Home /News /gandhinagar /

Jago grahak Jago: ભ્રામક જાહેરાત કરનારને થઈ શકે છે બે વર્ષની કેદ, 10 લાખનો દંડ

Jago grahak Jago: ભ્રામક જાહેરાત કરનારને થઈ શકે છે બે વર્ષની કેદ, 10 લાખનો દંડ

ગ્રાહક સુરક્ષા

Central Consumer Protection Authority: એક ગ્રાહક તરીકે તમારે આ નિયમો જાણવા જરૂરી: ગ્રાહક જે જિલ્લામાં નિવાસ કે નોકરી કરતો હોય ત્યાં પોતાની ગ્રાહક સુરક્ષાને લગતી ફરિયાદ નજીકના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં દાખલ કરી શકે છે.

ગાંધીનગર: ખોટી અથવા ગેરમાર્ગે દોરનારી જાહેરાત કરનાર ઉત્પાદકો અને વેચાણ કરતા લોકો સામે ગ્રાહકોને રક્ષણ (Consumer protection) આપવા હવે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ખોટી ભ્રામક જાહેરાત (False and Misleading Advertisement ) કરનારને બે વર્ષ સુધીની કેદની સજા અને ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ ની જોગવાઈ છે. જેનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતોનું નિયમન કરવાનો છે. આ માટે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ (Central Consumer Protection Authority)ની સ્થાપના નવી દિલ્હી ખાતે કરવામાં આવી છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019 (Consumer Protection Act 2019) હેઠળ રાજ્યસ્તરે, દરેક જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન અને રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન સાથે જોડાયેલું એક ગ્રાહક મધ્યસ્થી (મિડિયેશન) સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે.

ગ્રાહક મધ્યસ્થી સેન્ટર દ્વારા ગ્રાહક તથા જેની સામે ફરિયાદ કરવામાં આવેલ હોય તે પ્રતિવાદીને સાથે રાખી કુદરતી ન્યાયના સિદ્વાંત દ્વારા ન્યાય અપાવી મધ્યસ્થતા કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સંબંધિત જિલ્લા આયોગ, રાજ્ય આયોગ અથવા રાષ્ટ્રીય આયોગ સમાધાન અહેવાલ પ્રાપ્ત થયાના સાત દિવસની અંદર, ગ્રાહક વિવાદના આવા સમાધાનની નોંધણી અંગે યોગ્ય હુકમ કરશે અને તે મુજબ તે બાબતોનો સંબંધિત ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા નિકાલ કરવામાં આવશે.

ઉત્પાદક જવાબદારી: ખામીયુક્ત ઉત્પાદનના કારણે ફરિયાદીને થયેલા કોઇપણ નુકસાન/હાનિ માટે ઉત્પાદન નિર્માતા અથવા ઉત્પાદન વિક્રેતા સામે ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019માં કરેલી જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

ખોટી અથવા ગેરમાર્ગે દોરનારી જાહેરાત અંગેની સજા


કોઇપણ ઉત્પાદક અથવા સેવા પ્રદાતા કે જે ખોટી અથવા ગેરમાર્ગે દોરતી જાહેરાત કરે છે તેને બે વર્ષ સુધીની કેદની સજા અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે. ત્યારબાદના દરેક ગુના માટે તેને પાંચ વર્ષ સુધીની કેદની સજા અને 50 લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે.

છેતરાયેલો ગ્રાહક પાંચ લાખ સુધીની ફરિયાદ વિનામૂલ્ય કરી શકશે


ગ્રાહક સુરક્ષા અધિનિયમ- 2019માં ગ્રાહકોના હિતોના રક્ષણો માટેની રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ગ્રાહક કોઈ પણ પ્રકારની છેતરપિંડીથી ભોગ બન્યા બાદ વળતર મેળવવા હકદાર છે. ગ્રાહક જે જિલ્લામાં નિવાસ કે નોકરી કરતો હોય ત્યાં પોતાની ગ્રાહક સુરક્ષાને લગતી ફરિયાદ નજીકના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં દાખલ કરી શકે છે. જેમા પાંચ લાખ સુધીની દાવા ફરિયાદ વિના મૂલ્યે નોંધાવી શકે છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમિશનની રચના કરવામા આવી છે.

ફરિયાદ કોને કરવી?


જ્યારે રૂ.૫ લાખથી વધુની દાવાની રકમની ફરિયાદ માટે ગ્રાહક જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ કરી શકાશે. રૂ.૧ કરોડથી રૂ.૧૦ કરોડ સુધી રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ કરી શકાશે. રૂ.૧૦ કરોડથી ઉપર રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ગ્રાહક ફરિયાદ કરી શકાશે.

આ પણ વાંચો: 'તને બહુ ચરબી ચડી છે, અહીં જ ચીરી નાંખીશ'

જો સંબંધિત ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા ગ્રાહક ફરિયાદ અન્વયે આપવામાં આવેલા નિર્ણયનો પ્રતિવાદી દ્વારા અનાદર કરવામાં આવશે તો, પ્રતિવાદીને ૧ મહિનાથી ૩ વર્ષ સુધીની જેલની સજા તેમજ રૂ.૨૫ હજારથી રૂ.૧ લાખ સુધીનો દંડ સંબંધિત ગ્રાહક તકરાર નિવારણ કમિશન કરી શકશે.

અહીં કરો ઓનલાઇન ફરિયાદ


https://edaakhil.nic.in વેબપોર્ટલ પર ગ્રાહક ઓનલાઈન ફરિયાદ સંબંધિત ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં નોંધાવી શકે છે તથા સદર ફરિયાદ અન્વયે ભરવાપાત્ર થતી કોર્ટ ફી પણ ઓનલાઈન આ વેબપોર્ટલ પર ભરી શકે છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ- 2019 દ્વારા કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળની (Central Consumer Protection Authority) સ્થાપના કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે.

કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોના અધિકારોના ઉલ્લંઘન સંબંધિત બાબતો, ગેરવાજબી વેપારરીતિ, તેમજ ગ્રાહકોના હિત માટે હાનિકારક હોય તેવી ખોટી અથવા ગેરમાર્ગે દોરતી જાહેરાતોનું નિયમન કરવાનો છે. કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળની સ્થાપના નવી દિલ્હી ખાતે કરવામાં આવેલ છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Consumer, ગુજરાત, સરકાર

આગામી સમાચાર