Home /News /gandhinagar /Gandhinagar: મતદાર યાદીમાં ફેરફાર અથવા નવું મતદાર કાર્ડ મેળવવા માટે અહી કરો સંપર્ક; આ રહી સંપૂર્ણ વિગત

Gandhinagar: મતદાર યાદીમાં ફેરફાર અથવા નવું મતદાર કાર્ડ મેળવવા માટે અહી કરો સંપર્ક; આ રહી સંપૂર્ણ વિગત

21 ઓગસ્ટ, 28 ઓગસ્ટ, 04 સપ્ટેમ્બર, 11 સપ્ટેમ્બર ખાસ ઝૂંબેશના દિવસો રહેશે

આવનારી ચૂંટણીને અનુલક્ષીને મતદાયાદી સુધારણા કાર્યક્રમ 12 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર,2022 સુધી ચાલવાનો છે. જેમાં લોકો નવી નોંધણી અને મતદાર યાદીમાં ફેરફાર કરાવી શકશે.

Abhishek Barad, Gandhinagar: ગુજરાતમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. દરેક પક્ષ ચૂંટણીની તડામાર તૈયારીમાં લાગી ગયા છે. અમુક પક્ષ પોતાના ઉમેદવારો પણ જાહેર કરવા માંડ્યા છે. આવનારી ચૂંટણીને અનુલક્ષીને મતદાયાદી સુધારણા કાર્યક્રમ 12 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર,2022 સુધી ચાલવાનો છે. જેમાં લોકો નવી નોંધણી અને મતદાર યાદીમાં ફેરફાર કરાવી શકશે.


હેલ્પલાઇન મોબાઇલ એપનો ઉપયોગ કરી શકો છો.


જો આપની ઉંમર તા. 01/01/2022ના રોજ 18 વર્ષ કે તેથી વધુ થતી હોય તો અચૂક મતદારયાદીમાં નામ નોંધણી કરાવી અને મતદાનનો અધિકાર મેળવો શકશો. જો આપ મતદાર (Voter) તરીકે નોંધાયેલ છો તો મતદારયાદીમાં આપનું નામ, વિગત તથા ફોટો અચૂક ચકાસી લો અને જરૂર જણાય તો ફેરફાર માટે અરજી કરી શકાશે. નામ નોંધણી અથવા ફેરફાર માટે ઉપલબ્ધ અનેક સેવાઓ ઉપલબ્ધ છે. આપ ઓનલાઈન, ઓફલાઇન સેવાનો લાભ લઇ શકો છો. ઓનલાઇન સેવા માટે વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ WWW.VOTERPORTAL.ECI.GOV.IN અને WWW.NVSP.IN ઉપયોગ કરી શકો છો. જ્યારે રૂબરૂ સેવા માટેકલેકટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, બી. એલ. ઓનો સંપર્ક કરી શકો છો. તેમજ અન્ય વધુ માહિતી માટે 1950 હેલ્પલાઇન પર સંપર્ક શકો છો.


સવારે 10.00 થી સાંજે 5.00 વાગ્યા સુધી આપના વિસ્તારના મતદાન મથક પર સંપર્ક કરી શકો છો.


આ કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશના દિવસો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ 21 ઓગસ્ટ રવિવાર, 28 ઓગસ્ટ રવિવાર, 04 સપ્ટેમ્બર રવિવાર, 11 સપ્ટેમ્બર રવિવાર, સવારે 10.00 થી સાંજે 5.00 વાગ્યા સુધી આપના વિસ્તારના મતદાન મથક પર સંપર્ક કરી શકો છો. વધુમાં હવે મતદારયાદીમાં આપના નામ સાથે આધાર નંબર લિંક કરવાની સુવિધા ઉપલબ્ધ છે. લાયકાતના માપદંડની વિગતો અથવા ચૂંટણી ફોર્મ સંબંધિત અન્ય કોઈપણ વધારાની માહિતી માટે https://eci.gov.in ની મુલાકાત કરી શકો છો. પોર્ટલ પર કોઈપણ અન્ય તકનીકી પ્રતિસાદ અથવા સમસ્યાઓ માટે તમારો પ્રતિસાદ ECI ટેકનિકલ સપોર્ટને મોકલી શકો છો.


