ભારતીય જનતા પાર્ટી હંમેશા દરેક પરિણામોનું વિશ્લેષણ કરતી હોય છે અને ચૂંટણી દરમિયાન જો પાર્ટીના જ કોઈ હોદ્દેદારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય તો પાર્ટીના મહુડી મંડળ દ્વારા આ હોદ્દેદારોને ઠપકો પણ આપવામાં આવતો હોય છે.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 156 બેઠક પર જીત મેળવી છે. જે એક નવો વિક્રમ ભારતીય જનતા પાર્ટીએ પોતાના નામે નોંધાવ્યો છે. જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી સૌથી વધુ લીડ સાથે તેમના ઉમેદવાર જીત્યા સૌથી વધુ વોટ શેર પણ મેળવ્યો અને સૌથી વધુ બેઠકો પર પ્રાપ્ત થઈ તેમ છતાં ભારતીય જનતા પાર્ટી હંમેશા દરેક પરિણામોનું વિશ્લેષણ કરતી હોય છે અને ચૂંટણી દરમિયાન જો પાર્ટીના જ કોઈ હોદ્દેદારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય તો પાર્ટીના મહુડી મંડળ દ્વારા આ હોદ્દેદારોને ઠપકો પણ આપવામાં આવતો હોય છે.
આ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ એટલે કે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રી અમિત શાહ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે ગુજરાતના છ સંસદ સભ્યોના ક્લાસ લીધા હતા. આ છ સંસદ સભ્યોએ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિરુદ્ધ કામ કર્યું હતું અને તે જ કારણોસર આ છ સંસદ સભ્યોને થોડા દિવસ પહેલા દિલ્હી ખાતે બોલાવી તેમને કરેલી પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે ખુલાસા માગવામાં આવ્યા હતા.
આ છ સાંસદોમાં બે સૌરાષ્ટ્રના સંસદો બે ઉત્તર ગુજરાતના સાંસદો બે મધ્ય ગુજરાતના સાંસદોનો સમાવેશ થાય છે. જેની અંદર એક રાજ્યસભાના સાંસદ તે ઉપરાંત બે કેન્દ્ર સરકારની અંદર મોટો હોદ્દો પણ ભોગવી રહ્યા છે. આ તમામ સાંસદોને વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પાર્ટી હાઈ કમાન્ડ દ્વારા લાલ આંખ કરી પક્ષ વિરુદ્ધ પ્રવુતિ કરવા બદલ ખુલાસો માગવામાં આવ્યો છે.
આવનારા દિવસોમાં આ 6 સાંસદ સભ્યો માટે ખૂબ કપરા દિવસો આવી રહ્યા છે. પાર્ટીએ ઉમેદવારોને ટિકિટ આપી દીધી પછી હવે જોવાનુ એ છે કે પાર્ટી આગામી દિવસોમાં કેવા પગલા લઈ રહી છે.