Home /News /gandhinagar /અનિવાર્ય સંજોગોને કારણે સીએમ ભૂપેન્દ્ર પટેલના આજના તમામ કાર્યક્રમો રદ

અનિવાર્ય સંજોગોને કારણે સીએમ ભૂપેન્દ્ર પટેલના આજના તમામ કાર્યક્રમો રદ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ફાઇલ તસવીર

સીએમ ભૂપેનદ્ર પટેલ આજે સવારે મુખ્યમંત્રી સેક્ટર ૩૦ના સ્મશાનગૃહે હતા. આધારભૂત સૂત્રોનું માનીએ તો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસુ શાંતાબહેન નારણભાઇ પટેલ (ઉંમર ૯૪, ગામ- લાંઘણજ)નુ આજે સવારે અવસાન થયુ છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: આ વર્ષે જી20નું યજમાન ભારત દેશ બન્યું છે. જી20 અંતર્ગત ગુજરાતમાં આ વર્ષે 15 જેટલી બેઠકોનું આયોજન થયું છે. જે અંતર્ગત પ્રથમ બેઠક આજે ગાંધીનગર ખાતે યોજાઇ છે. 22થી 24 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે ત્રણ દિવસીય બી ટ્વેન્ટી ઇનસેપ્શન બેઠકનું આયોજન થયું છે.

આજે બીજા દિવસે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે બી20 ઇન્સેપ્શન મિટીંગનું ઓપનિંગ થનાર હતુ, પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે છેલ્લી ઘડીએ આ બેઠકનું  સીએમના હસ્તે ઓપનિંગ રદ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, સીએમ ભુપેન્દ્રભાઈ પટેલના આજના દિવસ પૂરતા તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યાં છે.

સીએમ ભૂપેનદ્ર પટેલ આજે સવારે મુખ્યમંત્રી સેક્ટર ૩૦ના સ્મશાનગૃહે હતા. આધારભૂત સૂત્રોનું માનીએ તો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસુ શાંતાબહેન નારણભાઇ પટેલ (ઉંમર ૯૪, ગામ- લાંઘણજ)નુ આજે સવારે અવસાન થયુ છે. ભૂપેન્દ્રભાઇના પત્ની સ્વર્ગસ્થ શાંતાબહેનના એક માત્ર સંતાન હોવાથી તેઓ વર્ષોથી સાથે રહેતા હતા.

આ પણ વાંચો: દાંતાનાં શિક્ષક ચલાવે બીજ બેંક

સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાનથી માત્ર પરિવારના ત્રિસેક સભ્યોની હાજરીમા તેમની અંતિમયાત્રા નિકળી હતી અને સેક્ટર ૩૦ના સ્મશાનગૃહે વિધી થઈ હતી.


આજે દિવસ દરમિયાન સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહેશે, પરિવારને સાંત્વના આપશે. સૂત્રોનું માનીએ તો આવતીકાલથી તેમના કાર્યક્રમો યથાવત રાખવામાં આવ્યા છે. આજે સીએમની ગેરહાજરીમાં સીએમઓ દ્વારા બી ૨૦ ઇન્સેપ્શન મિટીંગનો કાર્યક્રમ સંભાળવામાં આવ્યો હતો. આ બેઠકમાં ભાગ લેનાર તમામ લોકોને બેઠક પહેલાં જ સીએમની ગેરહાજરી અને એના કારણે કાર્યક્રમ મા આવનાર ફેરફાર અંગે અવગત કરી દેવામાં આવ્યા હતા
Published by:Kaushal Pancholi
First published:

Tags: CM Bhupendra Patel, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन