Home /News /gandhinagar /લ્યો બોલો! એમ.એલ.એ ક્વાર્ટરમાં અડ્ડો જમાવી બેઠેલા પૂર્વ ધારાસભ્યના લીધે વર્તમાન ધારાસભ્યો ક્વાર્ટર વિહોણા

લ્યો બોલો! એમ.એલ.એ ક્વાર્ટરમાં અડ્ડો જમાવી બેઠેલા પૂર્વ ધારાસભ્યના લીધે વર્તમાન ધારાસભ્યો ક્વાર્ટર વિહોણા

વર્તમાન ધારાસભ્યો બન્યા ક્વાર્ટર વિહોણા

MLA Quarter Gandhinagar: ગુજરાતના 25થી વધુ પૂર્વ ધારાસભ્યોનો છેલ્લા એક મહિનાનો પગાર અટકાવી દેવામાં આવ્યો છે. પૂર્વ ધારાસભ્યોએ એમએલએ કવાર્ટર પચાવી પાડ્યા હોવાને કારણે વર્તમાન ધારાસભ્યો કવાર્ટર વિહોણા બન્યા છે. આ પૂર્વ ધારાસભ્યોએ સરકાર તરફથી ફળવાયેલા નિવાસસ્થાન તો ખાલી નથી જ કર્યા પરંતુ તે ઉપરાંત બિલ પણ ચૂકવ્યા નથી.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: કબ્જો જમાવી લેવો, કોઇવસ્તુ હાથમાં આવ્યા પછી તે પોતાની ના હોવા છતાં તેના પર હક્ક જમાવી લેવો તે સામાન્ય ટપોરીઓ માટે સમજી શકાય પરંતુ સરકારના સેવક તરીકે ચૂંટાયેલા સભ્યો પણ આવું કરી શકે તે નવાઈની વાત છે. અને હા એનું ઉત્તમ ઉદાહરણ એ ગુજરાત વિધાનસભાના 25 જેટલા પૂર્વ ધારાસભ્યો છે. આ 25 જેટલા પૂર્વ ધારાસભ્યોએ સરકાર તરફથી ફળવાયેલા નિવાસસ્થાન તો ખાલી નથી જ કર્યા પરંતુ તે ઉપરાંત બિલ પણ ચૂકવ્યા નથી.

સરકારનું ધારાસભ્યો સામે દંડકે કડક વલણ


આવા તમામ ધારાસભ્યો સામે દંડકે કડક વલણ અખત્યાર કર્યુ છે. આ તમામ ધારાસભ્યો પૈકીના 15ને તો નોટિસ ફટકારવામાં આવી છે. બાકીના ધારાસભ્યોનો તાત્કાલિકના ધોરણે પગાર અટકાવી દેવાની સૂચના આપવામાં આવી છે. જૂના ધારાસભ્યોએ પચાવી પાડેલા કવાર્ટરને કારણે વર્તમાન વિધાનસભાના ધારાસભ્યો ક્વાર્ટર વગરના બન્યા છે. સત્તાનો મોહ ના છૂટે એ તો સમજી શકાય પરંતુ સરકારે ધારાસભ્ય પદ સમયે આપેલી મૂળભૂત સુવિધાઓનો મોહ હવે પદ છૂટ્યા પછી પણ ના છૂટે તે નવાઈની વાત છે.

આ પણ વાંચો: મોરબી એસઓજી ટીમે ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરતા બે શખ્સોને પકડી પાડયા, એકની શોધખોળ યથાવત

પૂર્વ ધારાસભ્યો સામે વિધાનસભાએ કડક વલણ અપનાવ્યું


સરકારની વસ્તુને પોતીકી મિલકત માનીને પચાવી પાડવામાં આવે એ વલણ એક ધારાસભ્યને શોભાસ્પદ તો નથી જ. આજ કારણસર ગુજરાત વિધાનસભાના પૂર્વ ધારાસભ્યો સામે વિધાનસભાએ કડક વલણ અપનાવ્યું છે. સજાના ભાગરૂપે નિયમોનું પાલન ન કરનારા પૂર્વ ધારાસભ્યોનો પગાર અટકાવી દેવામાં આવ્યો છે. 25થી વધુ પૂર્વ ધારાસભ્યોનો છેલ્લા એક મહિનાનો પગાર અટકાવી દેવામાં આવ્યો છે. પૂર્વ ધારાસભ્યોએ એમએલએ કવાર્ટર પચાવી પાડ્યા હોવાને કારણે વર્તમાન ધારાસભ્યો કવાર્ટર વિહોણા બન્યા છે.


આ પણ વાંચો: સુરતમાં ભૃણ મળવાનો સિલસિલો યથાવત, ગોડાદરા વિસ્તારમાંથી આશરે ત્રણ માસનું ભૃણ મળી આવ્યું

પૂર્વ ધારાસભ્યોનો પગાર અટકાવી દેવામાં આવ્યો


15 ધારાસભ્યોને પહેલેથી જ નોટિસ અપાયા બાદ પણ તેઓએ કવાર્ટર ખાલી નહી કરતા પૂર્વ ધારાસભ્યોનો પગાર અટકાવી દેવામાં આવ્યો છે. ક્વાર્ટર ખાલી ન કરનારા અને નો ડ્યું સર્ટિફિકેટ જમા ના કરાવનારા ધારાસભ્યોનો પગાર અટકાવવામાં આવ્યો છે. ધારાસભ્યોને ફાળવવામાં આવેલ ક્વાટરમાં અનેક સુવિધા આપવામાં આવે છે. જેમાં ફોન, ગેસ અને ઇલેકટ્રીક જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. ચૂંટણી જાહેર થતાની સાથે જ એક પણ બિલ બાકી નથી તેવું નો ડયુ સર્ટી ધારાસભ્યએ જમા કરાવાનુ હોય છે એટલે કવાર્ટર ખાલી નહી કરનારાની સાથે સાથે જેઓએ આ નો ડયુ સર્ટીજમા નથી કરાવ્યુ એમનો ય પગાર અટકાવાયો છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Gujarat MLA, MLA Quarters, ગુજરાત