Home /News /gandhinagar /EECO Car Silencer Theft: ગાંધીનગરમાં ઈકો ગાડીનું નવું સાઈલેન્સર ચોરીને જૂનું ફીટ કરી ગયા, માલિકને પોલીસ ગોળ-ગોળ ફેરવ્યા

EECO Car Silencer Theft: ગાંધીનગરમાં ઈકો ગાડીનું નવું સાઈલેન્સર ચોરીને જૂનું ફીટ કરી ગયા, માલિકને પોલીસ ગોળ-ગોળ ફેરવ્યા

સાઈલેન્સરની ચોરી થઈ તે કાર અને તેના માલિક

Gandhinagar, EECO Car Silencer: રાજ્યના પાટનગર અને સ્માર્ટ સિટી ગાંધીનગરમાં પણ ઈકો કારના સાઈલેન્સરની ચોરીની ઘટના બની છે. નવી નક્કોર કારમાંથી ગેંગ દ્વારા સાઈલેન્સરની ચોરી કર્યા બાદ તેમાં જૂનું સાઈલેન્સર ફીટ કરી દેવામાં આવ્યું છે. વાહનના માલિકને પોતાની સાથે બનેલી ઘટના અંગે ઝટકો લાગ્યા બાદ પોલીસ અલગ-અલગ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈને કડવો અનુભવ થયો છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ઈકો ગાડીના સાઈલેન્સરની ચોરીનો બનાવ બન્યો છે. પરંતુ આ વખતે બનેલી ઘટનામાં ચોરી કરનારી ગેંગે નવી નક્કો ઈકોના સાઈલેન્સરની ચોરી કર્યા બાદ તેમાં જૂનું સાઈલેન્સર ફીટ કરી દીધું છે. ગાંધીનગરમાં સેક્ટર-4માં રહેતા વિજય પનાગર (39) નામના યુવકને કડવો અનુભવ થયો છે. ડિસેમ્બર 2022માં નવી કાર ખરીદી હતી અને જાન્યુઆરી પૂર્ણ થાય તે પહેલા જ કારમાંથી સાઈલેન્સરની ચોરી થયા પછી પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ પોલીસે તેમની સાથે સુફિયાણી વાતો કરી પરંતુ ફરિયાદ લેવાનું ટાળ્યું હતું.

આ પણ વાંચોઃ વડોદરાઃ સીએમ ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક? કાર્યક્રમના સ્ટેજ નજીક ડ્રોન ઉડાવ્યું

19 જાન્યુઆરીએ પોતાની કારમાં વિજય બેઠો ત્યારે તેને ડ્રાઈવિંગ સીટ પર લગાવેલા વિવિધ ઈન્ડિકેટર્સમાંથી એક જગ્યા પર કેસરી લાઈટ ઈન્ડિકેટ થયેલી દેખાઈ, નવી કારમાં કંઈક ખામી થઈ હોવાનું માનીને કારના માલિક વિજય કુડસણમાં આવેલા સર્વિસ સ્ટેશન પર પહોંચ્યા હતા. અહીં તેમને માલુમ પડ્યું કે આ ઈન્ડિકેશનનું કારણ એ છે કે તેમની કારમાંથી કોઈએ નવા સાઈલેન્સરની ચોરી કરી લીધી છે અને તેના બદલામાં જૂનું ફીટ કરી દેવામાં આવ્યું છે.

વાહન માલિક ફરિયાદ કરવા ગયા તો પોલીસે ગોળ-ગોળ ફેરવ્યા!


નવી નક્કોર કારમાંથી સાઈલેન્સની ચોરી થયાનું જાણીને આ મામલે પોલીસ પાસે મદદ લેવા માટે વિજય પનાગર સેક્ટર-7ની પોલીસને ફરિયાદ આપવા પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા તો તેમને પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે તમને કુડાસણ પહોંચ્યા પછી સાઈલેન્સર ચોરી થયાની જાણ થઈ જેથી તમારે આ અંગે ઈન્ફોસિટી પોલીસને જાણ કરવી જોઈએ. વિજયે ઈન્ફોસિટી પોલીસમાં જઈને વાત કરી તો અહીં પણ પોલીસે આ ઘટના પોતાની હદમાં ના આવતી હોવાનું કહીને આ અંગે સેક્ટર-7 પોલીસને ફરિયાદ કરવાની સલાહ આપી હતી.

આમ બે પોલીસ સ્ટેશનમાંથી કોઈએ વિજયની ફરિયાદ ના લીધી નહીં. એક તરફ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે પરંતુ જ્યારે લોકો પોલીસ સ્ટેશનના દાદરા ચઢે ત્યારે તેમને કડવો અનુભવ થઈ રહ્યો છે. મહત્વનું છે કે, ફરિયાદ માટે આમથી તેમ ફરતા વિજયને પોલીસે ઓનલાઈન ફરિયાદ કરવાની સલાહ આપી હતી.

સાઈલેન્સર ચોરી પાછળ ગેંગને કોઈ મદદ કરી રહ્યું છે?


વિજયની કારને હજુ તો 2 મહિનાનો સમય થયો નહોતો ત્યાં સાઈલેન્સરની ચોરી થઈ તેના કારણે ઘણાં સવાલો ઉઠી રહ્યા છે. શું કોઈ જાણભેદુ નવી કારની ખરીદી કરી છે કે પછી કોઈના ઘરે નવી કારનું આગમન થયું હોય તેની વિગતો સાઈલેન્સરની ચોરી કરતી ગેંગ સુધી પહોંચાડી રહી છે?
First published:

Tags: Gandhinagar News, Gandhinagar Police, Gujarat police, Gujarati news, ગાંધીનગર

विज्ञापन