કરતા હતા. જે ગુજરાતનાં વતની નથી. તેઓ કોઇ એજન્ટ મારફતે વિદેશ ગયા હતા. દીવાલ કુદવાથી એક યુવકનું મૃત્યું થયું છે અને અન્ય બે લોકો હોસ્પિટલમાં છે.'

'મહિનામાં પાછા આવી જઇશું'


આ પરિવાર કલોકનાં છત્રાલ ગામની ગેલેક્સી સોસાયટીનાં 203 નંબરનાં ઘરમાં તેમના ભાઇ સાથે રહેતા હતા. તેઓ 18 નવેમ્બરનાં રોજ ઘરેથી ફરવા જવાનું કહીને નીકળ્યા હતા. અમારા સંવાદદાતાએ આ અંગે તેમના ભાઇ સાથે પણ વાતચીત કરી હતી. જેમાં તેમના ભાઇએ જણાવ્યુ કે, 'તેઓ અમને કહીને ગયા હતા કે, એક મહિનો ફરવા જાવ છું પછી પાછો આવી જઇશ. 17 ડિસેમ્બરે એમના પત્નીનો ફોન આવ્યો હતો કે એને એટેક આવ્યો અને તે મરી ગયો છે. જે બાદ અમે તેમનો કોન્ટેક કરવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ તેમનો કોઇ કોન્ટેક થતો નથી અને એમનો પણ કોઇ જ ફોન આવ્યો નથી.'

તેમણે વધુમાં જણાવ્યુ કે, 'અમે અમારો ભાઇ ખોયો છે. હવે અમે તેનો મૃતદેહ ત્યાંથી આવે તેની રાહ જોઇએ છીએ. તેની સાથે ભાઇની પત્ની અને બાળક પણ પાછો આવી જાય તેવી આશા રાખીએ છીએ.'


પત્ની-બાળક અલગ દેશમાં


અમેરિકાનાં અધિકારીઓએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યુ હતુ કે, "આ લોકો પડ્યાનો અવાજ સાંભળીને, મેક્સિકો બાજુના સુરક્ષા કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા અને યાદવનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. પેરામેડિક્સની એક ટીમે તેને મૃત જાહેર કર્યો અને તેના પુત્રને મેક્સિકોની તિજુઆનાની હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યો હતો. તેમની પત્નીને હાથ અને હિપબોન પર ફ્રેક્ચર થયુ છે. હાલ તેમની સારવાર અમેરિકાનાં સાન ડિએગોની હોસ્પિટલમાં ચાલી રહી છે."
First published:

Tags: અમદાવાદ, ગાંધીનગર, ગુજરાત