Home /News /gandhinagar /કોંગ્રેસના ધારાસભ્યની ફરી ચૂંટણી કરાવવાની કરી માંગ, જાણો શું છે આખી વાત
કોંગ્રેસના ધારાસભ્યની ફરી ચૂંટણી કરાવવાની કરી માંગ, જાણો શું છે આખી વાત
કિરીટ પટેલ ફાઇલ તસવીર
Gandhinagar News: ચૂંટણી સમયસર ન થતા સરકાર દ્વારા વહીવટદાર મૂકવામાં આવે છે અને તેના કારણે ગ્રામજનોના અનેક પ્રાથમિક પ્રશ્નોનું નિરાકરણ થતું નથી. કારણ કે, વહીવટદાર તરીકે તલાટીને મૂકવામાં આવે છે.
ગાંધીનગર: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે ફરી વખત ચૂંટણીની માંગણી કરી રહ્યા છે. આ ચૂંટણી બીજી કોઈ નહીં પરંતુ ગુજરાત રાજ્યના ગ્રામ પંચાયતોના સરપંચની ચૂંટણી સત્વરે યોજવાની માંગણી પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ કરી રહ્યા છે.
કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી રાજ્યમાં બાકી રહેલી ગ્રામ પંચાયતોના સરપંચોની ચૂંટણી સત્વરે કરવા માટે વિનંતી કરી છે. છેલ્લા ઘણાં સમયથી કેટલીક ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ બાકી રહી ગઈ છે. ચૂંટણી સમયસર ન થતા સરકાર દ્વારા વહીવટદાર મૂકવામાં આવે છે અને તેના કારણે ગ્રામજનોના અનેક પ્રાથમિક પ્રશ્નોનું નિરાકરણ થતું નથી. કારણ કે, વહીવટદાર તરીકે તલાટીને મૂકવામાં આવે છે.
તલાટી પાસે વર્તમાન સમયમાં સાતથી આઠ ગામનો વર્ક લોડ હોય છે જેના પરિણામે તલાટી પૂરતા સમય આપી શકતા નથી. મુખ્યમંત્રીને પત્ર લખતાં રજૂઆત કરી હતી કે, ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગ્રામ પંચાયતોનાં સરપંચોની મુદત પુરી થઇ ગયેલી હોવા છતાંય પણ રાજયના બાકી રહેતા ગામોમાં સરપંચની ચૂંટણી કોઈ કારણોસર યોજાયેલ નથી અને જે ગામોમાં ચૂંટણી યોજાઈ નથી. તેનો વહીવટ સરકાર દ્વારા નિમાયેલ વહીવટદારઓ કરી રહ્યા છે.પરિણામ સ્વરૂપ સ્થાનિક પ્રજનાનો ને તેમના વહીવટી કામોમાં ખુબજ મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહેલ છે.
રાજ્યમાં હાલ પણ તલાટી કર્મચારીઓની ભારે ઘટ છે. જેના પરિણામે આવા ગામડાઓમાં ફરજ બજાવતા તલાટી /વહીવટદારને હાલમાં આશરે ૭-૧૦ જેટલા ગામોનો વધારાનો કાર્ય બોજ વહન કરવો પડે છે. પરિણામ સ્વરૂપ જીવન જરૂરિયાત ની પ્રાથમિક સગવડો જેવીકે પીવાના પાણી, સેનેટરી, ગટર વેરાની વસુલાત વગેરેના પ્રશ્નો સહિત વિવિધ વહીવટી મુશ્કેલીઓનો પારાવાર સામનો કરી રહેલ છે. વધુમાં આ વહીવટીદારો નીતિ વિષયક નિયર્ણ લઇ શકતા ન હોવાથી ઘણાબધા વિકાસના કામો અટકી પડેલ છે, વધુમાં કેટલાક વહીવટદારોની નિમણુંક પણ પૂર્ણ થઇ ગયેલ છે.