Home /News /gandhinagar /ગાંધીનગરઃ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી પહેલા ચાર આગેવાનોએ કસરિયા કર્યા

ગાંધીનગરઃ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી પહેલા ચાર આગેવાનોએ કસરિયા કર્યા

ખેડા દૂધ ઉત્પાદન સંઘની ચૂંટણી પહેલા આગેવાનો ભાજપમાં જોડાયા

Four Co-operative directors join BJP: ખેડા જિલ્લા દૂધ ઉત્પાદન સંઘની ચૂંટણી પહેલા ચાર મોટા માથા ભાજપમાં જોડાયા છે. ચાર સહકારી ડિરેક્ટર્સ ભાજપમાં જોડાતા આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીથી ભાજપને ફાયદો થશે તેમ ચર્ચાઈ રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા પણ વિરોધી પાર્ટીના નેતાઓએ કેસરિયા કર્યા હતા અને વિરોધ છતાં પાર્ટીએ જૂના રેકોર્ડ તોડીને વિશાળ બહુમતી હાંસલ કરી હતી.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગરઃ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી પહેલા ચાર સહકારી ડિરેક્ટર્સ ભાજપમાં જોડાયા છે. માનવામાં આવે છે કે દૂધ ઉત્પાદન સંઘની ચૂંટણી પહેલા ત્યાં પાર્ટીનો દબદબો જાળવી રાખવા માટે આ રણનીતિ પાર્ટી માટે લાભદાયી સાબિત થશે. ચાર સહકારી ડિરેક્ટર્સમાં જુવાનસિંહ હાથીસિંહ ચૌહાણ, શારદાબેન પટેલ, સીતાબેન પરમાર અને ઘેલાભાઈ ઝાલાએ કસરિયો કર્યો છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિતના પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વનું છે કે આગામી 14મી ફેબ્રુઆરીએ ખેડા દૂધ ઉત્પાદન સંઘની ચૂંટણી યોજાવાની છે જેમાં કુલ 15 મતોમાંથી ત્રણ ડિરેક્ટરો ભાજપમાં જોડાયા છે. આમ થવાથી ભાજપનું ખેડા દૂધ ઉત્પાદન સંઘમાં જૂથબળ વધી ગયું છે. ભાજપ પાસે 15માંથી 13 સભ્યોનું જૂથબળ થઈ ગયું છે એટલે કે ખેડા દૂધ ઉત્પાદનમાં ભાજપનું જૂથબળ 13 સભ્યોનું થઈ ગયું છે.

ગાંધીનગરમાં કમલમ્ ખાતે યોજાયેલા કાર્યક્રમ અંગે અંગે ખુશી વ્યક્તિ કરતા ભાજપના પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે, આજે આણંદ અને ખેડા જિલ્લાના સંયુક્ત ડેરીના આગેવાનો ભાજપમાં જોડાયા છે.


ભાજપની રણનીતિ રહી છે પાર્ટીની પહોંચ ઉપરથી લઈને છેક નીચેના લેવલ સુધી મજબૂત પકડ રહે, જેના કારણે પાર્ટી દ્વારા વિવિધ કમિટીઓ સતત પાર્ટીના વિકાસમાં સહભાગી બને તે દિશામાં પક્ષ દ્વારા કામ કરવામાં આવતું હોય છે.

વિધાનસભા ચૂંટણી પહેલા નેતાઓની ભાજપમાં જોડાવાની મોસમ જામી હતી


અગાઉ વિધાનસભાની ચૂંટણી પહેલા હાર્દિક પટેલથી લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ કેસરિયો ધારણ કર્યો હતો, આવામાં વિરોધીઓ દ્વારા સતત આ વાતને લઈને ખરીદ-વેચાણ પાર્ટીનું લેબલ લગાવવામાં આવતું રહ્યું છે પરંતુ અંતે તેનો લાભ સતત ભાજપને થતો રહ્યો છે.


લોકસભાની 2017ની ચૂંટણીમાં ભાજપનું જે ધોવાણ થયું હતું તેને પાર કરીને 2022ની ચૂંટણીમાં પાર્ટીએ 156 બેઠકો પર કબજો કરીને મજબૂત સ્થિતિ બનાવી લીધી છે. આ મજબૂત સ્થિતિમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા જે દાવા કરવામાં આવી રહ્યા હતા તે પોકળ સાબિત થયા હતા. હવે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદન સંઘની ચૂંટણી પહેલા જે દાવ ખેલ્યો છે તેનું ભાજપ તરફી પરિણામ જોવા મળી શકે છે.
First published:

Tags: Bjp gujarat, Gujarati news, ગાંધીનગર, ગુજરાત ભાજપ