Home /News /gandhinagar /

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મૂ આજે એક દિવસની ગુજરાત મુલાકાતે, CM પટેલે કર્યુ સ્વાગત

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મૂ આજે એક દિવસની ગુજરાત મુલાકાતે, CM પટેલે કર્યુ સ્વાગત

રાજ્યના મુખ્યમંત્રીએ દ્રોપદી મુર્મૂનું સ્વાગત કર્યું છે.

Draupadi Murmu in Gujarat Visit : ધારાસભ્યોની બેઠક સ્વર્ણિમ સંકુલ ખાતે ગઇકાલે મળી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. જેમા તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા અને એકડો ઘૂંટવાની પ્રેકટીસ કરી હતી.

ગાંધીનગર : રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મુ (Draupadi Murmu) આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે (Gujarat Visit) આવ્યાં છે. એરપોર્ટ પર તેમનું સ્વાગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કર્યું હતુ. સમગ્ર દિવસ દરમિયાન તેઓ ભારતીય જનતા પાર્ટીના (NDA) ધારાસભ્યો સાથે બેઠક કરશે. એનડીએના ઉમેદવાર તરીકે તેમની તરફેણમાં મતદાન કરવા વિનંતી કરશે. દ્રૌપદી મુર્મુ ગુજરાતમાં વિપક્ષના આદિવાસી (Adivashi) ધારાસભ્યો પાસે પણ સમર્થનની અપીલ પણ કરશે.

વિધાનસભા સચિવાલય ખાતે આ માટે વિશેષ મતદાન મથકની વ્યવસ્થા ચોથામાળે કરવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને ધારાસભ્યોની બેઠક સ્વર્ણિમ સંકુલ ખાતે ગઇકાલે મળી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. જેમા તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા અને એકડો ઘૂંટવાની પ્રેકટીસ કરી હતી.

આજે પણ ગાંધીનગર પાસેના ખાનગી રિસોર્ટમા ધારાસભ્યોને એકડો ઘૂંટવાની પ્રેકટીસ કરાવાશે. આજે મુર્મૂના હાજરી મળનારી ધારાસભ્યોની બેઠકમાં સીએમ પણ ઉપસ્થિત રહેનાર છે. આ બેઠકને મુર્મુ સંબોધન પણ કરશે.

પિતરાઇ ભાઇએ જ 12 વર્ષની સગીરાને ધમકાવી આચર્યું દુષ્કર્મ

અત્રે નોંધવું જરૂરી છે કે, દ્રોપદી મુર્મૂ ગત તા. 15ના રોજ આવવાના હતા. આ કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ ભારે વરસાદના પરિણામે આ કાર્યક્રમ છેલ્લી ઘડીએ પડતો મૂકવામાં આવ્યો હતો અને આજનો કાર્યક્રમ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે 18મી જૂલાઈના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં તેઓ મહિલા આદિવાસી ઉમેદવાર હોવાથી દ્રૌપદી મુર્મૂ ગુજરાતમાં વિપક્ષના આદિવાસી ધારાસભ્યો પાસે પણ સમર્થનની અપીલ કરશે. તેમજ આ ચૂંટણીમાં સાંસદ કે ધારાસભ્ય મતદાન માટે સ્વતંત્ર છે, એક રીતે રાજકીય પાર્ટી વ્હિપ જાહેર કરી શકતી નથી. ગઇકાલે ગાંધીનગર ના સ્વર્ણિમ સંકુલ ખાતે મળેલી બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ધારાસભ્યો કેવી રીતે મતદાન કરશે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અત્રે નોંધવું જરૂરી છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે રાજ્યસભા સચિવાલયના જણાવ્યા મુજબ, રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કુલ 115 ઉમેદવારી પત્રો ભરાયાં હતાં. જેમાંથી 28 માન્ય રાખ્યા છે. ઉલ્લેખનીયછે કે, આગામી 18મી જુલાઈએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન થશે અને 21મીએ મતગણતરી હાથ ધરાશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Draupadi Murmu, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन