Home /News /gandhinagar /Gandhinagar: GPSCએ જાહેર કરેલી 245 પદો માટે આજથી ભરી શકાશે ફોર્મ, આ રીતે કરો અરજી

Gandhinagar: GPSCએ જાહેર કરેલી 245 પદો માટે આજથી ભરી શકાશે ફોર્મ, આ રીતે કરો અરજી

245 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે

GPSC દ્વારા વિવિધ 245 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. અરજી કરવા માટે સતાવાર વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in , www.gpsc.gujarat.gov.in પરથી ઇચ્છુક ઉમેદવારો અરજી કરી શકે છે.

    Abhishek Barad, Gandhinagar:GPSC દ્વારા વિવિધ 245 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા કુલ 245 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. જેમાં ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), સ્ટેટ ટેક્સ ઓફિસર, આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર, ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ કમિશનર જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

    GPSC દ્વારા જાહેર કરવામાં આવેલ જગ્યા આ મુજબ છે. જગ્યા 77 : મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ- 2, જગ્યા 01: કાયદા અધિકારી વર્ગ-2, જગ્યા 02: વરિષ્ઠ વૈજ્ઞાનિક અધિકારી (મેડિસિન) વર્ગ-1, જગ્યા 05: ક્યુરેટર વર્ગ-2, જગ્યા 05: કાર્યપાલક ઈજનેર (સિવિલ), જગ્યા 19: કાર્યપાલક ઈજનેર (સિવિલ), જગ્યા 13: નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), જગ્યા 21: નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), જગ્યા 28: મદદનીશ કર અધિકારી, જગ્યા 04: મદદનીશ કમિશનર, જગ્યા 01: સમાજ કલ્યાણ અધિકારી, જગ્યા 06: જિલ્લા નિરીક્ષક (જમીન કચેરી), જગ્યા 01: સહાયક નિર્દેશક, જગ્યા 12: ચીફ ઓફિસર, જગ્યા 50: રાજ્ય કર અધિકારી.



    ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની જાહેર કરવાયેલ જગ્યાઓ માં અરજી કરવા માટે સતાવાર વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in , www.gpsc.gujarat.gov.in પરથી ઇચ્છુક ઉમેદવારો અરજી કરી શકે છે. આ જાહેરાત માટે ઉમેદવારો 25/08/2022 થી 09/09/2022 ( બપોર 1.00 વાગ્યા સુધી ) અરજી કરી શકશે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે, તેઓ પણ અરજી કરી શકે છે.

    આ પણ વાંચો: GPSC વર્ગ1&2ની તૈયારી કરતા આદિજાતી વિદ્યાર્થીઓ માટે કોચિંગ સહાય ચુકવવાની યોજના અમલમાં મુકાઈ; આ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

    આ જાહેરાત માટે અરજી ફી જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 100/- લાગુ પોસ્ટલ ચાર્જ, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો અને ગુજરાત રાજ્યની અસુરક્ષિત શ્રેણીના આર્થિક રીતે નબળા વિભાગ અને ભૂતપૂર્વ. સર્વિસમેન અને પીએચ ઉમેદવારોને ફીની જરૂર નથી. જ્યારે અન્ય રાજ્યોના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત અરજી ફી ચૂકવવાની રહેશે.ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અને કોમ્પ્યુટર કસોટીના આધારે કરવામાં આવશે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Career and Jobs, Government jobs, ગાંધીનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन