Home /News /gandhinagar /ચૂંટણી પહેલા ગાંધીનગર જિલ્લામાં જતા પહેલા આટલી વાતોનું રાખજો ધ્યાન

ચૂંટણી પહેલા ગાંધીનગર જિલ્લામાં જતા પહેલા આટલી વાતોનું રાખજો ધ્યાન

ગાંધીનગર જિલ્લામાં બીજા તબક્કા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લામાં બીજા તબક્કા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.

ચૂંટણી લક્ષી રુપિયા કે દારુની હેરફેર કરતાં ઝડપાયા તો ખૈર નથી. સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા અત્યાર સુધીમા જિલ્લામાં ૨૪ ચેક પોસ્ટ પરથી પસાર થતાં ૧૭ હજાર કરતાં વધુ વ્યક્તિઓની પણ તપાસ કરાઇ છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં આદર્શ આચારસંહિતાની અમલવારી માટે સ્ટેટિક સર્વેલન્સ ટીમો શરુ કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રાથમિક તબક્કે આ ટીમો દ્વારા ગાંધીનગર જિલ્લામાં ૨૪ ચેક પોસ્ટ પર ઊભા રહીને ૭,૯૪૦ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ ૧૭ હજાર કરતાં વધુ વ્યક્તિઓનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભાબેઠકો પર નિષ્પક્ષ અને ન્યાયી માહોલમાં વિધાનસભાની ચૂંટણી સંપન્ન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણા ડી.કે.ના વડપણ હેઠળ વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કોઇ મોટી રોકડ કે મતદારોને રીઝવવા માટેની ભેટ- સોગાદ, દારૂ જેવી ચીજવસ્તુઓની આપ-લે ન થાય તેના પર ચાંપતી નજર રાખવા માટે સ્ટેટિક સર્વેલન્સની ટીમો કાર્યરત કરવામા આવી છે. જિલ્લામાં આવી ટીમો હાલ કાર્યરત થઇ ચૂકી છે. જે અંતર્ગત જિલ્લામાં આવેલી પાંચ વિધાનસભા બેઠકની નક્કી થયેલી ૨૪ ચેક પોસ્ટ પર આ ટીમ ઊભી રહે છે. ટીમમાં એક એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટના પાવર ધરાવતા અધિકારી અને ત્રણ પોલીસકર્મીઓ હોય છે.

આ ચેક પોસ્ટ પાસેથી પસાર થતાં વાહનોની તપાસ ટીમ દ્વારા કરવામાં આવે છે. વાહનોનું ચેકિંગ થતું હોય ત્યારે તેનું વીડિયો શુટિંગ પણ કરવામાં આવે છે. આ સ્ટેટિક સર્વેલન્સ ટીમો દ્વારા આજ દિન સુધીમાં કુલ ૭,૯૪૦ જેટલાં વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. જોકે નવાઈની વાત એ છે કે, હજારોની સંખ્યામાં વાહનો નેવ્યક્તિઓ ચેક થઇ રહ્યા હોવા છતા અત્યાર સુધી કોઇ શંકાસ્પદ મુદ્દામાલ પોલીસ ને જપ્તી દરમિયાન મળ્યો જ નથી.

આ પણ વાંચો: કરોડપતિ બિઝનેસમેનની દીકરી છે રિવાબા

સોશિયલ મિડીયા પર પણ પોલીસની ચાંપતી નજર



હવે જાહેર કાર્યક્રમો દરમિયાન જ નહી પરંતુ સોશિયલ મિડીયા અને પર્સનલ એસએમએસ થકી પણ જો કોઇ આચાર સંહિતાનો ભંગ કરતા ઝપટે ચડ્યા તો ખૈર નથી. હવે જાહેરમાં નહીં પણ ધરે બેસીને કલા કરતા આવા મોરલાઓ ઉપર પણ પોલીસ વોચ રાખશે. 


ગુજરાત વિઘાનસભાની સામાન્ય ચૂંટણી દરમ્યાન ગાંધીનગર જિલ્લાની પાંચ વિઘાનસભા બેઠકો પર એસ.એમ.એસ અને સોશ્યિલ મીડિયામાં પણ આદર્શ આચારસંહિતાની અમલવારીનો ભંગ ન થાય અને દૂર ઉપયોગ ન થાય તેની પર નજર રાખવા માટે નોડલ અધિકાર તરીકે ડીવાયએસપી ડી.એસ.પટેલની નિમણુંક કરવામાં આવી છે. 



 

ગાંધીનગર જિલ્લાની પાંચ વિઘાનસભા બેઠકો પર આગામી પાંચમી ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ મતદાન થનાર છે. ગાંધીનગર જિલ્લામાં વિઘાનસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ ભયમુક્ત અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણા ડી.કે. દ્વારા કેટલીક ટીમો કાર્યરત કરવામાં આવી છે.

 

હાલના વર્તમાન સમયમાં સોશ્યિલ મીડિયા અને એસ.એમ.એસ ખૂબ ઝડપી પ્રચારનું માધ્યમ બની ગયા છે. વિઘાનસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૨માં સોશ્યિલ મીડિયા અને એસ.એમ.એસ. માધ્યમમાં પણ આર્દશ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે ગાંધીનગર જિલ્લાના નોડલ અધિકારી તરીકે ડીવાયએસપી ડી.એસ.પટેલની નિમણુંક કરવામાં આવી છે. 



" isDesktop="true" id="1286909" >


 

સોશ્યિલ મીડિયા અને એસ.એમ.એસ. થકી આર્દશ આચારસંહિતાનો ભંગ થતો હોય તો નાગરિકો પોતાની ફરિયાદ નોડલ અધિકારીને  કંટ્રોલ રૂમ ફોન નંબર- ૦૭૯ ૨૩૨ ૧૦૧૦૮ અને મોબાઇલ નંબર- ૯૯૨૪૦ ૨૪૯૯૬ પર સંપર્ક કરીને જાણ કરી શકાશે. 
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन
विज्ञापन