Home /News /gandhinagar /વ્યવસાયવેરા સમાધાન યોજના 2022નો ગાંધીનગર કોર્પોરેશને શરૂ કર્યો આજથી અમલ

વ્યવસાયવેરા સમાધાન યોજના 2022નો ગાંધીનગર કોર્પોરેશને શરૂ કર્યો આજથી અમલ

વેરો ભરવાને લઈને કોર્પોરેશનની મોટી યોજના

ગાંધીનગર મહાનગર પાલિકાએ આવી રીતે લોકોને આકર્ષવા માટે એક સ્કિમ બહાર પાડી છે. જેને લઈને વ્યવસાયવેરા સમાધાન યોજના-2022 અંતર્ગત આજથી આ યોજનાનો અમલ શરુ કરવામાં આવ્યો છે. ત્યારે આ યોજનામાં લોકોને શું ફાયદો થશે અને કેવી રીતે ભારી શકે છે તેના વિશે જણાવીશું...

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: કોઈપણ સરકારી કચેરીઓ કે સરકાર ખુદ તેમના આર્થિક વહિવટો ચલાવવા માટે યોજના બનાવતી હોય છે. જેને વેરો કે પછી ટેક્સ કહેવામાં આવે છે. આવી જ રીતે પાલિકા કે મહાનગરપાલિકા તેમની આવક પ્રજા પર નાંખેલા વિવિધ વેરા થકી મેળવતી હોય છે. ક્યારેક એવું થતું હોય છે કે, લોકો વેરો ભરવાથી દૂર ભાગતા હોય છે, આથી સરકારી ભંડોળ અને આર્થિક સંભાવનાઓને નુકસાન પહોંચે છે. આથી, વિવિધ પાલિકા અને મહાનગરપાલિકા પ્રજા પાસેથી વેરો ભરાવવા માટે વિવિધ આકર્ષિત સ્કીમો લઇને આવતી હોય છે. આવી જ એક પ્રજાને આકર્ષિત સ્કીમ અંતર્ગત

આ પણ વાંચો: ફરીથી ચમક્યો યસ બેંકનો તારો, ગત બે દિવસમાં 20% વધ્યા શેર; હજુ પણ તેજીની શક્યતા
 ગાંધીનગર મહાનગર પાલિકાએ આવી રીતે લોકોને આકર્ષવા માટે એક સ્કિમ બહાર પાડી છે. જેને લઈને વ્યવસાયવેરા સમાધાન યોજના-2022 અંતર્ગત આજથી આ યોજનાનો અમલ શરુ કરવામાં આવ્યો છે. ત્યારે આ યોજનામાં લોકોને શું ફાયદો થશે અને કેવી રીતે ભારી શકે છે તેના વિશે જણાવીશું...

શું રહેશે આ યોજનાની શરતો...

(1) બિન નોંધાયેલ વ્યવસાયીઓ જે વ્યવસાયવેરા એનરોલમેન્ટ નંબર ધરાવતા નથી, તેઓ આ વેરા સમાધાન યોજનાનાં સમય દરમિયાન એનરોલમેન્ટ નંબર મેળવશે. તેમને ભરવાપાત્ર વ્યવસાયવેરા રકમ પર દંડ તેમજ શિક્ષાત્મક કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે.

(2) નોંધાયેલ વ્યવસાયીઓ માટે સમાધાન યોજના હેઠળ જેટલા વર્ષનો વ્યવસાયવેરો બાકી હોય તેટલા વર્ષની વ્યવસાયવેરાની રકમ નિયત દરે ભરશે તેમને આકારવાપાત્ર વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવશે.

આ પણ વાંચો: નેશનલ પેન્શન સ્કીમમાં થઈ શકે છે મોટા ફેરફાર, સરકાર કરી રહી છે વિચાર
 (3) બિન-નોંધાયેલા નિયોક્તાઓ (Employer/s)(PRC) માટે જેઓએ નોંધણી કરાવેલી નથી, તેવા કામે રાખનાર (નિયોક્તા/એમ્પ્લોયર) રજીસ્ટ્રેશન મેળવવા અરજી કરી ભરવાપાત્ર રકમ સરકારમાં ભરે તેમને દંડકીય/શિક્ષાત્મક કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે.

(4) નોંધાયેલ એમ્પ્લોયર માટે સમાધાન યોજના હેઠળ કામે રાખનાર(નિયોક્તા)એ તેમના વેતનદારો પાસેથી વ્યવસાયવેરો ઉઘરાવેલ હોય, પરંતુ જમા કરાવેલ ન હોય તેઓને દંડકીય કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે અથવા નિયોક્તાએ વેરો ઉધારાવેલ જ ન હોય તેવા નિયોક્તાઓ જો બાકી વ્યવસાયવેરાની રકમ ભરે તો તેમને વ્યાજ અને દંડ તેમજ શિક્ષાત્મક કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે.
Published by:Samrat Bauddh
First published:

Tags: BJP Gandhinagar Corporation, Corporation News, Gandhinagar News, Tax News