અડાલજની વાવની મુલાકાત લઈ સભ્યો પરંપરાગત ભારતીય જળ વ્યવસ્થાપન અંગે જાણકારી મેળવશે.
એન્વાર્યમેન્ટ એન્ડ ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી વર્કીંગ ગ્રુપની મીટીંગ ૨૭ થી ૨૯ માર્ચ દરમ્યાન ગાંધીનગરમાં યોજાશે. સાથે જ જલ શક્તિ મંત્રાલયની આગેવાની હેઠળ એક સાઈડ ઈવેન્ટ શરૂ થશે.
ગાંધીનગર: જી-૨૦ની બેઠક આજે ૨૭ થી ૨૯ માર્ચ દરમ્યાન ગાંધીનગરમાં યોજાશે. અડાલજની વાવની મુલાકાત લઈ સભ્યો પરંપરાગત ભારતીય જળ વ્યવસ્થાપન અંગે જાણકારી મેળવશે.
જી-૨૦નુ યજમાનપદ આ વખતે ભારતને મળ્યું છે. જેના અનુસંધાને દેશના વિવિધ સ્થળોએ જી-૨૦ના સભ્યોની બેઠક યોજાઈ રહી છે. એન્વાર્યમેન્ટ એન્ડ ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી વર્કીંગ ગ્રુપની મીટીંગ ૨૭ થી ૨૯ માર્ચ દરમ્યાન ગાંધીનગરમાં યોજાશે. સાથે જ જલ શક્તિ મંત્રાલયની આગેવાની હેઠળ એક સાઈડ ઈવેન્ટ શરૂ થશે. જેમાં જી-૨૦ના સભ્ય દેશો જળ વ્યવસ્થાપન અંગે ચર્ચાઓ કરશે. બેઠક બાદ સભ્યો અડાલજની વાવની મુલાકાત લેશે અને ભારતની પ્રાચીન જળ વ્યવસ્થાપન પદ્ધતિનો અભ્યાસ કરશે. આ ઉપરાંત પ્રતિનિધિમંડળ સાબરમતી સાઈફન સ્ટ્રક્ચર અને સાબરમતી એસ્કેપની સાથોસાથ સાબરમતી રીવરફ્રન્ટની મુલાકાત પણ લેશે.
જી-૨૦ના સભ્યોનુ આગમન શરૂ થઈ ચૂક્યુ છે. ૨૭ થી ૨૯મી માર્ચ દરમ્યાન યોજાનારી બેઠકની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. શહે૨માં ઠેર ઠેર રોશની કરવામાં આવી છે. ખાસ કરીને મહાત્મા મંદિર અને સ્વર્ણિમ પાર્ક ઉપરાંત ગ- ૪ના અંડરબ્રીજને પણ રોશનીથી સજાવાયો છે. જી-૨૦ની બેઠકના પગલે શહેરને દબાણમુક્ત કરવામાં આવ્યું છે.
પ્રતિનિધિઓ સાથે ૧૧ આમંત્રિત દેશો અને ૧૪ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ગાંધીનગર ખાતે બીજી ૨૨૦ એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી ર્કિંગ ગ્રૂપ (ECSWG)ની બેઠકમાં ભાગ લેશે. આજથી શરૂ થનારી, ત્રણ દિવસીય (૨૭-૨૯ માર્ચ ૨૦૨૩) બેઠક ધરતીની અધોગતિને અટકાવવા, ઇકોસિસ્ટમ પુનઃસ્થાપનને વેગ આપવા અને જૈવવિવિધતાને સમૃદ્ધ બનાવવા જેવા વિષયોના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. સંસાધન કાર્યક્ષમતા અને પરિપત્ર અર્થતંત્રને પ્રોત્સાહિત કરવું અને ટકાઉ અને આબોહવા સ્થિતિસ્થાપક બ્લુ ઈકોનોમીને પ્રોત્સાહન આપવા જેવા મુદ્દા સામેલ રહેશે. મીટિંગ દરમિયાન નમામિ ગંગે, કલાઈમેટ રેઝિલિએન્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર, સહભાગી ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ, જલ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન જેવી બાબતો પર ચર્ચા થશે.