ગાંધીનગર : આજે સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મતદાન થશે. 21મી જુલાઈએ સંસદ ભવનમાં મતગણતરી કરવામાં આવશે. જ્યારે 25મી જુલાઈએ નવા રાષ્ટ્રપતિ શપથ લેશે. ગઠબંધન NDA ભાજપની આગેવાની ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ છે. ગઠબંધન UPA વિપક્ષી પક્ષો ઉમેદવાર યશવંત સિન્હા છે. દેશને 15માં નવા રાષ્ટ્રપતિ મળશે. 4800 ધારાસભ્યો અને સાંસદો વોટિંગ કરશે.
બેલેટ પેપરમાં કોઈ પાર્ટીનો ચિહ્ન હોતો નથી. સાંસદોને લીલા રંગનું બેલેટ પેપર ધારાસભ્યોને ગુલાબી બેલેટ પેપર, વાયોલેટ શાહી સાથે ખાસ ડિઝાઇન કરેલી પેન દ્વારા વોટિંગ કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરાતો નથી. 1971ના સેન્સને આધારે ધારાસભ્યનાં મતનું મૂલ્ય નક્કીકરાશે. એક સાંસદનાં વોટનું મૂલ્ય 700 વોટ હોય છે. ગુજરાતનાં ધારાસભ્યનાં વોટનું મૂલ્ય 147 વોટ ( રાજ્યની વસ્તીને આધારે )ઉત્તરપ્રદેશનાં ધારાસભ્યનાં વોટનું મૂલ્ય 208 વોટ ( રાજ્યની વસ્તીને આધારે )પંજાબનાં ધારાસભ્યનાં વોટનું મૂલ્ય 118 વોટ ( રાજ્યની વસ્તીને આધારે )ઉત્તરાખંડનાં ધારાસભ્યનાં વોટનું મૂલ્ય 64 વોટ ( રાજ્યની વસ્તીને આધારે )ગોવાનાં ધારાસભ્યનાં વોટનું મૂલ્ય 20 વોટ ( રાજ્યની વસ્તીને આધારે )દેશનાં ધારાસભ્યોના કુલ મતની સંખ્યા 5,43,231 છે.
કેવી રીતે થાય છે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી?
1. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની પ્રક્રિયા
- ઇલેક્ટરોલ કૉલેજ દ્વારા થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી - લોકો દ્વારા ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યો ઇલેક્ટરોલ કૉલેજના હોય છે સભ્યો - વિધાનપરિષદ તથા લોકસભા, રાજ્યસભાના નામાંકિત સભ્યો નથી હોતા તેનો હિસ્સો - મતદાનમાં દરેક મતોનું જુદું જુદું હોય છે મૂલ્ય - લોકસભા અને રાજ્યસભાના સભ્યોનાં મતનું મૂલ્ય એક હોય છે - વિધાનસભાના સભ્યોનાં મતોનું મુલ્ય અલગ હોય છે, જે રાજ્યની વસ્તીના આધારે થાય છે નક્કી
- સમગ્ર કાર્યપાલિકાની શક્તિ રાષ્ટ્રપતિના હાથમાં હોય છે - રાષ્ટ્રપતિ પ્રત્યક્ષ રીતે કે પછી પોતાને અધીન રહેલા અધિકારીઓના માધ્યમથી એનો ઉપયોગ કરી શકે છે - રાષ્ટ્રપતિની મુખ્ય જવાબદારી વડા પ્રધાનની નિમણૂક કરવાની અને બંધારણનું રક્ષણ કરવાની - કોઈપણ બિલ એમની મંજૂરી વિના પાસ નથી થઈ શકતું - તેઓ મની બિલને બાદ કરતાં બાકીનાં બધાં બિલ અંગે પુનર્વિચાર માટે પાછું મોકલી શકે છે - મૂળ કર્તવ્ય સંઘની કાર્યકારી શક્તિઓનું નિર્વહન કરવાનું - સેનાના પ્રમુખોની નિમણૂક
3. રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ લડી શકે અને તે વ્યક્તિની યોગ્યતા અને ઉંમર કેટલાં હોવાં જોઈએ?
- ભારતના નાગરિક હોવા જોઈએ - ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ - લોકસભાના સભ્ય થવાની પાત્રતા હોવી જોઈએ - ઇલેક્ટરોલ કૉલેજના સભ્યોમાંથી 50 પ્રસ્તાવક અને 50 સમર્થન આપનારા હોવા જોઈએ
- મહાભિયોગ દ્વારા રાષ્ટ્રપતિને પદ પરથી હઠાવી શકાય છે - લોકસભા અને રાજ્યસભાના સભ્યોને 14 દિવસની નોટિસ આપવાની હોય છે - એના પર ઓછામાં ઓછા એક ચતુર્થાંશ સભ્યોની સહી થવી જરૂરી - જો બે તૃતીયાંશ સભ્ય એને માની લે તો પછી તે બીજા ગૃહમાં મોકલવામાં આવે - બીજુ ગૃહ એની તપાસ કરે ત્યાર બાદ બે તૃતીયાંશ સમર્થનથી તે પણ પાસ કરી દેવાય, તો રાષ્ટ્રપતિને પદ પરથી દૂર થયેલા માનવામાં આવે.
8. રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થયા પછી શું એમનું રાજકીય જીવન સમાપ્ત થઈ જાય છે?
- રાષ્ટ્રપતિનો કાર્યકાળ સમાપ્ત થયા પછી ફરીથી રાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણી લડી શકાય છે - તેઓ ઇચ્છે તો કોઈ પણ પ્રકારનું રાજકીય જીવન જીવી શકે છે.
9. NDAનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ વિશે
- જન્મ:- 10 જૂન 1958- સ્થળ:- બૈદાપોસી, જી. મયૂરભંજ, ઓડિશા - પોતે સંથાલ આદિવાસી છે અને તેમના પિતા બિરંચી નારાયણ ટુડૂ પંચાયતના મુખી- દ્રૌપદી મુર્મૂનાં લગ્ન શ્યામચરણ મુર્મૂ સાથે થયાં પરંતુ ઓછી ઉંમરમાં જ તેમનું નિધન થયું - તેમનાં ત્રણ સંતાનો હતાં પરંતુ તેમાં બંને દીકરાનાં મૃત્યુ થયાં - મુર્મૂનાં દીકરી ઇતિશ્રી મુર્મૂ છે, જેઓ રાંચીમાં રહે છે, તેમનાં લગ્ન ગણેશંચદ્ર હેમ્બરમ સાથે થયાં - ઝારખંડનાં પ્રથમ મહિલા અને આદિવાસી રાજ્યપાલ - તેઓ ઝારખંડમાં સૌથી વધારે 6 વર્ષ કરતાં વધુ સમય સુધી રાજ્યપાલ રહ્યાં - સેવાનિવૃત્તિ બાદ તેઓ ઓડિશાના મયૂરભંજ જિલ્લાના રાયરંગપુરમાં રહે છે - વર્ષ 1979માં ભુવનેશ્વરની રમાદેવી મહિલા કૉલેજથી BA પાસ કર્યું - પોતાની કારકિર્દીની શરૂઆત ઓડિશા સરકાર માટે ક્લાર્કની નોકરીથી કરી - તેઓ સિંચાઈ અને ઊર્જાવિભાગમાં જુનિયર સહાયક હતાં - રાયરંગપુરના શ્રી અરવિંદો ઇંટિગ્રલ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં માનદ શિક્ષક તરીકે શિક્ષણકાર્ય - રાજકીય કારકિર્દીની શરૂઆત વૉર્ડ કાઉન્સિલર તરીકે વર્ષ 1997માં કરી - રાયરંગપુર વિધાનસભા બેઠકથી ભાજપની ટિકિટ પર બે વખત વર્ષ 2000 અને 2009માં ધારાસભ્ય બન્યાં - વર્ષ 2000થી 2004 સુધી નવીન પટનાયકના મંત્રિમંડળમાં સ્વતંત્ર પ્રભારનાં રાજ્યમંત્રી રહ્યાં - 2015માં પહેલીવાર રાજ્યપાલ બનાવાયાં, ત્યારે તેઓ મયૂરભંજ જિલ્લાનાં ભાજપ અધ્યક્ષ હતાં - વર્ષ 2002થી 2009 અને વર્ષ 2013થી એપ્રિલ 2015 સુધી મોરચાનાં રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય રહ્યાં.
10. વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા વિશે
- જન્મ:- 6 ડિસેમ્બર 1937- સ્થળ:- પટના - લગ્ન નીલિમા સિંહા સાથે થયાં- બે પુત્રો અને એક પુત્રી - મોટા પુત્ર જયંત સિંહા ભાજપના સાંસદ - ભારતીય વહીવટી સેવા (IAS)ના ભૂતપૂર્વ અધિકારી - ઝારખંડની હજારીબાગ બેઠકથી ભાજપના લોકસભા સાંસદ હતા - કેન્દ્ર સરકારમાં મંત્રી રહી ચૂક્યા - સિવિલ સર્વન્ટ તરીકે પોતાની કારકિર્દી શરૂઆત - વર્ષ 1984માં વહીવટી સેવા ત્યાગીને જનતા પાર્ટીમાં સામેલ થયા - વર્ષ 1988માં રાજ્યસભા સાંસદ બન્યા અને ભાજપમાં જોડાયા - કેન્દ્ર સરકારમાં નાણામંત્રી અને બાદમાં વિદેશમંત્રી બન્યા - લાંબા સમય સુધી ભાજપમાં રહ્યા - હાલનાં વર્ષોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સતત વાગ્બાણ છોડતા રહ્યા - અંતે ભાજપથી અલગ થઈ વર્ષ 2021માં તેઓ TMCમાં સામેલ થયા
" isDesktop="true" id="1229732" >
11. સિંગલ ટ્રાન્સફરેબલ વોટિંગ એટલે શું?
એમાં જોગવાઈ એવી છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રમાણસરનું પ્રતિનિધિત્વ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ હશે. બંધારણના નિર્માણ વખતે આ એક પણ મિટિંગ વગર પાસ થઈ ગયો હતો. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે, એક કરતાં વધારે સીટો માટે જો ચૂંટણી થઈ રહી હોય તો પ્રમાણસરના પ્રતિનિધિત્વનો મુદ્દો ઊભો થાય છે, એક પદ માટે નહીં.