Home /News /gandhinagar /ગુજરાત સરકારે માજી સૈનિકોની અમુક માંગ સ્વીકારી, શહીદ જવાનની પત્નીને મળશે 1 કરોડ રૂપિયાની સહાય

ગુજરાત સરકારે માજી સૈનિકોની અમુક માંગ સ્વીકારી, શહીદ જવાનની પત્નીને મળશે 1 કરોડ રૂપિયાની સહાય

ગાંધીનગરમાં માજી સૈનિકોની રેલી

Gujarat ex-servicemen rally: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રીના જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

  ગાંધીનગર: માજી સૈનિકો 14 જેટલી માંગણી સાથે આજે ગાંધીનગર પહોંચ્યા છે. તેમના કહેવા પ્રમાણે સરકારમાં અનેક વખત રજુઆત કર્યા બાદ પણ નિરાકરણ નહીં આવતા તેઓ ગાંધીનગર આવવા મજબૂર થયા છે. અગાઉ માજી સૈનિકોએ અમદાવાદથી રેલી કાઢી સચિવાલય ખાતે દેખાવો કર્યા હતા. જોકે, સરકારે હૈયાધારણા આપતા માજી સૈનિકોએ આંદોલન સમેટી લીધું હતું. જોકે, સરકારે કોઈ નિર્ણય ન લેતા તેઓ આજે ફરી ગાંધીનગર પહોંચ્યા છે. બીજી તરફ માજી સૈનિકોના આંદોલન બાદ સરકારે તેમની અમુક માંગણીઓ સ્વીકાર લીધી છે. બીજી તરફ માજી સૈનિકોનું કહેવું છે કે તેમની તમામ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે.

  સરકારે વિવિધ માંગણી સ્વીકારી


  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા મુખ્યમંત્રીના જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણયની વિગતો આપતા વધુમાં જણાવ્યું છે કે, શહીદ થનારા જવાનોના કુટુંબિજનોને આ રાહત અને ગેલેન્ટરી એવોર્ડમાં વધારા સિવાય બાકીની અન્ય માંગણી અંગે એક ઉચ્ચ કક્ષાની સચિવઓની કમિટિ વિચારણા કરશે અને તેનો અહેવાલ રાજય સરકારને આપશે તેવા આદેશો કરવામાં આવ્યા છે.

  સરકારે કરેલી જાહેરાત:


  ક્રમહાલની સ્થિતિસૂચિત સહાય  નીતિ
  1શહીદ જવાનના પત્નીને:કુટુંબને :રૂ.૧,૦૦,૦૦૦/-(રૂ.એક લાખ પુરા)૧,૦૦૦ રૂ.એક લાખ પુરા)  (પત્ની જીવીત રહે ત્યાં સુધી કે પુન:લગ્ન કરે તે  બેમાંથી જે બેમાંથી જે વહેલુ હોય ત્યાં સુધી)શહીદ જવાનના પત્નીને / કુટુંબને :રૂ.૧,૦૦,૦૦,૦૦૦/-(રૂ.એક કરોડ પુરા).રૂ.૫,૦૦૦/-(રૂ.પાંચ હજાર પુરા)  (પત્ની જીવીત રહે ત્યાં સુધી કે પુન:લગ્ન કરે તે  બેમાંથી જે બેમાંથી જે વહેલુ હોય ત્યાં સુધી)
  2શહીદ જવાનના બાળકોને:માસિક રૂ.૫૦૦/- પ્રતિ બાળક, વધુમાં વધુ બે બાળક(તેઓ ૨૫ વર્ષની ઉમરે પહોંચે / શૈક્ષણિક અભ્યાસ પૂર્ણ કરે તે  બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી)શહીદ જવાનના બાળકોને:માસિક રૂ.૫૦૦૦/- પ્રતિ બાળક, વધુમાં વધુ બે બાળક(તેઓ ૨૫ વર્ષની ઉમરે પહોંચે / શૈક્ષણિક અભ્યાસ પૂર્ણ કરે તે  બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી)
  3શહીદ જવાનના માતા-પિતાને:માતા તથા પિતા દરેકને માસિક રૂ.૫૦૦/-(તેઓ જીવિત રહે ત્યાં સુધી)શહીદ જવાનના માતા-પિતાને:માતા તથા પિતા દરેકને માસિક રૂ.૫૦૦૦/-(તેઓ જીવિત રહે ત્યાં સુધી)
  4અપંગ જવાનના કિસ્સામાં:૫૦% કે તેથી વધુ અપંગતા હોય તેવા કિસ્સામાં કિસ્સામાં રૂ.૫૦,૦૦૦/- તથા રૂ.૧,૦૦૦/- માસિક આર્થિક સહાય (જીવીત રહે ત્યાં સુધી)અપંગ જવાનના કિસ્સામાં:૫૦% કે તેથી વધુ અપંગતા હોય તેવા કિસ્સામાં કિસ્સામાં રૂ.૨,૫૦,૦૦૦/- તથા રૂ.૫૦૦૦/- માસિક આર્થિક સહાય  (જીવીત રહે ત્યાં સુધી)
  5અપરિણીત જવાનના કિસ્સામાં:માતાને રૂ.૫૦,૦૦૦/માતા તથા પિતા દરેકને માસિક રૂ.૫૦૦/ (જીવીત રહે ત્યાં સુધી)અપરિણીત જવાનના કિસ્સામાં:માતા-પિતાને રૂ.૫,૦૦,૦૦૦/માતા તથા પિતા દરેકને માસિક રૂ.૫,૦૦૦/ (જીવિત રહે ત્યાં સુધી)  આ ઉપરાંત સરકારે આર્મીમાં ફરજ બજાવતા ગુજરાતના ગેલેન્ટરી કે સર્વિક મેડલ ધારક જવાનોને સરકાર બજેટમાંથી જે રકમની ફાળવણી કરે છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે.  આ મામલે સરકારે જણાવ્યું છે કે, પ્રસંગોપાત હાલ માજી સૈનિકોને રાજ્ય સરકારની નોકરીઓમાં જે અનામત આપવામાં આવે છે તે મુજબ વર્ગ-૧ અને ૨ માટે ૧ ટકા, વર્ગ-૩ માટે ૧૦ ટકા અને વર્ગ-૪ માટે ૨૦ ટકા અપાય છે. જમીનની માંગણીને સંબંધ છે ત્યાં સુધી માજી સૈનિકોને તેમના કુટુંબનો જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે 16 એકર જમીન સાંથણીથી આપવામાં આવે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Rally, આર્મી, ગાંધીનગર, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन