Home /News /gandhinagar /Gandhinagar: શું તમે હાથ બનાવટની ડોલ્સ જોઈ છે? આ સંસ્થાની ડોલ્સ દુનિયાભરમાં પ્રસિદ્ધ

Gandhinagar: શું તમે હાથ બનાવટની ડોલ્સ જોઈ છે? આ સંસ્થાની ડોલ્સ દુનિયાભરમાં પ્રસિદ્ધ

1

1 લાખ કરતા વધારે ડોલ્સ બનાવવા સહિત 4 વર્લ્ડ રેકોર્ડ કર્યા છે

કલાશ્રી સંસ્થા 1960થી ડોલ મેકિંગ આર્ટ માટે વિશ્વ વિખ્યાત છે. ડોલ મેકીંગ આર્ટ દ્વારા ભારતીય સાંસ્કૃતિ પહેરવેશને વિશ્વ સમક્ષ મુકવાના આશય સાથે આ સંસ્થા કાર્ય કરે છે. રાજ્યની કલા, નૃત્ય, સંસ્કૃતિ મુજબ બનાવરાવીને અલગ અલગ રાજ્યમાં એક્ઝિબિશન કરવામાં આવશે.

વધુ જુઓ ...
    Abhishek Barad, Gandhinagar: ગાંધીનગરમાં કલાશ્રી સંસ્થા તરફથી ડોલ બનાવવામાં આવે છે, જે દેશ અને વિદેશમાં પ્રખ્યાત છે. હાલમાં મહારાષ્ટ્રની એકકંપનીએ ભારતના અલગ અલગ રાજ્યોના નૃત્ય, કલા, પહેરવેશ, સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આ સંસ્થા પાસેથી ખરીદીને ભારતભરમાં એકઝીબીશના માધ્યમથી પ્રચાર પ્રસાર કરશે.

    કલાશ્રી સંસ્થા 1960થી ડોલ મેકિંગ આર્ટ માટે વિશ્વ વિખ્યાત છે. 18થી વધુ ડોલ મેકિંગ પેટર્ન દ્વારા ભારતીય પહેરવેશ નૃત્ય અને દેવી દેવતાની પ્રતિકૃતિને 20થી વધુ દેશોમાં પ્રસાર કરી ચુક્યા છે. કાપડ, રૂ અને એપોક્સી મીડિયમના ઉપયોગ કરી સંપૂર્ણ હાથ બનાવટના આર્ટિફેક્ટ 20થી વધુ નિષ્ણાત બહેનો દ્વારા બનાવવામાં આવે છે. આ સંસ્થા ઇસ્કોન ફાઉન્ડેશન ઇન્ડિયા સાથે કાર્યરત છે, વિશ્વ માં સહુથી વધારે હાથ બનાવટની ડોલ્સ બનાવવાના ચારથી વધુ વિશ્વ વિક્રમ ગ્રીનીસ બુક ઓફ રેકોર્ડ, વર્લ્ડ બુક ઓફ રેકોડ (uk) UNO/UNISCO કલ્ચરલ એવોર્ડ પણ મળેલા છે.

    ડોલ મેકીંગ આર્ટ દ્વારા ભારતીય સાંસ્કૃતિ પહેરવેશને વિશ્વ સમક્ષ મુકવાના આશય સાથે આ સંસ્થા કાર્ય કરે છે. હાલમાં મહારાષ્ટ્રની એક કંપની કે જે ભારતના યુનિક આઈડિયા કલાને પ્રોત્સાહન આપીને એક્ઝિબિશન કરે છે.



    તેઓને આ સંસ્થાનું કાર્ય ધ્યાનમાં આવતા મહારાષ્ટ્ર થી ગાંધીનગર આવીને આ સંસ્થાની મુલાકાત લીધી હતી અને ટૂંક જ સમયમાં આ ડોલ્સને દરેક રાજ્યની કલા, નૃત્ય, સંસ્કૃતિ મુજબ બનાવરાવીને અલગ અલગ રાજ્યમાં એક્ઝિબિશન કરવામાં આવશે. ખાસ કરીને તેઓ મહારાષ્ટ્રના 12 તહેવારોની થીમ મુજબ ડોલ્સ બનાવવાનો ઓર્ડર આપશે તેવું કંપનીના માલિકે જણાવ્યું હતું.



    1960ના દાયકાથી આ ડોલ બનાવવાનું ચાલુ કર્યું હતું. રાષ્ટ્રીય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ભગવાન અને દેવીઓ પ્રત્યેની ભક્તિથી પ્રેરિત રંજનબેન ભટ્ટને 1960 ના દાયકામાં તેમની પ્રથમ કલાકૃતિ વિકસાવવામાં મદદ કરી જે હજુ પણ અહીં કેન્દ્રમાં સચવાયેલી છે.



    કલાશ્રી ડોલ્સ એ 1960 ના દાયકામાં રંજનબેન ભટ્ટ દ્વારા શરૂ કરાયેલ સમર્પિત ટીમ અને ભાવનાઓનું એક નાનું નેટવર્ક હતું અને 1985 થી ઢીંગલી બનાવવાના ક્ષેત્રમાં કામ કરતા તેમના પુત્ર હરિન ભટ્ટ દ્વારા આગળ ધપાવ્યું હતું. રેકોર્ડ મુજબ, કલાશ્રી ફાઉન્ડેશને ભારત અને વિદેશમાં વિવિધ પ્રાઇમ લોકેશન્સ પર પ્રસ્તુત ઢીંગલીના રૂપમાં 1 લાખથી વધુ કલાકૃતિઓ બનાવી છે.



    ઢીંગલી બનાવવી એ માત્ર એક યાંત્રિક પ્રક્રિયા નથી. કલાશ્રી ફાઉન્ડેશનમાં બહુવિધ સંશોધનો દ્વારા સાબિત 14 પગલાંની પ્રક્રિયા વિકસાવી છે અને છેલ્લા 60 વર્ષોમાં વિકસાવી છે. ઢીંગલી બનાવવાની પ્રક્રિયામાં ડ્રોઇંગ, સ્ટીચિંગ, એસેમ્બલિંગ, મોલ્ડિંગ, ક્રાફ્ટિંગ, કલરિંગ અને વિઝ્યુલાઇઝેશનનો સમાવેશ થાય છે.



    આથી આ પ્રક્રિયામાં બહુવિધ પાંખો સામેલ છે જેમાં કૌશલ્ય વિકાસ, રોજગાર, હાથવગા હસ્તકલા અને ઘણું બધું સામેલ છે. ઉત્પાદનમાં રંગો, આકારો, શેડ્સ અને પરંપરાઓનું જ્ઞાન પણ સામેલ છે. તેઓ 3 ઇંચ થી બનાવીને ગ્રાહકની જરૂરિયાત મુજબ બનાવી આપે છે. 15 થીમ, 25 આર્ટના પ્રકાર, 300 મોડલ, 30 કરતા વધારે દેશ, 55 વર્ષની મહેનતે 100,000 કરતા વધારે હેન્ડ મેડ ડોલ્સ બનાવી છે. આ સંસ્થામાં 8000 મહિલાઓ TCWCG (Tailoring, Cutting of Women & Children's Garments) શીખી ચુકી છે.



    વધુ માહિતી માટે હરીન ભટ્ટ (કાર્ટૂનિસ્ટ / ડોલ્સ મેકર)પ્લોટ નં- 1273/1, સેકટર 5-A, ગાંધીનગર મો. 93761 62515 પર સંપર્ક કરી શકો છો.
    Published by:Santosh Kanojiya
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन