Home /News /gandhinagar /

Gandhinagar: C.M પટેલ ફિઝિયોથેરાપી કોલેજ દ્વારા કાયરોપ્રેક્ટિક કેમ્પનું આયોજન, 5 હજારથી વધુ થયા રજીસ્ટ્રેશન

Gandhinagar: C.M પટેલ ફિઝિયોથેરાપી કોલેજ દ્વારા કાયરોપ્રેક્ટિક કેમ્પનું આયોજન, 5 હજારથી વધુ થયા રજીસ્ટ્રેશન

અત્યાર

અત્યાર સુધીમાં કુલ 5000 થી પણ વધારે લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન

સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ચંચળબેન મફતલાલ પટેલ ફિઝિયોથેરાપી કોલેજ દ્વારા લાઈફ કાયરોપ્રેક્ટિક કોલેજ, વેસ્ટ યુનિવર્સિટી ઓફ મિશિગન, કેલિફોનિયા, અમેરિકાના સહયોગથી તા. 20 જૂનથી 22 જૂન, 2022 સુધી ત્રિ-દિવસીય કાયરોપ્રેક્ટર (Chiropractor) સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

વધુ જુઓ ...
  પાર્થ પટેલ/ગાંધીનગર: (Gandhinagar) સ્થિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ચંચળબેન મફતલાલ પટેલ ફિઝિયોથેરાપી કોલેજ દ્વારા લાઈફ કાયરોપ્રેક્ટિક કોલેજ, વેસ્ટ યુનિવર્સિટી ઓફ મિશિગન, કેલિફોનિયા, અમેરિકાના સહયોગથી તા. 20 જૂનથી 22 જૂન, 2022 સુધી ત્રિ-દિવસીય કાયરોપ્રેક્ટર (Chiropractor) સારવાર કેમ્પ ચાલી રહ્યો છે. જેમાં સાંધાઓ, સ્નાયુપેશીઓની ઈજા જેવી થતી પીડા માટે સારવાર કરવામાં આવી રહી છે. આ આયોજિત ફ્રી સારવાર કેમ્પમાં (Camp) લાઈફ કાયરોપ્રેક્ટિક કોલેજના (College) પ્રેસિડેન્ટ ડો. રોનની ટીમના 12 જેટલા સભ્યો કાયરોપ્રેક્ટર તજજ્ઞ તરીકે સારવાર કરી રહ્યા છે.

  કર ભલા, હોગા ભલા ના ધ્યેય સાથે ચાલી રહ્યો છે કેમ્પ

  ‘કર ભલા, હોગા ભલા’ (Kar Bhala, Hoga Bhala) ના ધ્યેય સાથે 1919માં શરૂ થયેલ આ સંસ્થાએ એક શતાબ્દી પસાર કરી એક નવા ચરણમાં પ્રવેશ કર્યો છે. આમ કડી સર્વ વિદ્યાલય શિક્ષણ એ જ સાચી સેવા ‘કર ભલા, હોગા ભલા' સૂત્રને (Formula) સાર્થક કરવાનો પ્રયાસ કરતું રહ્યું છે. તેથી સી. એમ. પટેલ ફિઝિયોથેરાપી કોલેજ અને લાઈફ કાયરોપ્રેક્ટિક કોલેજ, વેસ્ટ યુનિવર્સિટી ઓફ મિશિગન, કેલિફોર્નિયા, અમેરિકાના સહયોગથી તા. 20 જૂનથી 22 જૂન, 2022 સુધી ત્રિ-દિવસીય ફ્રી કાયરોપ્રેક્ટર સારવાર (Treatment) કેમ્પ ચાલી રહ્યો છે ત્યારે આ પ્રસંગે કાયરોપ્રિક્ટિક કોલેજના પ્રેસિડેન્ટ શ્રી ડૉ. રોન ઓબરસ્ટેઈન (Dr. Ron Oberstein) અને તેમની ટીમ ઉપસ્થિત રહીને કેમ્પને સફળ બનાવી રહી છે.

  અત્યાર સુધીમાં કુલ 5000 થી પણ વધારે લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન

  આ પદ્ધતિ આપણાં ત્યાં લોકોમાં જાગૃતિ (Awareness) ફેલાય તે ઉદ્દેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પના પ્રથમ દિવસે 1000 થી પણ વધારે અને બીજા દિવસે 1200 થી પણ વધારે લોકોએ સારવાર (Treatment) કરાવી લાભ લીધો હતો. તથા કેમ્પના છેલ્લા દિવસે 1500 થી પણ વધારે લોકો આવવાની સંભાવના વર્તાઈ રહી છે. આ કેમ્પમાં અત્યાર સુધીમાં કુલ 5000 થી પણ વધારે લોકોએ રજીસ્ટ્રેશન (Registration) કરાવેલ છે. આ ઉપરાંત જે કોઈ લોકોને સાંધાની પીડા, સ્નાયુ દુખાવા વગેરે જેવી શરીરમાં થતી પીડામાંથી રાહત મેળવવા માટે સારવાર કેમ્પની મુલાકાત લઈ શકો છો.

  કમરનોદુઃખાવો, હાથ જકડાવા જેવી અનેક બીમારીઓથી પીડાતા લોકોને અપાઈ રહી છે સારવાર

  આજે આપણાં ત્યાં બાળકોથી (Children) લઈને વયસ્કો સતત કમ્પ્યૂટર, લેપટોપ, મોબાઈલનો ઉપયોગ (Use) કરે છે. જેનાથી ગરદનના સ્નાયુઓની સાથે ખુરશીમાં ખોટી રીતે બેસવાની પદ્ધતિથી પણ કમર દુઃખાવો, હાથ જકડાવા જેવી અનેક બીમારીઓથી (Illness) પીડાઈએ છીએ. આનાથી રાહત મેળવવા માટે આપણે અવનવી દવાઓનો (Medicine) ઉપયોગ કરતાં નવા રોગોને પણ નિમંત્રણ આપીએ છીએ. જો કે જાગૃત નાગરિકો ફિઝિયોથેરાપી, યોગ વગેરેનો ઉપયોગ કરતાં હોય છે.

  પરંતુ જો કાયરોપ્રેક્ટર થેરાપીનો ઉપયોગ કરીએ તો ઘણી તકલીફોમાંથી (Trouble) આપણે મુક્ત થઈ શકીએ છીએ.અગાઉ જ્યારે કાયરોપ્રેક્ટિક કોલેજ, અમેરિકાના પ્રેસિડેન્ટ (President) શ્રી ડૉ. રૉન ઓબરસ્ટાઈને પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે કાયરોપ્રેક્ટરનો ઉપયોગ મોટેભાગે ન્યુરો-મસ્ક્યુલો-સ્કેલેટલ (Neuro-musculo-skeletal) ફરિયાદોની સારવાર માટે કરવામાં આવે છે.

  જેમાં પીઠનો દુખાવો, ગરદનનો દુખાવો અને હાથ અથવા પગના સાંધામાં દુખાવાનો સમાવેશ થાય છે. આ કાયરોપ્રેક્ટર થેરાપીના માર્ગદર્શન (Guidance) માટે સંસ્થા દ્વારા કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં પણ પ્રયાસ કરી રહ્યાં છીએ.

  આ પણ વાંચો:આ કોર્સ બાદ ઘરઆંગણે જ વિદ્યાર્થીઓ માટે રહી છે અઢળક તકો

  12 તજજ્ઞો (Experts)શરીરને (Body) લગતી સમસ્યાઓનું સમાધાન કરી રહ્યા છે.

  વલ્લભભાઈની સાથે થયેલી ચર્ચાઓના અનુસંધાને ભારતમાં સૌથી વધુ કરોડરજ્જુને લઈને ઈજાઓ અને પીઠને લઈને દુખાવાના પ્રમાણો વધી રહ્યાં છે. તેમના 12 તજજ્ઞો (Experts) દ્વારા સોમવારથી લઈને બુધવાર સુધી શરીરને (Body) લગતી સમસ્યાઓનું સમાધાન કરવામાં આવશે. આ સારવાર કેમ્પનો લાભ આપના થકી ગાંધીનગર અને અમદાવાદના નાગરિકોને (Citizens) મળી રહે તેવી અપેક્ષા રાખી છે.

  કોલેજના લોકેશન સુધી પહોંચવા માટે આપેલી તસવીર પર ક્લિક કરો...  સરનામું : ચંચળબેન મફતલાલ પટેલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, સેક્ટર 12 બી, ગાંધીનગર, ગુજરાત

  સંપર્ક નંબર : 079023246560
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Ahmedabad news, Education News, અમદાવાદ, ગાંધીનગર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन