ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની પાંચ વિધાનસભા બેઠકો પર આગામી ૫મી ડિસેમ્બરે મતદાન યોજાનાર છે. જિલ્લાની પાંચ બેઠકો પર કુલ ૧૩,૨૬,૮૩૮ મતદારો નોંધાયેલા છે. જેમના માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કુલ ૧૩૫૩ મતદાન મથકો પર વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત કુલ- ૧૦,૨૦૩ કર્મયોગીઓ ફરજ બજાવશે. જ્યારે સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે સીએપીએફની ૩૨ હાફ સેકશન અને ૮ ફુલ સેકશન ટુકડી સુરક્ષાવ્યવસ્થા સંભાળશે.
ગાંધીનગર જિલ્લ્લામાં પુરૂષ – ૬,૭૯,૮૩૧, સ્ત્રી – ૬,૪૬,૯૫૯ તેમજ અન્ય ૪૮ મળી કુલ- ૧૩,૨૬,૮૩૮ મતદારો મતદાન કરશે. જેમાં દહેગામમાં ૨૫૫, ગાંધીનગર દક્ષિણ માં ૩૫૩, ગાંધીનગર ઉત્તર માં ૨૪૨, માણસામાં ૨૬૫ અને કલોલમાં ૨૩૮ મળી કુલ ૧૩૫૩ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે.
આ સાથે જ સમગ્ર જિલ્લામાં કુલ પાંચ આદર્શ મતદાન મથક, પાંચ દિવ્યાંગ મતદાન મથક, પાંચ ઇકો ફ્રેન્ડલી મતદાન મથક કુલ ૩૫ સખી મતદાન મથક ઉપરાંત ગાંધીનગર ઉત્તરમાં ખાસ યુવા મતદાન મથક બનાવવામાં આવ્યું છે.
મતદાન મથકો ખાતે કુલ ૧૪૮૮ પ્રિસાઇડીંગ, ૧૪૮૮ પોલીંગ ઓફિસર-૧, ૧૪૮૮, પોલીંગ ઓફિસર, ૨૬૯૩ મહિલાઓ, ૧૫૩૫ પોલીસકર્મીઓ, ૧૫૧૧ હોમગાર્ડ અને સી.એ.પી.એફ.ની ૩૨ હાફ સેકશન અને ૮ ફુલ સેકશન ટુકડીઓ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. મતદાન સ્ટાફને મતદાન મથકે લાવવા- લઇ જવા માટે કુલ ૧૫૭ એસ.ટી. બસોની સુવિધા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ખાતે આચાર સંહિતાની ૯૦ ફરિયાદ મળી હતી. જે તમામ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા કુલ ૩૦૧ પરવાનગીઓ આપવામાં આવી છે.
" isDesktop="true" id="1294464" >
મતદાનના દિવસે મથકો પર અને મતદાનમથકથી ૧૦૦ મી.ની ત્રિજયાના વિસ્તારમાં મોબાઇલ ફોન, કોડલેસ ફોન, પેજર, વોકીટોકી, વાયરલેસ સેટ જેવાં સંદેશાવ્યવહારનાં સાધનો લઇ જવા અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.