Home /News /gandhinagar /Exclusive: મયૂર તડવી કેસના પડઘા પડ્યા, ટ્રેનિંગ લઈ રહેલા તમામના બાયોમેટ્રિક ટેસ્ટનો નિર્ણય

Exclusive: મયૂર તડવી કેસના પડઘા પડ્યા, ટ્રેનિંગ લઈ રહેલા તમામના બાયોમેટ્રિક ટેસ્ટનો નિર્ણય

મયૂર તડવી પકડાયા બાદ સરકાર એક્શનમાં

Fake PSI Mayur Tadvi Case: નકલી પીએસઆઈ મયૂર તડવી પકડાયા બાદ હવે આ રીતે વધુ કોઈ ઉમેદવાર છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. આરોપીએ ખોટી રીતે ટ્રેનિંગ સેન્ટરમાં એન્ટ્રી કરી હતી તેને જોતા હવે આ મામલે વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે.

ગાંધીનગરઃ નકલી પીએસઆઈ મયૂર તડવી કાંડ બાદ હવે આ રીતે અન્ય કોઈ ઉમેદવારોનીસંડોવણી છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. આ મામલે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લેતા ઝડપાયેલા નકલી પોલીસ ઈન્સ્પેક્ટર મયૂર તડવીને ગુરુવારે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેના આઠ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ નકલી પીએસઆઇ કાંડમાં અન્ય લોકોની સંડોવણી છે કે નહીં તેની પૂછપરછ અને તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ તાલીમ લઈ રહેલા તમામ યુવાનોની બાયોમેટ્રિક તપાસ કરવાના આદેશ રાજ્ય પોલીસ વડા દ્વારા આપવામાં આવ્યા છે.

સરકાર એક્શન મોડમાં, તપાસ કરાશે


આ સિવાય અન્ય લોકોએ પણ ખોટી રીતે વટહુકમ મેળવ્યો હોવાનું સરકાર આક્ષેપ કરવામાં આવ્યો છે જેના પગલે ગઈકાલે તમામ તાલીમાર્થીઓના બાયોમેટ્રિક તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. 2021ની પીએસઆઇની બેચમાં તમામ તાલીમી પોલીસ ઈન્સ્પેક્ટરોનુ બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર મયૂર તડવી નામ સિવાય અન્ય ઉમેદવારો પણ બોગસ રીતે તાલીમ મેળવી રહ્યા હોવાના આક્ષેપ કરાયા છે, જેના જવાબમાં આ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. જોકે બાકીના ટ્રેનિંગ લઈ રહેલા ઉમેદવારો બોગસ હોવાની શક્યતા નહિવત છે, આમ છતાં તમામ તાલીમાર્થીઓના આધાર ફિંગર પ્રિન્ટ અને અન્ય દસ્તાવેજો સહિત તેમના શરીર પર રહેલી નિશાનીઓની ચકાસણી કરવામાં આવી રહી છે.


આ સિવાય પોલીસ ભરતીમાં અન્ય કેડરના કર્મચારીઓની પણ વેરિફિકેશન કરવાની વિચારણા ચાલી રહી છે. મૂળભૂત રીતે એક જ નામ ધરાવતા એકથી વધુ ઉમેદવારો હોવાને પગલે આ પ્રકારે વેરિફિકેશન કરવું જરૂરી હોવાનું સરકારને લાગ્યું છે. આ હેતુથી આ પ્રકારે વેરિફિકેશન સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક રીતે કરવામાં આવશે. આ સાથે મયૂર તડવીની માફક અન્ય કોઇ વ્યક્તિ તો ખોટી કળા નથી કરી ગયોને? એ શોધવાનો પણ હેતુ છે.
Published by:Tejas Jingar
First published:

Tags: Gandhinagar News, Gujarat police, Karai

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો