Home /News /gandhinagar /Gandhinagar: પ્રો-કબડ્ડી લીગની ગુજરાત જાયન્ટ્સની ટીમમાં સિલેક્ટ થયો પ્રથમ ગુજરાતી યુવાન, પેથાપૂરમાં રહે છે ઉજ્જવલસિંહ

Gandhinagar: પ્રો-કબડ્ડી લીગની ગુજરાત જાયન્ટ્સની ટીમમાં સિલેક્ટ થયો પ્રથમ ગુજરાતી યુવાન, પેથાપૂરમાં રહે છે ઉજ્જવલસિંહ

ગુજરાત

ગુજરાત જાયન્ટ્સ ટિમ દ્વારા 10 લાખમાં ખરીદવામાં આવ્યો

ગાંધીનગરના પેથાપુરનો રહેવાસી યુવાન ઉજજવલસિંહ ગુજરાતમાંથી પ્રથમ ગુજરાત જયન્ટસ ટીમમાં સિલેક્ટ થયો છે.

  Abhishek Barad, Gandhinagar: ગુજરાતીનું નામ પડે એટલે લોકો કહે ઉદ્યોગ સાહસિક, પરંતુ હવેના ગુજરાતી યુવાનો ઉદ્યોગ ક્ષેત્રની સાથે સાથે દરેક ક્ષેત્રમાં આગળ વધ્યા છે. રમતગમત ક્ષેત્ર ક્રિકેટમાં તો અનેક ગુજરાતી યુવાનો છે. ત્યારે હવે કબડ્ડીમાં પણ ગાંધીનગરના પેથાપુરનો રહેવાસી યુવાન ઉજજવલસિંહ ગુજરાતમાંથી પ્રથમ ગુજરાત જયન્ટસ ટીમમાં સિલેક્ટ થયો છે.

  ગુજરાતનો પ્રથમ ખેલાડી તરીકે પ્રો-કબડ્ડીમાં સિલેક્ટ થયો છે

  ક્રિકેટમાં આઇપીએલને ખૂબ જોવાય છે ત્યાર પછી હવે દરેક રમતના પ્રોફેશનલ વર્ઝન શરૂ થઈ ગયાં છે, જેમાં કબડ્ડી, ખો-ખો જેવી રમત પણ રમાઈરહી છે. જોકે ક્રિકેટ બાદ કબડ્ડીનું પ્રોફેશનલ વર્ઝન પ્રો-કબડ્ડી કદાચ સૌથી વધુ લોકપ્રિય રહ્યું છે અને ટૂંક સમયમાં જ તેની નવમી સીઝન રમાવા જઇ રહી છે. જોકે આ રમતોમાં ગુજરાતી ઓછા હોય છે પરંતુ હવે આ મ્હેણું ગાંધીનગરના જ યુવા ખેલાડીએ ભાંગ્યું છે, અને ગુજરાતનો પ્રથમ ખેલાડી તરીકે પ્રો-કબડ્ડીમાં સિલેક્ટ થયો છે.

  છેલ્લાં પાંચ-છ વર્ષથી કબડ્ડીમાં તાલીમ મેળવી રહ્યો છે ઉજ્જવલસિંહ

  ઉજ્જવલસિંહ બાળપણથી ક્રિકેટ અને કબડ્ડીની (Kabddi) રમતમાં લગાવ ધરાવવા સાથે છેલ્લાં પાંચ-છ વર્ષથી કબડ્ડીમાં તાલીમ મેળવી રહ્યો છે. ઉજ્જવલસિંહે તેનું પ્રાથમિક શિક્ષણ પ્રતાપસિંહજી હિન્દી વિદ્યાલય અને માધ્યમિક શિક્ષણ સરગાસણ ખાતે ઇન્ફોસિટી સ્કૂલમાંથી મેળવ્યું છે અને અત્યારે તે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગથી આર્ટ્સમાં ધો.૧૨નો અભ્યાસ કરી રહ્યો છે.

  આ પણ વાંચો: મતદાર યાદીમાં ફેરફાર અથવા નવું મતદાર કાર્ડ મેળવવા માટે અહી કરો સંપર્ક; આ રહી સંપૂર્ણ વિગત

  રાજ્ય કક્ષા સુધી રમીને 2 ગોલ્ડ અને 2 સિલ્વર સાથે કુલ 6 મેડલ્સ મેળવ્યા છે

  ગાંધીનગરની ટીમવતી રાજ્ય કક્ષા સુધી રમીને 2 ગોલ્ડ અને 2 સિલ્વર સાથે કુલ 6 મેડલ્સ મેળવ્યા છે.ઉજ્જવલસિંહ એકવાર પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ પણ જીતી ચુક્યો છે.ઉજ્જવલસિંહ ગાંધીનગરના સે.૧૫માંસ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનાવરિષ્ઠ કબડ્ડી કોચ જયવીર શર્મા પાસે તાલીમ મેળવી રહ્યો છે અને આ ઉપરાંત તે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતવતી ગાંધીનગરની ટીમમાંથી રમતો હોવાથી એસએજીના કોચ કિરણ પટેલ પાસેથીૂ પણ કોચિંગ મેળવી રહ્યો છે.

  વરિષ્ઠ કબડ્ડી કોચ જયવીર શર્માની હાજરીમાં કરવામાં આવી હતી

  તારીખ 5 અને 6 ઓગસ્ટ દરમ્યાન મુંબઇ ખાતે યોજાયેલાઓક્શનમાં ગાંધીનગરના માત્ર 20 વર્ષના ઉજ્જવલસિંહને ગુજરાત જાયન્ટ (Gujrat Giants)ટીમ દ્વારા રૂ.10 લાખમાં ખરીદવામાં આવ્યો છે. તેમની પસંદગી ગુજરાત જાયન્ટ્સ ટીમના કોચ રામ મેહર દ્વારા વરિષ્ઠ કબડ્ડી કોચ જયવીર શર્માની હાજરીમાં કરવામાં આવી હતી.ઉજ્જવલસિંહ સાથે વાત કરતા જણાવ્યું હતું કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતમાં ખેલ મહાકુંભ શરૂ કરાવીને ગુજરાતના ખેલાડીઓ આગળ આવે તેવું સ્વપ્નસેવ્યુ હતું,

  ખાસ કરીને યુવાનો ઇન્ડોર અને આઉટડોર રમતમાં ભાગ લે અને રમત ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવે

  મને આનંદ છે કે હું તેમનું સ્વપ્ન સાર્થક કરવામાં એક નાનકડો મારા તરફથી ફાડો આપી શકિશ.ખાસ કરીને યુવાનો ઇન્ડોર અને આઉટડોર રમતમાં ભાગ લે અને રમત ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવે. પ્રો-કબડ્ડીમાં ગુજરાત જાયન્ટ્સ બે વાર ફાઇનલમાં આવી હતી પણ ટાઇટલ જીતી શકી નથી તેથી તેનું લક્ષ્ય પોતાનું સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ આપીને ટીમને ચેમ્પિયન બનાવવાની ઈચ્છા છે.

  આ પણ વાંચો: વેસ્ટ માંથી બેસ્ટ આર્ટ તૈયાર કરશે આ વિદ્યાર્થીઓ; તમામ વસ્તુંઓ શહેરની શોભા વધારશે

  પ્રો-કબડ્ડી લીગમાં ગુજરાતમાંથી સૌપ્રથમ પસંદગી પામનાર ગાંધીનગરનો એક માત્ર યુવા ખેલાડી ઉજ્જવલ સિંહ પેથાપુરનો રહેવાસી છે અને તેના પિતા નન્હેકુમાર સિંહ વી.વી.આઈ.પીસુરક્ષાના કમાન્ડો છે, તેની માતા રીટા સિંહ ગૃહિણી છે અને તેની મોટી બે બહેનો પૈકી સૌથી મોટી બહેન ડો.નિધિ સિંહ ડેન્ટિસ્ટ છે અને તે માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહી છે. બીજી નાનીબહેન નાન્યા પછી ઉજ્જવલસિંહ ઘરમાં સૌથી નાનો છે. નાનપણથી ખેલ પ્રત્યે રસ ધરાવતા ઉજ્જવલસિંહને પરિવારનો ખૂબ સહકાર મળ્યો છે.ઉજ્જવલસિંહ પોતાની ટીમમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે અને ટીમને વિજય રથ પર સવાર કરે તેવી ન્યૂઝ18 લોકલની ટીમ શુભેચ્છા પાઠવે છે.
  First published:

  Tags: Gujarat Player, India Sports, Pro kabaddi league, ગાંધીનગર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन