Home /News /gandhinagar /આ બજેટ અમૃતકાળને અમૃત બનાવનારું છે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

આ બજેટ અમૃતકાળને અમૃત બનાવનારું છે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીએ જણાવ્ય કે, આ બજેટ દરેક ક્ષેત્રને આવરી લેતું બજેટ છે.

આ અંગે તેણે એમ પણ જણાવ્યુ કે, આ બજેટ ગરીબ, વંચિત, પીડિત, શોષિત સહિત મધ્યમવર્ગીય પરિવારોના હિતોને ધ્યાનમાં રાખી તૈયાર થયેલું સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સર્વગ્રાહી બજેટ તરીકેનું છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કેન્દ્રીય બજેટ 2023 અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કેન્દ્ર સરકારના નાણાંમંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા વર્ષ 2023-24ના કેન્દ્રીય બજેટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2047ના દેશના અમૃતકાળનો રોડમેપ કંડારતું બજેટ ગણાવ્યું છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, આ બજેટ દરેત ક્ષેત્રને આવરી લેતું બજેટ છે. આ બજેટમાં દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યુ છે. આ બજેટમાં ગુજરાતને ઘણાં ફાયદા છે.

આ અંગે તેણે એમ પણ જણાવ્યુ કે, આ બજેટ ગરીબ, વંચિત, પીડિત, શોષિત સહિત મધ્યમવર્ગીય પરિવારોના હિતોને ધ્યાનમાં રાખી તૈયાર થયેલું સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સર્વગ્રાહી બજેટ તરીકેનું છે. આ સાથે તેમણે એ પણ જણાવ્યુ કે, દરેક ક્ષેત્રે વિકાસની દ્રષ્ટીએ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટમાં 33 ટકાનો વધારો છે. આ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ 66 ટકાનો વધારો છે. એટલે દરેક ક્ષેત્રને ફાયદો થાય અને રોજગારી મળે તે રીતનું બજેટ છે.

આ પણ વાંચો: સુરત: દીપડો નહીં પણ ગ્રામજનોને દેખાયું હરણ

આ ઉપરાંત તેમણે પત્રકારોનાં પ્રશ્નમાં જવાબ આપ્યો કે, સહકારી માળખું ગુજરાતમાં સૌથી મજબૂત રીતે કામ કરે છે જેથી ગુજરાત સૌથી વધારે લાભ લેશે.

યુનિયન બજેટ રજૂ થયા બાદ મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટમાં ખેડૂતો ખાસ કરીને નાના સિમાંત ખેડૂતો, કોઓપરેટીવ્ઝ તેમજ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો માટે કરવામાં આવેલી જાહેરાતો આવકારદાયક ગણાવી હતી અને આભાર વ્યક્ત કર્યો બતો. તેમણે જણાવ્યું હતુ કે, દેશના લાખો લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 66 ટકાનો વધારો વડાપ્રધાનની સૌને આવાસની પ્રતિબદ્ધતાનું પૂરક બનશે.



આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતુ કે, ગિફ્ટ સિટીમાં IFSCA ખાતે વ્યાપાર વૃદ્ધિ માટેની નવતર પહેલ તેમજ લેબગ્રોન ડાયમન્ડના ઉત્પાદનને વૃદ્ધિ આપવાનો આગવો પ્રયાસ ગુજરાતના વેપાર-ઉદ્યોગ-વાણિજ્ય માટે લાભદાયી નિવડશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, મધ્યમવર્ગીય પરિવારોને ઇન્ક્મટેક્ષમાં રાહત, આપવા સાથે આઝાદીના અમૃત કાળનું આ બજેટ સપ્તર્ષિ-સાત મુદાઓને આધારે વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં આત્મનિર્ભર-સશક્ત ભારતની નેમ સાકાર કરશે.
First published:

विज्ञापन