આ પણ વાંચો: વેસ્ટ માંથી બેસ્ટ આર્ટ તૈયાર કરશે આ વિદ્યાર્થીઓ; તમામ વસ્તુંઓ શહેરની શોભા વધારશે


સેવા માટે ટોલ ફ્રી નંબર : 1800111950 સંપર્ક કરી શકો છો.


તેમજ અન્ય કોઈપણ સેવા માટે ટોલ ફ્રી નંબર : 1800111950 સંપર્ક કરી શકો છો. જે કોઈને નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય,નામમાં સુધારો કરાવવો હોય,મરણ થયેલા કે લગ્ન થયેલ બહેન દિકરી નું નામ કમી કરાવવાનું હોય તે તમામ લોકો એપ્લાઈ કરી શકે છે. આ માટે જરૂરી પુરાવા 1. આધાર કાર્ડની ઝેરોક્ષ 2. જન્મ નો દાખલો અથવા શાળાની L.C. ઝેરોક્ષ, 3. ઘરના કોઈપણ એક સભ્યના ચુંટણી કાર્ડની ઝેરોક્ષ, 4.  પાસપોર્ટ સાઈઝ ફોટો, 5.રેશનકાર્ડની ઝેરોક્ષ, 6.લાઈટબિલની ઝેરોક્ષ આ પુરાવા સાથે લઈને આપના વિસ્તારની પ્રાથમિક શાળામાં કરાવી શકો છો.


ચૂંટણી પંચની સ્થાપના બંધારણ અનુસાર 25મી જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી.


ભારત એક સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક અને વિશ્વનું સૌથી મોટું લોકશાહી છે. આધુનિક ભારતીય રાષ્ટ્ર રાજ્ય 15મી ઓગસ્ટ 1947ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારથી આમાં નિર્ધારિત સિદ્ધાંતો અનુસાર નિયમિત અંતરે મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજાઈ રહી છે. બંધારણ, ચૂંટણી કાયદા અને વ્યવસ્થા.


આ પણ વાંચો:એક ગામમાં સ્ત્રીનાં માસિકનાં ગંદા કપડાં જોઈ આ મહિલા બની ગયા pad woman 


16મી ઓક્ટોબર 1989ના રોજ બે વધારાના કમિશનરોની નિમણૂક કરવામાં આવી હતી


ભારતના બંધારણે દરેક રાજ્યની સંસદ અને વિધાનસભાની ચૂંટણીઓ અને ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના કાર્યાલયોની ચૂંટણીઓ કરવા માટેની સમગ્ર પ્રક્રિયાની દેખરેખ, દિશા અને નિયંત્રણ ભારતના ચૂંટણી પંચને સોંપ્યું છે. ભારતનું ચૂંટણી પંચ એ કાયમી બંધારણીય સંસ્થા છે. ચૂંટણી પંચની સ્થાપના બંધારણ અનુસાર 25મી જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી. આયોગે 2001માં તેની સુવર્ણ જયંતિની ઉજવણી કરી હતી.


મૂળભૂત રીતે કમિશનમાં માત્ર એક મુખ્ય ચૂંટણી કમિશનર હતું. તે હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનર ધરાવે છે. પ્રથમ વખત 16મી ઓક્ટોબર 1989ના રોજ બે વધારાના કમિશનરોની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ તેમનો 1લી જાન્યુઆરી 1990 સુધીનો સમયગાળો ખૂબ જ ટૂંકો હતો. બાદમાં, 1લી ઓક્ટોબર 1993ના રોજ બે વધારાના ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવામાં આવી હતી. બહુ-સદસ્ય આયોગની કલ્પના ત્યારથી કાર્યરત છે. પછી, બહુમતી મત દ્વારા નિર્ણય લેવાની શક્તિ સાથે. નવી દિલ્હી ખાતે પંચનું એક અલગ સચિવાલય છે, જેમાં લગભગ 300 અધિકારીઓનો સમાવેશ થાય છે.

First published:

Tags: Assembly Election, Voter ID card, Voter ID List correction, ગાંધીનગર

विज्ञापन