Home /News /gandhinagar /ગાંધીનગરનો રસપ્રદ અપક્ષ ઉમેદવાર: બે કોથળા ભરીને ચિલ્લર લઇને ભર્યું નામાંકન

ગાંધીનગરનો રસપ્રદ અપક્ષ ઉમેદવાર: બે કોથળા ભરીને ચિલ્લર લઇને ભર્યું નામાંકન

બે કોથળા ભરીને છૂટા પૈસા લઈને આવ્યા હતા.

Gujarat Election 2022: ઉમેદવારી પત્ર ભરવા મહેન્દ્રભાઇ ડિપોઝીટ પેટે બે કોથળા ભરીને છૂટા પૈસા લઈને આવ્યા હતા. જેના કારણે કુતુહલ સર્જાયું હતું.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
    ગાંધીનગર: રાજ્યમાં ચૂંટણીનાં માહોલ વચ્ચે અનેક રસપ્રદ કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરનો છે. જેમાં અપક્ષ ઉમેદવાર મહેન્દ્રભાઈ સોમાભાઈ પટ્ટણી બે કોથળો ભરીને સિક્કા લઇને પોતાનું નામાંકન ભરવા પહોંચ્યા હતા. ઉમેદવારી પત્ર ભરવા મહેન્દ્રભાઇ ડિપોઝીટ પેટે બે કોથળા ભરીને છૂટા પૈસા લઈને આવ્યા હતા. જેના કારણે કુતુહલ સર્જાયું હતું. અધિકારીઓ પણ બે કોથળા ભરેલા ચિલ્લર જોઈને મુંઝાઈ ગયા હતા.

    આ અંગે મીડિયાએ જ્યારે તેમના માતા સાથે વાત કરી તો તેમણે જણાવ્યુ કે, મારા દીકરાને ચૂંટણી લડવી હતી. જેથી અડોશ પડોશમાંથી છેલ્લા બે મહિનાથી પૈસા ઉઘરાવતો હતો. દીકરાનો ઉત્સાહ જોઇને તમામે બે-પાંચ રુપિયા આપ્યા હતા. આ રીતે તેણે આશરે પંદરેક હજાર રુપિયા ભેગા કર્યા હતા. મારા દીકરાને ચૂંટણી લડવી ગમે છે.

    1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન


    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

    આ પણ વાંચો: 71 વર્ષની વૃદ્ધાએ પતિને રંગે હાથે ઝડપી પાડ્યો...

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?


    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

    આ પણ વાંચો: યુવક સાથે થયું એવુ કે રોવાનો વારો આવ્યો

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર


    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી.
    " isDesktop="true" id="1285896" >

    જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, ગાંધીનગર, ગુજરાત, ગુજરાત ચૂંટણી

    विज्ञापन
    विज्ञापन