Home /News /gandhinagar /અમદાવાદ: કોરોનાના કારણે BRTSની આવકમાં ઘટાડો થયો હોવાનો દાવો, થયુ કરોડોનું નુકશાન

અમદાવાદ: કોરોનાના કારણે BRTSની આવકમાં ઘટાડો થયો હોવાનો દાવો, થયુ કરોડોનું નુકશાન

BRTSની આવક દર વર્ષે રૂ. 55થી 60 કરોડની

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંચાલિત અમદાવાદ (Ahmedabad) જનમાર્ગ લિમિટેડ (Janmarg Limited) દ્વારા ચલાવવામાં આવતી બસ રેપિડ ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમ (BRTS) સેવા પણ હવે ખોટમાં ચાલી રહી છે.

    અમદાવાદ:  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંચાલિત અમદાવાદ (Ahmedabad) જનમાર્ગ લિમિટેડ (Janmarg Limited) દ્વારા ચલાવવામાં આવતી બસ રેપિડ ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમ (BRTS) સેવા પણ હવે ખોટમાં ચાલી રહી છે. દર વર્ષે બીઆરટીએસ (BRTS) બસની આવક રૂ. 55થી 60 કરોડની હોય છે. જો કે, ચાલુ વર્ષે બીઆરટીએસ બસની (Bus) આવક (Revenue) રૂ. 42 કરોડની જ થઈ શકી છે. જ્યારે વર્ષ 2020-21માં BRTS બસની આવક (Income) રૂ. 21 કરોડની થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. બીઆરટીએસ સેવાને કોરોનાના કારણે ઓછી આવક થઈ હોવાનું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (Deputy Municipal Commissioner) દ્વારા કહેવામાં આવેલ છે. કર્ણાવતી ક્લબથી એરપોર્ટ સહિત નવા 4 રૂટને સારો પ્રતિસાદ મળ્યો હોવાનું બીઆરટીએસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

    BRTSની આવક દર વર્ષે રૂ. 55થી 60 કરોડની

    બીઆરટીએસ (BRTS) બસની જવાબદારી સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ખનામાએ જણાવ્યું હતું કે, કોરોનાના (Corona) કારણે બીઆરટીએસ બસની આવકમાં ઘટાડો થયો છે. સામાન્ય રીતે દર વર્ષે રૂ. 55થી 60 કરોડની આવક બીઆરટીએસ (BRTS) બસ મારફતે મળતી હોય છે. જો કે ચાલુ વર્ષે 2021-22માં રૂ. 42 કરોડની આવક થઇ હતી. અને વર્ષ 2020-21 માં રૂ. 21 કરોડની આવક થઇ હોવાનું જણાવાઈ રહ્યું છે. કોરોનાના કારણે બીઆરટીએસ બસની આવકમાં (Income) ઘટાડો થયો છે. હાલમાં કોઈ નવા રૂટ શરૂ કરવાની કોઈ યોજના બનાવાઈ નથી.

    આ પણ વાંચો: કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાનું નિવેદન-'ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાશે નરેશ પટેલ'

    ચાર નવા રૂટની આવક 46 હજારની થઈ

    અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (Jan Marg Limited) બીઆરટીએસ દ્વારા તાજેતરમાં કર્ણાવતી ક્લબ (Karnavati Club) થી એરપોર્ટ (Airport) સહિત નવા 4 રૂટને સારો પ્રતિસાદ (Feedback) મળી રહ્યો છે. જેની આવક રૂપિયા 46 હજાર જેટલી થઈ છે. કોરોનાને કારણે બીઆરટીએસ બસની આવક પર અસર વર્તાઈ રહી છે. પરંતુ હવે ધીમેધીમે આવકમાં વધારો થશે તેમ માનવામાં આવી રહ્યું છે. લોકો વધુને વધુ બીઆરટીએસ બસ (Bus) ઉપયોગ કરે તે માટે આગામી દિવસોમાં સોશિયલ મીડિયાના (Social Media) માધ્યમથી તેમજ અન્ય રીતે પ્રસાર (Branding) કરવાનો પણ નિર્ણય કરવામાં આવી રહ્યો છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedabad BRTC, BRTS, અમદાવાદ, બીઆરટીએસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन