Home /News /gandhinagar /Gujarat Election: ગુજરાત ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારોનો મામલો દિલ્હી દરબારમાં, અમિત શાહ સાથે મનોમંથન

Gujarat Election: ગુજરાત ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારોનો મામલો દિલ્હી દરબારમાં, અમિત શાહ સાથે મનોમંથન

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, અમિત શાહ અને સી.આર પાટીલની ફાઇલ તસવીર

આ સંજોગોમાં સૌરાષ્ટ્રમાં અન્ય પરિબળો સામે ચહેરા બદલવાના હોય અને નવા ઉમેદવારો પસંદ કરવાના હોવાથી બે દિવસ પરામર્શ કરવામાં આવનાર છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લા મહાનગરોની 89 બેઠકો માટે 14મી નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. હાલની ગણતરી પ્રમાણે 11 અને 13 તારીખ દરમિયાન તબક્કા વાર નામોની જાહેરાત કરવામાં આવશે બીજા તબક્કા માટે આ પદ્ધતિ અપનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સૂત્રોનું માનીએ તો અત્યંત વિવાદસ્પદ અને કટોકટીવાળી ગણાતી બેઠકોના ઉમેદવારોની યાદી છેલ્લી ઘડીએ જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કે સલામત બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવારો અને સંભવિત અને દાવેદારોનો મામલો સોમવારથી દિલ્હી દરબારમાં પહોંચ્યો છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સોમવારે બપોરે ૩.૩૦ કલાકની ફલાઇટમાં બૃહદ ચૂંટણી સમિતિની બેઠકમાં નિરક્ષકોએ રજૂ કરેલા રિપોર્ટ અને દસ્તાવેજો સાથે દિલ્હી પહોંચ્યા છે. સોમવારે મોડીરાત સુધી અને મંગળવારે બપોરથી અમિત શાહના નિવાસ્થાને આ મુદ્દે જ મનોમંથન ચાલી રહ્યું છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં કોઈ મોટા આંદોલનો કે પડકાર નથી પરંતુ મોંઘવારી, ફુગાવો, બરોજગારી સહિતના સ્થાનિક મુદ્દાઓ જનસમૂહમાં પ્રવર્તી રહ્યા છે. જે મતદાન દરમિયાન અસર કરી શકે છે.

આ પણ વાંચો: BJP ઘણા MLAની ટિકિટ કાપશે

આ સંજોગોમાં સૌરાષ્ટ્રમાં અન્ય પરિબળો સામે ચહેરા બદલવાના હોય અને નવા ઉમેદવારો પસંદ કરવાના હોવાથી બે દિવસ પરામર્શ કરવામાં આવનાર છે. તો કેટલાક વર્તમાન ધારાસભ્યોની મતવિસ્તાર બદલવાની હીલચાલ પણ શરુ કરવામા આવી છે.

આ પણ વાંચો: અલ્પેશ ઠાકોરે કહ્યું - ‘CM ઠાકોર સમાજના બને’

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફુંકાઇ ગયુ છે. આ વખતે ચૂંટણીમાં પ્રથમ વખત ત્રિપાંખિયૌ જંગ છે. ત્યારે હવે દરેક રાજકીય પક્ષ તેના ઉમેદવારોની પસંદગીમાં લાગી ગયા છે. ભાજપ દ્વારા પણ હાલ ગૃહમંત્રી અમિત શાહના બંગલે આજ મુદ્દે મનોમંથન ચાલી રહ્યું છે. આગામી 9 અને 10 નવેમ્બરના રોજ દિલ્હીના ભાજપ કાર્યાલયમાં પાર્લામેન્ટરી બેઠક માટે ગઇકાલથી જ સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે.
" isDesktop="true" id="1281045" >

રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે. તે પૂર્વે ગઈકાલે અમિત શાહના નિવાસ સ્થાને મનોમંથન ચાલી રહ્યું છે. નિરીક્ષકો દ્વારા બનાવાયેલ પેનલ પર હાલ ચર્ચાનો દૌર ચાલુ છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Assembly Election 2022, Gujarat BJP, Gujarat Elections, ગાંધીનગર, ગુજરાત, ગુજરાત ચૂંટણી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन