અમદાવાદ: કોરોના વાયરસ (Coronavirus)ને પગલે દુનિયાભરમાં અનેક પરિવર્તનો આવ્યા છે. બે વર્ષ પહેલા કહેવામાં આવતું કે ઓનલાઇન શિક્ષણ શક્ય નથી ત્યારે હાલ લગભગ તમામ વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ (Online education) કરી રહ્યા છે. બોસની સીધી નજર ન હોય તો કર્મચારીઓ સરખું કામ નથી કરતા તેવી માન્યતા પણ ખોટી ઠરી છે, આજે અસંખ્ય કર્મચારીઓ કોરોનાની શરૂઆત થઈ ત્યારથી ઘરેથી કામ (Work from home) કરી રહ્યા છે. આવી જ રીતે ગુજરાતના લોકો પણ હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ વળ્યા છે. આનો સૌથી મોટો પુરાવો છેલ્લા નવ મહિનામાં UPI ટ્રાન્ઝેક્શનમાં નોંધાયેલો 120%નો વધારો છે. આમ તો આપણે રોકડ વ્યવહાર કરવા માટે ટેવાયેલા છીએ પરંતુ કોરોનાએ અનેક લોકોને ઓનલાઇન કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતા કરી લીધા છે.
સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC-State Level Bankers’ Committee)એ ગુરુવારે જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે 2020-21ના જૂનથી સુધીના નવ મહિના દરમિયાન ગુજરાતમાં UPI (universal payments interface) ટ્રાન્ઝેક્શનમાં 120%નો વધારો નોંધાયો છે. એટલે કે જૂન, 2020માં રૂપિયા 12.75 કરોડની સરખામણીમાં માર્ચ, 2021માં રૂપિયા 28.12 કરોડના UPI ટ્રાન્ઝેક્શન થયા છે.
ગુરુવારે અમદાવાદ ખાતે SLBCની મળેલી બેઠકમાં એસએલબીસી, ગુજરાતના કન્વિનર એમ.એમ. બંસલે જણાવ્યું હતુ કે, ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ખાસ કરીને UPI ટ્રાન્ઝેક્શનમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોનાને કારણે આવું થયું છે. આ દરમિયાન મોટાભાગની ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો યુપીઆઈ પ્લેટફોર્મ પર આવી હતી. કોરોના ઉપરાંત લોકોમાં આ અંગે જાગૃતિ આવી હોવાથી પણ ટ્રાન્ઝેક્શનમાં વધારો નોંધાયો છે.
દેશમાં UPIને વર્ષ 2016માં લોંચ કરવામાં આવ્યું હતું. જે બાદમાં દેશમાં UPI ટ્રાન્ઝેક્શનમાં સૌથી મોટો ઘટાડો એપ્રિલ 2020માં નોંધાયો હતો. જ્યારે ટ્રાન્ઝેક્શન એક બિલિયનમાથી ઘટીને 990 મિલિયન થઈ ગયા હતા. ટ્રાન્ઝેક્શન કિંમત ઘટીને 1.51 લાખ કરોડ રૂપિયા થઈ હતી. આનું મુખ્ય કારણ દેશભરમાં લોકડાઉનને કારણે મોટાભાગની સેવા જેવી કે ટ્રાવેલિંગ, ડાઇનિંગ, ઇ-કોમર્સ અને ઑફલાઇન ટ્રાન્ઝેક્શન બંધ હોવાનું હતું.
" isDesktop="true" id="1108263" >
UPI ટ્રાન્ઝેક્શનને લઈને વર્તનમાં ફેરફાર
તાજેતરમાં NPCI (National Payments Corporation of India ) તરફથી UPIને લગતા મે મહિનાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે મે, 2020માં 2.53 બિલિયન યુપીઆઈ ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા. જે એપ્રિલ મહિનામાં નોંધાયેલા 2.64 બિલિયન ટ્રાન્ઝેક્શન કરતા 4% ઓછા છે. ટ્રાન્ઝેક્શન કિંમતની વાત કરવામાં આવે તો એપ્રિલ, 2021માં 4.93 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા જેની સામે મે મહિનામાં 4.90 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે.