Home /News /gandhinagar /Gandhinagar: સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરતા વેપારીઓ સામે કોર્પોરેશનની લાલ આંખ, 210 વેપારીઓ દંડાયા

Gandhinagar: સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરતા વેપારીઓ સામે કોર્પોરેશનની લાલ આંખ, 210 વેપારીઓ દંડાયા

સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાસ કરતા 210 જેટલા વેપારીઓને દંડ ફટકાર્યો

દેશમાં પહેલી જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક (Single Use Plastic)ના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ગાંધીનગરમાં કોર્પોરેશને 210 વેપારીઓને દંડ ફટકાર્યો,96.61 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો.

    Abhishek Barad, Gandhinagar: દેશમાં પહેલી જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક (Single Use Plastic)ના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે અંતર્ગત ગાંધીનગર કોર્પોરેશન( Gandhinagar Corporation) દ્વારા વેપારી એસોસિએશન(association) સાથે મીટીંગ કરીને આ નિયમનો પાલન કરવા કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી.જે બાદ પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાસ કરતા 210 જેટલા વેપારીઓનેદંડ ફટકાર્યોછે.સાથે 96.61 કિલો પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કર્યો છે.અને આગામી સમયમાં કોઈ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાસ ન કરે તેવી કડક સુચનાુપણ કોર્પોરેશન દ્વારા સૂચન કર્યું છે.

    પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સુધારા નિયમો- 2021 પ્રસિદ્ધ કરવમાં આવ્યોછે. જે અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિક કોમોડિટીનું ઉત્પાદન,આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પ્રતિબંધિત છે. વિશ્વ પર્યાવરણ દિવસથી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સરકારના આ નિયમનાં અમલીકરણ હેતુ શહેરના વિવિધ કોમર્શિયલ તેમજ માર્કેટ વિસ્તારમાં single use plastic નો ઉપયોગ ન કરવા માટે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમાં સ્થાનિક કાઉન્સિલરઓનો સહકાર પણ મળી રહ્યોછે.ગાંધીનગર મહાનગરપાલિકાનાં નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરના સેક્ટર 21 તથા સેકટર 16ના કોમર્શિયલ વિસ્તારના વેપારી એસોસિએશન સાથે મીટીંગ કરી single use plastic નો ઉપયોગ ન કરવા સહયોગ આપવા અપીલ પણ કરવામાં આવી છે.

    પહેલી જુલાઈથી પ્રતિબંધ હોવા છતાં અમુક વેપારીઓ પ્લાસ્ટિક વાપરતા હતા. જે ધ્યાને આવતા મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશકર્તાઓ સામે દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, કોર્પોરેશને અત્યારસુધીમાં 210 વેપારીઓ પાસેથી96.61 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો છે.કોર્પોરેશને1,15,900 રૂપિયાનો વહીવટી ચાર્જ પણ વસૂલ્યો છે.આગામી દિવસોમાં પણ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંગઠનોને સાથે રાખી આ બાબતે જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવશે. જેથી ગાંધીનગરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવી શકાય.
    First published:

    Tags: Corporation, Single Use plastic, ગાંધીનગર