Home /News /gandhinagar /રાત્રે સૂતા પહેલા આ બધા કામમાંથી કરો માત્ર એક કામ, ચમકી જશે ભાગ્ય
રાત્રે સૂતા પહેલા આ બધા કામમાંથી કરો માત્ર એક કામ, ચમકી જશે ભાગ્ય
પથારી પર સૂવાથી માનસિક રીતે પ્રભાવ પડે
જો તમારી ઊંઘ પૂરી થતી નથી તો તમારો સ્વભાવ (Nature) પણ ચીડિયો થઇ જાય છે. તમારી આ નાની-નાની વસ્તુઓ તમારા ભાગ્ય પર પણ અસર કરે છે. જો તમારું નસીબ તમને સાથ આપતું નથી તો જ્યોતિષ અનુસાર તમારે અનેક વસ્તુઓ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.
અમદાવાદ: સૂવું દરેક વ્યક્તિના જીવનનો (Life) મહત્વનો ભાગ છે. જો વ્યક્તિને સારી ઊંઘ (Sleep) ના આવે તો સ્વાસ્થ્યને અનેક ઘણી તકલીફો થાય છે. જો પૂરતી ઊંઘ ના મળે તો એક સમય પછી શરીર બીમારીઓથી (Illness) ભરાઇ જાય છે. આ માટે વ્યક્તિએ દિવસમાં પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે.
જો તમારી ઊંઘ પૂરી થતી નથી તો તમારો સ્વભાવ (Nature) પણ ચીડિયો થઇ જાય છે. તમારી આ નાની-નાની વસ્તુઓ તમારા ભાગ્ય પર પણ અસર કરે છે. જો તમારું નસીબ તમને સાથ આપતું નથી તો જ્યોતિષ અનુસાર તમારે અનેક વસ્તુઓ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આમ, જો તમે રાત્રે (Night) સૂતા પહેલા આમાંથી એક કામ (Work) કરો છો તો તમારા નસીબના દ્રાર ખુલી જાય છે અને તમને અનેક કામમાં સફળતા પણ મળે છે.
પથારી પર સૂવાથી માનસિક રીતે પ્રભાવ પડે
રાત્રે તમે જે જગ્યાએ સૂઇ જાવો છો એની પસંદગી યોગ્ય રીતે કરો. પસંદગીની પથારી પર સૂવાથી માનસિક રીતે એનો પ્રભાવ પડે છે અને ઊંઘ પણ સારી આવે છે.
તમે જે રૂમમાં (Room) ઊંઘી જાવો છો એ પહેલા ત્યાં કપૂર (Kapoor) સળગાવો. કપૂર સળગાવવાથી વાતાવરણ શુધ્ધ થાય છે. આ સાથે જ સકારાત્મક ઉર્જાનો (Energy) સંચાર કરે છે. આમ કરવાથી તમારું સ્ટ્રેસ (Stress) લેવલ ઓછું રહે છે. હંમેશા સૂતા સમયે તમારા પગ દરવાજા તરફ ના હોવા જોઇએ. આવું કરવાથી હેલ્થ અને સમૃદ્ધિને હાનિ થાય છે.
રાત્રે સૂતા પહેલા પાણી (Water) પીને સૂઇ જાવો. ક્યારે પણ એંઠા મોઢે સૂઇ ના જાવો. આ સાથે જ પગ ધોઇને સૂઇ જાવો. તૂટેલા ખાટલો કે બેડનો ઉપયોગ કરશો નહિં. રાતનું ભોજન સૂવાના બે કલાક પહેલા કરી લો. આ સાથે જ રાત્રે સૂતી વખતે સાદું ભોજન ખાવાનો આગ્રહ રાખો.
તમે જ્યારે સૂવાની તૈયારી કરો ત્યારે પોતાના ઇષ્ટદેવનું ધ્યાન ધરો. ત્યારબાદ હંમેશા રાત્રે પહેલા ડાબા પડખે સૂવાનું રાખો. આમ કરવાથી પાચનક્રિયા સારી રહે છે અને સાથે હેલ્થ (Health) પણ સારી રહે છે.રાત્રે સૂતા (Sleep) પહેલા ભગવાન આગળ એક માળા ફેરવીને સૂઇ જાવો. આમ કરવાથી મગજ શાંત રહે છે.