Home /News /gandhinagar /

CM રૂપાણીએ વાવાઝોડા પ્રભાવિત ખેડૂતો માટે 500 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુ

CM રૂપાણીએ વાવાઝોડા પ્રભાવિત ખેડૂતો માટે 500 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુ

સીએમ વિજય રૂપાણીની ફાઇલ તસવીર

Gujarat Agriculture Relief Package : મહત્તમ બે હેક્ટર સુધીની નુકસાનીનું વળતર ચુકકવામાં આવશે. બાગાયતી પાકોમાં હેક્ટર દીઠ 1 લાખની સહાય

  રાજ્યમાં વાવાઝોડા તાઉ-તેથી (Cyclone Tauktae) પ્રભાવિત થયેલા ખેડૂતોને પારવાર (Farmers) નુકસાની થઈ છે. આ સ્થિતિમાં ખેડૂતોની નુકસાનીની ભરપાઈ કરવા માટે કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્યની વિજય રૂપાણી (CM Vijay Rupani) સરકારે  500 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુ છે. ખેતી તેમજ બાગાયતી (Agriculture Relief Package of 500 cr) નુકસાની માટે સરવે કરી અને એક અઠવાડિયામાં આ પેકેજ ફાળવી દેવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાત્રે ગાંધીનગરથી ફેસબૂક લાઇવના માધ્યમથી આ રાહત પેકેજની જાહેરાત કરી હતી.

  તેમણે કહ્યું કે 'રાજ્ય સરકાર આ નુકસાનીમાં ખેડૂતોંની પડખે છે અને ખેડૂતોને સહાયતા કરવા માટે તત્પર છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલો નુકસાનીનો સર્વે આવતીકાલ સુધીમાં સમાપ્ત થઈ જશે. એક અઠવાડિયામાં આ રાહત પેકેજ ખેડૂતોને સીધા બેંક ખાતામાં પહોંચાડી દેવામાં આવશે.

  મૂળસોતાં ઉખડેલા વૃક્ષોની નુકસાનીમાં હેક્ટર દીઠ એક લાખની સહાય

  તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, આંબા, નાળીયેરી, ચીકુ, લીંબુ જેવા બહુ વર્ષાયુ ફળાઉ વૃક્સ પડી જવાના કે મૂળ સહિત ઉખડી જવાથી કાયમી નાશ પામવાના કિસ્સામાં રાજ્ય સરકારે પહેલીવાર હેક્ટર દિઠ મહત્તમ રૂ. એક લાખની ઐતિહાસિક સહાય, બે હેક્ટરની મર્યાદામાં આપવાનો નિર્ણય કર્યો છે.
  મુખ્યમંત્રીએ એમ પણ જાહેર કર્યું કે, બાગાયતી પાકોની ખેતીમાં ખેતી ખર્ચ ઘણો ઉંચો આવતો હોય છે અને ઉત્પાદનમાં નુકશાન થતાં ખેડૂતોએ ઘણું મોટું આર્થિક નુકશાન સહન કરવું પડતુ હોય છે તે સ્થિતિમાં રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો છે કે, બહુવર્ષાયું ફળ આંબા, ચીકુ, લીંબુ, નારિયેળ, જામફળ વગેરે પાકોમાં જ્યાં ઝાડ ઉભા છે પરંતુ પાક ખરી પડ્યો છે અને 33 ટકાથી વધુ નુકસાન થયું છે તે માટે રૂ. 30,000 પ્રતિ હેક્ટર સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે.

  આ પણ વાંચો :  સુરત : રસ્તો ક્રોસ કરવા જતા યુવકને મળ્યું મોત, અકસ્માતનો વિચલિત કરતો CCTV Video વાયરલ

  ઉનાળું પાકમાં નુકસાની માટે હેક્ટર દીઠ 30,000ની સહાય

  તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે, ઉનાળુ કૃષિ પાકો તલ, બાજરી, મગ, અડદ, ડાંગર, મગફળી, ડુંગળી, કેળ, પપૈયા વગેરેમાં 33 ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તેવા કિસ્સામાં ઉત્પાદન નુકસાન સહાય પેટે હેક્ટર દીઠ રૂ. 20,000ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં રાજ્ય સરકાર આપશે.

  મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ, કૃષિ મંત્રી આર. સી. ફળદુ, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં મળેલી કોર કમિટિની બેઠકમાં આ અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

  મુખ્યમંત્રી વિજય રૂપાણી આ કૃષિ હિતકારી નિર્ણયની ભૂમિકા આપતાં કહ્યું કે, તાઉ’તે વાવાઝોડાની વ્યાપક અસર ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ એ પાંચ જિલ્લાઓ સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ભરૂચ જિલ્લાઓમાં પણ થઈ છે અને રાજ્યના 86તાલુકાઓમાં અંદાજે બે લાખ હેક્ટર વિસ્તારના કૃષિ અને બાગાયત પાકોને વ્યાપક નુકસાન થયું છે.

  આ પણ વાંચો : હળવદ : 'હે અલખધણી મારા જેવું દુ:ખ કોઈને ન દેતો', ભાવુક અંતિમ ચિઠ્ઠી લખી ખેડૂતનો આપઘાત

  મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, તા. 17મી મેની રાત્રે ઉનાના દરિયાકાંઠેથી ગુજરાતમાં પ્રવેશેલું આ તાઉ’તે વાવાઝોડું કલાકના 220 કિ.મી.ની ઝડપે પવનની ગતિ સાથે ગુજરાતને ચીરીને 18મી મે એ રાજસ્થાન તરફ ગયુ હતું.  આ વાવાઝોડાએ ગુજરાતમાં ખેતી પાકો, મકાનો, પશુઓ તેમજ વીજળી, પાણી-પુરવઠો, રોડ-રસ્તા વગેરેને જે નુકસાન કર્યું તેની સામે રાજ્ય સરકારના સમગ્ર વહીવટી તંત્રએ ખૂબ જ ટૂંકાગાળામાં યુદ્ધના ધોરણે સર્વે- રિસ્ટોરેશન વગેરે કામગીરી કરીને રાજ્યમાં આવી આપદામાં ભુતકાળમાં ક્યારેય ન થઈ હોય તેવી અભુતપૂર્વ ઝડપે કામગીરીની સિદ્ધિ મેળવી છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ખાસ કરીને બાગાયતી પાકને જે વ્યાપક નુકસાન થયું છે તેમાંથી રાજ્યનો ખેડૂત ઝડપથી બેઠો થાય તે હેતુથી ઉનાળુ પિયત પાકોને ઉત્પાદન નુકસાન સહાય, બાગાયત પાકોમાં ફળ-ઝાડ પડી જવાથી નુકસાન સહાય સહિતની બાબતો આ ઉદારત્તમ એવા વાવાઝોડા કૃષિ રાહત પેકેજમાં આવરી લેવામાં આવી છે.

  આ પણ વાંચો : આપઘાતની કરૂણ ઘટના! પરિણીતાએ લોહીથી 'I Love You' લખ્યું, વાત કરતાં કરતાં જિંદગી ટૂંકાવી

  આ પણ વાંચો : દમણથી દારૂ ભરી સુરત જઈ રહેલું દંપતી ઝડપાયું, પોલીસને ચકમો આપવા ઘડ્યો હતો 'માસ્ટર પ્લાન'

  મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વાવાઝોડા કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતોને મળનારી સહાય એક અઠવાડિયામાં તેમના બેંક એકાઉન્ટ ડીબીટીથી જમા કરાવી દેવાશે. એટલું જ નહિ, નુકસાનીનો સર્વે પણ આવતીકાલ સુધીમાં પૂર્ણ કરી દેવાશે.  મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તાઉ’તે વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યના ધરતીપુત્રો આ રાહત સહાય પેકેજથી તેમને મળનારી સહાય દ્વારા ઝડપભેર બેઠા થઈ જશે અને પૂર્વવત સ્થિતિ મેળવશે. આ વાવાઝોડા કૃષિ રાહત
  Published by:Jay Mishra
  First published:

  Tags: Breaking News, CM RUPANI, Gujarati news

  આગામી સમાચાર