Home /News /gandhinagar /ગાંધીનગર: ચાઈનીઝ દોરીએ લીધો ભોગ, પિતાની નજર સામે જ પુત્રનું નિપજ્યું મોત
ગાંધીનગર: ચાઈનીઝ દોરીએ લીધો ભોગ, પિતાની નજર સામે જ પુત્રનું નિપજ્યું મોત
મંગળવારે રાત્રે ગાંધીનગરના છાલા પાસે અકસ્માત થયો હતો
Chinese cord: રાજસ્થાનથી અમદાવાદ આવી રહેલા પિતા-પુત્રનું દોરી આવતાં અકસ્માત. મંગળવારે રાત્રે ગાંધીનગરના છાલા પાસે થયો હતો અકસ્માત. જેમાં પિતાની નજર સામે જ પુત્રનું મોત નિપજ્યું હતું.
ગાંધીનગર: ઉતરાયણ પહેલા ચાઈનીઝ દોરીનો કહેર વર્તાઇ રહ્યો છે. ચાઇનીઝ દોરીએ ફરી એક વખત ભોગ લીધો છે. રાજસ્થાનથી અમદાવાદ આવી રહેલા પિતા-પુત્રનું દોરી આવતાં અકસ્માત સર્જાયો હતો. મંગળવારે રાત્રે ગાંધીનગરના છાલા પાસે અકસ્માત થયો હતો. જેમાં પિતાની નજર સામે જ પુત્રનું મોત નિપજ્યું હતું. આવામાં સવાલ એ થાય છે કે, આઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં કેમ તેનું વેચાણ થઇ રહ્યું છે અને તેના વેચાણ મામલે તંત્ર કેમ મૌન છે.
રાજસ્થાનથી અમદાવાદ આવી રહ્યા હતા પિતા-પુત્ર
મંગળવારે રાત્રે ગાંધીનગરના છાલા પાસે અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનથી અમદાવાદ આવી રહેલા પિતા-પુત્રને છાલા પાસે અકસ્માત નડ્યો હતો. તેઓ બાઇક પર પસાર થઇ રહ્યા હતા ત્યારે ચાઇનીઝ દોરીથી ગળું કપાયું હતું. ગળમાં દોરી આવી જતાં યુવકને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતમાં પિતાની નજર સામે જ પુત્રનું મોત નિપજ્યું હતું. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે, ચાઇનીઝ દોરીના વેચાણને લઇ તંત્ર કેમ મૌન? પ્રતિબંધ છતાં કેમ થાય છે ખુલ્લેઆમ વેચાણ? ક્યા સુધી આવી ઘાતક દોરીઓ બજારમાં વેચાશે? શું વેપારીઓમાં પોલીસનો ડર રહ્યો નથી? શું પોલીસ અને વેપારીઓની સાંઠગાઠ છે? કડક કાર્યવાહીની વાત વચ્ચે છૂટો દોર કેમ? મોતની દોરી વેચનાર સામે કાર્યવાહી ક્યારે?
તાજેતરમાં જ પતંગની દોરીથી અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ઊંઝામાં એક્ટીવા પર જઈ રહેલા એક વાહનચાલકને ગળામાં ચાઈનીઝ દોરી આવી જતાં તેના ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. યુવકને ગળાના ભાગે 40 જેટલા ટાંકા આવ્યા છે. જોકે, સમયસર સારવાર મળી જતાં યુવકનો જીવ બચી ગયો છે. હજુ ઉત્તરાયણને એક મહિનાની વાર છે તે પહેલા ચાઈનીઝ દોરી વેચવાનો વેપલો તેજ બન્યો છે અને અકસ્માતોની ઘટના સામે આવી રહી છે.
સુરતમાં વકીલનું ગળું કપાયું હતું
ઉત્તરાયણ નજીક આવતાં જ પતંગની દોરીથી અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. સુરતમાં પતંગની દોરીના કારણે એક વાહનચાલકને ગંભીર અકસ્માત નડ્યો છે. સુરતમાં રસ્તા પરથી પસાર થઇ રહેલા એડવોકેટને પતંગની દોરીના લીધે અકસ્મતા નડ્યો છે. પતંગની દોરી તેમના ગળમાં આવી જતાં અકસ્માત સર્જાયો છે. જેમાં દોરીથી તેમનું ગળું કપાઇ જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.