Home /News /gandhinagar /વિજયાદશમીના અવસરે મુખ્યમંત્રીએ સુરક્ષા કર્મીઓ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજન કર્યું

વિજયાદશમીના અવસરે મુખ્યમંત્રીએ સુરક્ષા કર્મીઓ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજન કર્યું

મુખ્યમંત્રીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું શસ્ત્ર પૂજન

Weapon Worship: વિજયાદશમીના અવસરે મુખ્યમંત્રીએ સુરક્ષા કર્મીઓ સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કર્યું હતું. શાસ્ત્રોકત પૂજનની પરંપરા હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાવી હતી.

વધુ જુઓ ...
  ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીના અવસરે મુખ્યમંત્રી સુરક્ષા કર્મીઓ સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કર્યું હતું. મુખ્યમંત્રીની સુરક્ષા સલામતી વ્યવસ્થામાં ફરજરત સુરક્ષા કર્મીઓના શસ્ત્રોના પ્રતિ વર્ષ વિજયાદશમીએ શાસ્ત્રોકત પૂજનની પરંપરા હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાવી હતી. આજે વિજયાદશમીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પરંપરા આગળ ધપાવતા પોતાની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ દળના કર્મીઓ સાથે તેમના શસ્ત્રોનું પૂજન વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું હતું.

  મુખ્યમંત્રીએ પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી


  આ સાથે જ તેમણે સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા, સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી. મુખ્યમંત્રી સુરક્ષાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ મુખ્યમંત્રીને આ પ્રસંગે આવકાર્યા હતા. અને તેમનું અભિવાદન પણ કર્યેું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી સાથે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેતા હોચ છે. જ્યારે આ શસ્ત્રોનું પૂજન વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવતુ હોય છે.

  cm gujarat (1)

  આ પણ વાંચો: અરવલ્લી: રિક્ષા અને બાઇક ધડાકાભેર અથડાયા, બે લોકોનાં મોત

  મુખ્યમંત્રી નિવાસસ્થાને વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્રપૂજન


  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીના પાવન અવસરે મુખ્યમંત્રી સુરક્ષા કર્મીઓ સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્રપૂજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પોતાની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ દળના કર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા, સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી.

  આ પણ વાંચો: જાનૈયા ભરેલી બસ બેકાબૂ થતાં ખીણમાં ખાબકી, 25 લોકોના મોત

  ગુજરાત પોલીસ દિવસ-રાત લોકોની સેવામાં કાર્યરત


  ઉલ્લેખનીય છે કે, સુરક્ષા કર્મીઓના શસ્ત્રોનું દર વર્ષે વિજયાદશમીએ શસ્ત્રપૂજન કરવાની પરંપરા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. જે પરંપરા આજે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાળવી રાખી છે. ગુજરાત પોલીસ દિવસ-રાત લોકોની સેવામાં કાર્યરત હોય છે, માટે થઈને પોલીસકર્મીઓનો હોસલો વધારવા માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીએ વિજ્યાદશમીની દિવસે શસ્ત્ર પૂજા શરૂ કરી હતી.
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: CM Bhupendra Patel, Gujarat police, ગાંધીનગર, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन