Home /News /gandhinagar /ગાંધીનગરઃ મંજૂરી વગર ઝાડીમાં કે અન્ય જગ્યા પર બેસીને નોનવેજનું વેચાણ કરનારાઓની ખેર નથી

ગાંધીનગરઃ મંજૂરી વગર ઝાડીમાં કે અન્ય જગ્યા પર બેસીને નોનવેજનું વેચાણ કરનારાઓની ખેર નથી

ગાંધીનગરમાં મંજૂરી વગર નાનવેજનું વેચાણ કરનારા સામે થશે કાર્યવાહી

Gandhinagar Municipal Corporation: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે ચીકન અને મટનનું વેચાણ કરનારા સામે પગલા ભરવામાં આવશે. ઝાડીમાં કે અન્ય જગ્યાએ બેસીને વેચાણ કરનારા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગે કોર્પોરેશન દ્વારા એક લિસ્ટ પણ બનાવવામાં આવી રહ્યું છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગરઃ ગાંધીનગરમાં જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે તેની સાથે કેટલાક ગેરકાયદેસર કાર્યોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. પાટનગરમાં મનફાવે ત્યાં નોનવેજનું વેચાણ કરવા બેસી જનારાઓની સામે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. લાઈસન્સ કે મંજૂરી વગર નોનવેજનું વેચાણ કરનારાઓની હવે ખેર નથી. આ પ્રકારે નોનવેજનું વેચાણ કરીને આરોગ્યનું જોખમ ઉભું કરનારા અને ધાર્મિક લાગણી દુભાવનારા સામે અનેક વખત રજૂઆતો પણ થઈ છે. હવે કેટલીક દુકાનોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને તેમની સામે જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગાંધીનગરમાં કોર્પોરેશનની ટીમ એક્શન મોડમાં


રિપોર્ટ મુજબ શેહરમાં ઝાડી વિસ્તાર અને સેક્ટરોમાં પાકી દુકાનો બનાવીને કે હાટડીઓમાં નોનવેજનું બેફામ વેચાણ કરનારાઓ સામે હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર અને પાટનગર યોજના ભવન દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ભાવનગરના કમોસમી વરસાદ થયો

તપાસ દરમિયાન માલુમ પડ્યું કે શહેરના સેક્ટર-21, 24 અને 29માં નોનવેજનું વેચાણ કરતી દુકાનો આવેલી છે. આ દુકાનો પાસે ફૂટ વિભાગનું લાયસન્સ ના હોવાની માહિતી સામે આવી છે. લાઈસન્સ ના હોવ છતાં આ રીતે વેચાણ કરીને આરોગ્યનું જોખમ ઉભું કરનારા અને ધાર્મિક લાગણી દુભાવનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવા માટે ઘણી વખત રજૂઆત પણ કરવામાં આવી છે.

ઝાડીમાં થતા નોનવેજના વેચાણને બંધ કરાવાયું


શહેરના સેક્ટર-5માં આવેલા CNG પંપની પાછળ ઝાડીઓમાં તથા સેક્ટર-11ની ઝાડીમાં ચીકન અને મટનનું વેચાણ કરવામાં આવે છે. જેમને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મૌખિક સૂચના આપીને ગેરકાયેદસર રીતે કરવામાં આવતા વેચાણને બંધ કરી દેવામાં આવ્યું છે.

આ સાથે સેક્ટર-21, 24 અને 29માં મંજૂરી વગર દુકાનોમાં નોનવેજનું વેચાણ કરનારાઓનું કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ અધિકારીઓ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. હવે આ રિપોર્ટ કલેક્ટર કચેરીમાં મામલતદાર જમીન ફાળવણીને સોંપવામાં આવ્યો છે. હવે આ દુકાનોની માલિકી સહિતની વિગતોની તપાસ કરવામાં આવશે અને ગેરકાયદેસર રીતે નોનવેજનું વેચાણ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે.
First published:

Tags: Gandhinagar News, Gandhinagar Police, Gujarati news, ગાંધીનગર, ગાંધીનગર પાલિકા, ગાંધીનગર મનપા

विज्ञापन