Home /News /gandhinagar /ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન માપણીના મામલે ખેડૂતોએ આપી આંદોલનની ચીમકી, જાણો સમગ્ર મામલો 

ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન માપણીના મામલે ખેડૂતોએ આપી આંદોલનની ચીમકી, જાણો સમગ્ર મામલો 

આંદોલનની ચીમકી

Bharatmala Project Gandhinagar: ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન માપણીને લઈ ખેડૂતોનો સહકાર મળી રહે તે માટે યોજાયેલ ઓનલાઇન બેઠકમાં ખેડૂતોએ એક સૂરમાં વિરોધ કરી આક્રમક રજુઆતો કરી છે તેમજ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. ગાંધીનગર જિલ્લામાંથી આ પ્રોજેક્ટ પસાર થઈ રહ્યો છે. ત્યારે ખેડૂતોએ નેશનલ હાઈવે ઓથોરીટીના સર્વેને જ પડકાર્યો છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગુજરાત: ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન માપણીને લઈ ખેડૂતોનો સહકાર મળી રહે તે માટે યોજાયેલ ઓનલાઇન બેઠકમાં ખેડૂતોએ એક સૂરમાં વિરોધ કરી આક્રમક રજુઆતો કરી છે તેમજ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. ગાંધીનગર જિલ્લામાંથી આ પ્રોજેક્ટ પસાર થઈ રહ્યો છે. ત્યારે ખેડૂતોએ નેશનલ હાઈવે ઓથોરીટીના સર્વેને જ પડકાર્યો છે. તેમજ આ રૂટ માટે ઓપ્શન-એક સ્વીકારવા માટેના શું કારણો છે તેની સ્પષ્ટતા માંગી છે. જિલ્લાની પ્રાઈમ એગ્રીકલ્ચર જમીન સંપાદન કરવા કરતાં અન્ય વિસ્તારની પસંદગી કરવી જોઈએ તેવી આક્રમક રજુઆત ખેડૂતોએ કરી છે.

આક્રમક રજુઆત ખેડૂતોએ આક્ષેપો કર્યો


ઉલ્લેખનીય છે કે, તેમણે જોઈન્ટ મેજરમેન્ટ સર્વેમાં ખેડૂતો સહકાર નહિ આપે તેવી સ્પષ્ટ વાત રજુ કરી છે. આ મુદ્દે ન્યુઝ 18 ગુજરાતીએ ભારતમાલા પ્રોજેક્ટના વિરોધ માટે રચાયેલ સમિતિના આગેવાનો સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, ત્રણેય સીઝનમાં પાક લેવાય છે. તેમજ ભૂગર્ભજળની સ્થિતિ સારી નહિ હોવાનો સર્વેમાં જે ઉલ્લેખ કરાયો છે, તે વાત સાચી નથી. સમિતિના સભ્ય ખેડૂતોએ જમીનના ભાવ બાબતે તેમજ જમીનની ઉત્પાદકતા વિશે ફિઝીબીલીટી રિપોર્ટને ખોટી લેખાવી હતી.

આ પણ વાંચો: ધોરણ 10 અને 12ની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ, ગાંધીનગર જિલ્લામાંથી 50 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

જમીન ઉપર ખૂંટા મારી દેતાં ખેડૂતોએ હંગામો કર્યો


ઉલ્લખનીય છે કે, અગાઉ કલોલમાં પણ આ મામલે બબાલ થઈ હતી અને નેશનલ હાઈ-વે ઓથોરિટીએ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના જમીન ઉપર ખૂંટા મારી દેતાં ખેડૂતોએ હંગામો કર્યો હતો. ભારત માલા પ્રોજેક્ટ સામે ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી લડત ચલાવી રહ્યા છે. અગાઉ પણ આ મુદ્દે બેઠકો મળી ચૂકી છે. જેમાં મામલતદાર, સર્કલ ઓફિસર, નેશનલ હાઈ-વે ઓથોરિટીના અધિકારીઓ તેમજ જિલ્લાના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: મને તમારાથી પ્રેમ કેમ છે, પ્રેમનો મૂળ કારણ શું છે? જાણો જયા કિશોરી પાસેથી

વિગતો ખોટી મામલે ખેડૂતોનો આક્ષેપ


અસરગ્રસ્ત ખેડૂતોની સમન્વય સમિતિના સભ્યોને પણ હાજર રાખવામાં આવ્યા હતા. જેમાં પ્રાંત અધિકારી દ્વારા સર્વેમાં અડચણ ન કરવા તેમજ કાયદો હાથમાં ન લેવા બાબતે સરપંચોને પોતાના ગામના ખેડૂતોને સમજાવવા માટે જણાવ્યું હતું. પરંતુ, હજુ સુધી એનો કોઇ નિવેડો આવ્યો નથી. પરિસ્થિતિ ઠેરની ઠેર છે. સર્વે અને ફિઝીબીલીટી રિપોર્ટમાં વિગતો ખોટી રજુ કરાઈ હોવાનો ખેડૂતોએ આક્ષેપો કર્યો હતો.
Published by:Vimal Prajapati
First published:

Tags: Farmers News, Gandhinagar News, Gujarat farmer