Home /News /gandhinagar /શું ગુજરાતમાં વીજકાપ થવાનો છે? ઊર્જા મંત્રી કનુ દેસાઈનું મહત્ત્વનું નિવેદન

શું ગુજરાતમાં વીજકાપ થવાનો છે? ઊર્જા મંત્રી કનુ દેસાઈનું મહત્ત્વનું નિવેદન

રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું વીજકાપની સત્તાવાર કોઈ જાહેરાત નહીં

Coal Crisis: દેશમાં કોલસાની અછતના કારણે વીજ કાપ સર્જાશે એવા અહેવાલો વચ્ચે રાજ્યના ઊર્જા મંત્રીએ ન્યૂઝ18 ગુજરાતી સાથે કરી વાત, ખાસ વાંચો શું છે સ્થિતિ

    ગીતા મહેતા, ગાંધીનગર : રાજ્યમાં આજે દિવસભર ઉત્તર ગુજરાતના ગામડાઓમાં (power cut in North Gujarat) વીજકાપ થશે એવા અહેવાલોએ ચર્ચા જગાવી હતી. ઉત્તર ગુજરાત વીજ કંપની (UGVCL Power Cut) લિ.ના તાબા હેઠળના ઉત્તરથી ગુજરાતથી લઈને ભાવનગર સુધીના ગામડામાં બપોરે વીજકાપ રહેશે આવા અહેવાલો સામે આવ્યા હતા. મૂળે ભારતમાં કોલસાની (Coal Crisis in india) અછત હોવાનો મુદ્દો જોરમાં છે. દેશમાં ચાર દિવસ જ ચાલે તેટલો કોલસો બચ્યો છે અને તેના કારણે દેશમાં કોલસાથી સંચાલિત પાવર પ્લાન્ટમાં ઉત્પાદનની ઘટ છે. જોકે, આવા અહેવાલો વચ્ચે રાજ્યમાં વીજકાપ થશે? શું ગુજરાતમાં વીજ અછત છે? આવા મુદ્દાઓ ચર્ચામાં હતા. જોકે, આ સમગ્ર પ્રકરણ પર રાજ્યના ઉર્જા મંત્રી (Gujarat Energy Minister on Power Cut) કનુ દેસાઈએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

    ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે સમગ્ર વિશ્વ અને ભારત સહિત રાજ્યમાં વીજ સંકટ ઘેરું બન્યાની વાત હાલ પૂરતી નથી. હાલમાં રાજ્ય સરકારે પાવર કટની કોઈ જાહેરાત કરી નથી. ગુજરાત સરકાર વિવિધ પાસાઓને વિચાર કરીને ચર્ચા કરી રહી છે. આ અંગે સતત બેઠકો અને મીટિંગ યોજાઈ છે.'

    આ પણ વાંચો :  Explained: શા માટે વિશ્વના દેશો પર તોળાઈ રહ્યું છે ઊર્જાની અછતનું સંકટ?

    ઉદ્યોગોને કટનો સામનો પડે તેવી સ્થિતિ નથી

    કનુ દેસાઈએ ઉમેર્યુ કે એક કે બે દિવસ પાવર કટનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નથી. ડીમાન્ડ અને સપ્લાય અનુસાર લોડ શેરીંગની પ્રક્રિયા નોર્મલ છે. રાજ્ય સરકાર સ્થિતિ નિયંત્રણમાં રાખવા હેઠકો કરી રહી છે.



    અફવાથી ગેરમાર્ગે ન દોરાવવા અપીલ

    ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે આગળ જતા સ્થિતિ બદલાય તો રાજ્ય સરકાર સત્તાવાર જાહેરાત કરશે. પરંતુ હાલમાં ચાલી રહેલી વાતો માત્ર અફવા. લોકોને અફવાથી ગેરમાર્ગે ન દોરાવવા પણ અપીલ કરવામાં આવી છે.

    ભારતમાં શું છે કોલસાની સ્થિતિ?

    ભારતમાં પણ સ્થિતિ કંઈ ખાસ વખાણવાલાયક નથી. કારણ કે કોલસાની અછતના (India Coal Shortage) કારણે આવનાર સમયમાં વિજ સંકટ (Electricity Crisis in India) આકાર લઇ શકે છે. દેશના પાવર સેક્ટરમાં કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સની (Coal Based Power Plant) ભાગદારી 70 ટકા છે. રોઇટર્સના અહેવાલ અનુસાર, 29 સપ્ટેમ્બરે દેશના 135 કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સમાંથી 16માં કોલસાનો સ્ટોક ખતમ થઇ ચૂક્યો હતો. અડધાથી વધુ પ્લાન્ટમાં 3 દિવસથી ઓછો સ્ટોક રહ્યો હતો. જ્યારે 80 ટકા પ્લાન્ટ્સમાં એક સપ્તાહથી ઓછો સ્ટોક રહ્યો હતો. બીજી તરફ ભારતમાં ઘરેલુ પ્રાકૃતિક ગેસની કિંમત જે ગયા સપ્તાહે 60 ટકાથી વધુ હતી, તે પણ આંતરરાષ્ટ્રીય કિંમતો સાથે વધી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Coal, Gujarati news, UGVCL, ઉર્જા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन