Home /News /gandhinagar /ગાંધીનગરમાં વધુ એક આંદોલનના મંડાણ, સરકારના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂતો ખોલશે મોરચો

ગાંધીનગરમાં વધુ એક આંદોલનના મંડાણ, સરકારના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂતો ખોલશે મોરચો

ખેડૂતો ફરી આંદોલનના માર્ગે (પ્રતિકાત્મક તસવીર)

Gandhinagar Farmer Protest : જિલ્લાના 42 ગામના ખેડૂતો દ્વારા  ભારત માલા પ્રોજેક્ટના વિરોધમાં આગામી 6 ઓક્ટોબરથી સત્યાગ્રહ છાવણી ખાતે અનશન પર બેસવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગાંધીનગર : છેલ્લા કેટલાંક સમયમાં આંદોલન નગરી બની ચુકેલા રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ફરી એક નવા આંદોલનના ભણકારા વાગી રહ્યાં છે. ગાંધીનગર જિલ્લાના 42 ગામના ખેડૂતો દ્વારા  ભારત માલા પ્રોજેક્ટના વિરોધમાં આગામી 6 ઓક્ટોબરથી સત્યાગ્રહ છાવણી ખાતે અનશન પર બેસવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અગાઉ ખેડૂતોએ અનેક વખત આવેદનપત્રો આપ્યા છે છતાં કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવતા અનશન પર બેસવાની જાહેરાત કરવામાં આવી છે. ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ગાંધીનગર જિલ્લાના 42 ગામોના ખેડૂતોએ ધરણાં કરીને આવેદનપત્ર આપ્યું હતુ . જેનો આજદિન સુધી જવાબ ન આવતા ખેડૂતોની ધીરજ ખૂટી પડી છે. જેના પગલે ખેડૂતોએ આગામી 6 ઓક્ટોબરના રોજ સત્યાગ્રહ છાવણી, સેક્ટર-6 ખાતે અનશન ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો : ગુજરાતને મોટી ભેટ, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે ગાંધીનગરની 600 બેડની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનું ખાતમુહુર્ત

ખેડૂતોની રોજીરોટી છીનવાઇ જશે


નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદથી અમદાવાદ સુધી એક્સપ્રેસ સિક્સ લેન હાઇવે બનાવવામાં આવનાર છે. જેને લઇને ખેડૂતોમાં રોષ ઉઠવા પામ્યો છે. જો હાઇવે બનાવવામાં આવે તો ગાંધીનગર જિલ્લાના 42 ગામોના 2000 જેટલા ખેડુતોની કિંમતી જમીન જતી રહે તેમ છે. આ જમીનમાં હાલમાં ખેડુતો વર્ષના ત્રણ પાક લઇ રહ્યા છે. ત્યારે તેમની ખેતીની જમીન હાઇવે બનાવવામાં જતી રહેવાથી ખેડૂતોની રોજીરોટી છીનવાઇ જશે. આથી જિલ્લાના તમામ ખેડૂતોમાં રોષ ઉઠવા પામ્યો છે.

આ પણ વાંચો : Amreli: આ વિસ્તારના ખેડૂતો રાહ જોય રહ્યાં છે સૌની યોજનાના પાણીની, મુખ્યમંત્રીને કરી રજૂઆત

ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો


પોતાની કિંમતી જમીનને હાઇવે બનાવવા માટે નહી આપવાના નિર્ધાર સાથે ગત તારીખ 20 સપ્ટેમ્બરના રોજ જિલ્લાના 42 ગામોના ખેડુતોએ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કાર્યક્રમ કર્યો હતો. ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જોકે આવેદનપત્ર આપ્યાને હાલમાં પંદરેક દિવસ જેટલો સમય થયો છે. તેમ છતાં કોઇ જ જવાબ આપવામાં આવ્યો નથી. આથી ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

વધુમાં ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં અસરગ્રસ્ત ખેડુતોની કમિટીએ રાજ્ય સરકારના પાંચ મંત્રીઓની સમિતિને મળવા માટે ચારેક વખત સમય માંગ્યો છે. તેમ છતાં ખેડુતોને સાંભળવા માટે મંત્રીઓની સમિતિ દ્વારા સમય જ આપવામાં આવતો નહી હોવાનો ખેડુતોએ આક્ષેપ કર્યો છે.
Published by:Bansari Gohel
First published:

Tags: Farmer in Gujarat, Farmers Agitation, Gandhinagar News, ગાંધીનગર`

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन