Home /News /gandhinagar /ઉત્તરાયણમાં પતંગનો વેપાર કરવા માટે લેવી પડશે હંગામી મંજુરી, જાણી લો તમામ વિગત
ઉત્તરાયણમાં પતંગનો વેપાર કરવા માટે લેવી પડશે હંગામી મંજુરી, જાણી લો તમામ વિગત
પતંગનો વેપાર
Gandhinagar Kite Trade: પતંગ વિતરણનો ધંધો કરવા માટે સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગાધીનગરના સેકટર- ૨૨, સેકટર-૧૧ અને સેકટર- ૬ માટે ખુલ્લા પ્લોટ નક્કી કરાયા છે. જયાં ધંધો કરવા વેપારીઓએ હંગામી મંજૂરી લેવાની રહેશે.
ગાંધીનગર: પતંગ વિતરણનો ધંધો કરવા માટે સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગાધીનગરના સેકટર- ૨૨, સેકટર-૧૧ અને સેકટર- ૬ માટે ખુલ્લા પ્લોટ નક્કી કરાયા છે. જયાં ધંધો કરવા વેપારીઓએ હંગામી મંજૂરી લેવાની રહેશે. 2023માં ઉત્તરાયણના તહેવારોને અનુલક્ષીને ગાંઘીનગર શહેરી વિસ્તારમાં પતંગ વિતરણની કાર્યવાહી કરવા હંગામી મંજુરી મેળવવા માટેનું ફોર્મ કામકાજના ચાલુ દિવસોએ રજીસ્ટ્રરી શાખા, કલેકટર કચેરી, ગાંઘીનગરમાં કચેરી સમય દરમ્યાન રજૂ કરવાનુ રહેશે.
પતંગના વેપાર માટે લેવી પડશે હંગામી મંજૂરી
આ ફોર્મ જરૂરી વિગતો સાથે ભરીને પાંચમી જાન્યુઆરીના સાંજે પાંચ કલાક સુઘીમાં જમા કરાવવાનું રેહશે. કોઇપણ સંજોગોમાં અધુરી વિગતવાળી અરજી વિચારણામાં લેવામાં આવશે નહિ. ગાંઘીનગર શહેરી વિસ્તારમાં પતંગ વિતરણની કાર્યવાહી કરવા હંગામી પરવાની અરજી ઉપર રૂા. ૩ની કાર્ટ ફ્રી સ્ટેમ્પ લગાડવાની રહેશે. જરૂરી ફી જનસેવા કેન્દ્રમાંથી મંજુર કરાવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અથવા બેંક ઓફ બરોડામાં ચલણથી જમા કરાવીને એક નકલ અરજી ફોર્મ સાથે બીડવાની રહેશે. જેથી જે તે સેકટર પુરતી જ પ્લોટ મેળવવા માટે પસંદગી પ્રમાણે અરજી કરવાની રહેશે.
અરજીમાં પસંદગીના સેકટરની વિગત અવશ્ય લખવાની રહેશે. જે પ્લોટ ફળવાશે તેમાં જ ઘંઘો કરવાનો રહેશે. જેથી પ્લોટનું ભરેલ ભાડું રીફંડ મળશે નહિ. પ્લોટ ઉપર સ્ટોલની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, ફાયર સેફટી સાઘનોની વ્યવસ્થા અરજદારે જાતે કરવાની રહેશે. મંજૂરીની શરતો પ્રમાણે આગ-અકસ્માત માટેની સાવચેતી પગલા માંગણીદારે લેવાના રહેશે. આમ છતાં કોઇ દુર્ઘટના બનશે તો તેની જવાબદારી અરજદારની રહેશે. જરૂર જણાયે મંજુરી માટેની અરજી કરનારે વિમો પણ લેવાનો રહેશે.
આ સાથે જ અરજદારે ઘંઘો જાતે જ કરવાનો રહેશે અન્ય વ્યક્તિને ઘંઘો કરવા અઘિકૃત કરી શકાશે નહિં કે અન્યને વાપરવા પણ આપી શકશે નહિ. અરજદાર એ કોઇ ગુન્હામાં સંડોવાયેલા નથી તેવું પ્રમાણપત્ર તેના રહેણાંકના નજીકના પોલીસ સ્ટેશનમાંથી મેળવી અરજીપત્રક સાથે રજૂ કરવાનું રહેશે. સંબંઘિત ફાયર ઓફિસરનો અભિપ્રાય પણ અરજીપત્રક સાથે રજુ કરવાનો રહેશે. નાવેલ કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાતું હોઇ દરેક હંગામી પતંગ વિતરણ લાયન્સ ઘારકોએ માસ્ક પહેરુવું ફરજિયાત છે. આ સાથે સાથે કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ નિયમોનું ચૂસ્તુ પાલન કરવાનું રહેશે.