Home /News /gandhinagar /

કે. રાજેશ 48 કલાકથી વધુ સમય પોલીસ હિરાસતમાં રહે તો સનદી સર્વિસના નિયમ અનુસાર સસ્પેન્શન નક્કી

કે. રાજેશ 48 કલાકથી વધુ સમય પોલીસ હિરાસતમાં રહે તો સનદી સર્વિસના નિયમ અનુસાર સસ્પેન્શન નક્કી

કે, રાજેશની ફાઇલ તસવીર

કે. રાજેશ 48 કલાકથી વધુ સમય પોલીસ હિરાસતમાં રહેતો સનદી સર્વિસના નિયમ અનુસાર તેનું સસ્પેન્શન નિશ્ચિત છે. ગૌરવ દહિયા બાદ બીજા અધિક અધિકારી સામે સસ્પેન્શનની તલવાર તોળાઈ રહી છે. ગૌરવ દહિયા 2010 ની બેચના અધિકારી છે જ્યારે કે રાજેશ 2011 ની બેચના અધિકારી છે.

વધુ જુઓ ...
ગાંધીનગર : ગુજરાત કેડરના સનદી અધિકારી અને સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર કંકાપતિ રાજેશની (K. Rajesh) ગઈકાલે સીબીઆઇ (CBI) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના પુર્વ કલેક્ટર તરીકે ફરજ બજાવનાર કે.રાજેશ સામે લાંબી તપાસ બાદ સીબીઆઈ એ કે. રાજેશ સામે આ કાર્યવાહી કરી છે. કે. રાજેશ પર કલેક્ટર પદેથી વ્યાપક ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. જે બાદ કાલે રાતે સીબીઆઈની ટીમે ગાંધીનગરથી ધરપકડ કરી છે. આ બનાવનો ધટના ક્રમમાં સીબીઆઇ દ્વારા ગત તા. 18 મે એફઆઈઆર નોધવામા આવી. 20મે દરોડા પાડવામા આવ્યા હતા અને 13 જુલાઈએ ધરપકડ કરવામા આવી છે.

થોડા સમય પહેલા જ આઈએએસ અધિકારી કે. રાજેશના નિવાસસ્થાને સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. ગાંધીનગર, સુરત, સુરેન્દ્રનગર તેમજ  આંધ્રપ્રદેશ સ્થિત વતનના નિવાસસ્થાને એકસામટા દરોડા પાડવામાં આવ્યા હતા. જમીનની ફાઈલો ક્લીયર કરવા તથા હથિયાર લાયસન્સ ઇસ્યુ કરવામાં જંગી ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા પટેલે  કે. રાજેશ પર સનસનીખેજ આક્ષેપો કર્યા હતા. કે. રાજેશે પોલીસ અભિપ્રાય વિના સરકારી બાબુઓને હથિયારના પરવાનાની લ્હાણી કરી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. તેમના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન 39 સરકારી અધિકારીઓના નકારાત્મક અહેવાલ છતા હથિયારના પરવાના ઈસ્યૂ કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.  તેમના કાર્યકાળ દરમિયાન 101 જેટલા  હથિયાર લાયસન્સ લાંચ લઇને કાઢ્યા હોવાનો પણ આક્ષેપ છે.

અમદાવાદમાં ધોધમાર વરસાદમાં દીવાલ પડતા પાંચ શ્રમિક દટાયા, ત્રણનાં મોત

સીબીઆઇના અધિકારીએ જણાવ્યા અનુસાર, “રાજેશે વર્ષ 2018માં સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકનો કાર્યભાર સંભાળ્યો હતો. 6 નવેમ્બર, 2020ના રોજ તેણે વિવાદિત જમીન અંગેની ફાઇલ ખોલી અને 24 નવેમ્બર, 2020ના રોજ ગૌણ અધિકારીઓને જરૂરી તમામ મંજૂરીઓ જાહેર કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. ગઢવીના વારસદારને જમીન ટ્રાન્સફર કરો – ગઢવીને બે પુત્રીઓ જહુ ગઢવી અને અમી ગઢવી છે. આ બંનેમાંથી એકની પુત્રી નાયબ મામલતદાર હતી. જે રાજેશની એક નજીકની મિત્ર છે.”

2 ફેબ્રુઆરી, 2021ના રોજ ગઢવીના પરિવારને કથિત રીતે 32 એકર જમીન ફાળવવામાં આવી હતી. જે રસ્તાની નજીક હોવાથી તેની કિંમત વધુ હતી. નાયબ મામલતદારની પણ સુરેન્દ્રનગરથી અમદાવાદના મણિનગર વિસ્તારની સરકારી કચેરીમાં બદલી કરી દેવામાં આવી હતી. આ અધિકારીએ 60 વર્ષથી વિવાદમાં રહેલી જમીનને માત્ર 4 મહિનામાં ટ્રાન્સફર કરવામાં ઝડપ રાખી હતી. તપાસ એજન્સી આ ઝડપી જમીન ટ્રાન્સફરની તપાસ કરી રહી છે.

કે.રાજેશ  સામે શું છે આરોપ?

કે. રાજેશે કથિત રીતે લાંચ સ્વીકારી હતી.  શસ્ત્ર લાઇસન્સ ઈસ્યૂ કરવા માટે અયોગ્ય લાભાર્થીઓને સરકારી જમીન આપવા માટે - ગેરકાયદેસર/અધિક્રમણવાળી જમીન ગેરકાયદેસર લાભાર્થીઓને નિયમિત કરવા માટે નાણાકીય વ્યવહાર કરવામાં આવતો હતો.

- અન્ય લોકો સાથે મિલીભગતથી પોતાની સત્તાનો દુરુપયોગ કરીને વન વિભાગની મંજુરી વિના સૌર ઊર્જા ઉત્પાદન માટે આરક્ષિત જંગલની જમીન ભાડે આપી.

અમદાવાદમાં બે કલાકમાં ઉસ્માનપુરા અને ચાંદખેડામાં બે ઇંચથી વધુ વરસાદ

કે રાજેશે 271 જેટલા શસ્ત્ર લાયસન્સ ઈસ્યૂ કર્યા હતા, જેમાંથી 39 અરજીમા એસ.પી દ્વારા નકારાત્મક ભલામણો છતાં ઈસ્યૂ કરવામાં આવ્યા હતા, જે લાંચ ચૂકવવામાં આવી હોવાના ફરિયાદીઓના આક્ષેપો થયા છે.

કોણ છે કે. રાજેશ?

કે.રાજેશ 2011ની બેચના સનદી અધિકારી છે. મૂળ આંધ્રપ્રદેશના વતની હોવાની સાથે રાજકીય વગ ધરાવતા પરિવાર સાથે ઘરોબો ધરાવે છે.કે. રાજેશે પોંડિચેરી સેન્ટ્રલ યુનિવર્સિટી માથી ઇલેક્ટ્રોનિક્સમાં બી.ટેક કર્યું છે. સનદી સેવાની પરીક્ષા 2010માં 103 રેન્ક હાંસલ કર્યો. 2013 માં જૂનાગઢમાં મદદનીશ કલેક્ટર તરીકે સેવા આપી. પછી સુરતમાં આસિસ્ટન્ટ કલેક્ટર, સુરતમાં જ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કામ કર્યું. તેઓ સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના જિલ્લા કલેક્ટર રહી ચૂક્યા છે.

ત્યારબાદ તેમની બદલી ગુજરાત રાજ્યના ગૃહ વિભાગમાં ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. પરંતુ આ બદલીમાં કંઈક કાચું કપાયોની આશંકા જતા મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા એક સપ્તાહની અંદર જ તેમને સામાન્ય વહીવટી વિભાગમાં મોકલી દેવાયા હતા.

સીબીઆઇના દરોડા બાદ કે રાજેશ નોકરી પર ચડી ગયા હતા.

સુરેન્દ્રનગરમાં જમીનના ગોટાળા તથા જમીનની વળતર ચૂકવવાના કેસમાં 18 મેના રોજ સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટરને ગુજરાત કેડરના સનદી અધિકારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેની તપાસ દરમિયાન મજબૂત પુરાવા હાથ લાગતાં ગઈકાલે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ પૂર્વે સીબીઆઇના દરોડા પડ્યા બાદ કે. રાજેશ થોડો સમય એલએલબી ની પરીક્ષા આપવા માટે રજા પર ઉતરી ગયા હતા અને તુરત જ સરકારી કચેરીમાં કામે લાગી ગયા હતા.
અત્રે નોંધવું જરૂરી છે કે એસીબીએ કે રાજેશ સામે 136 જેટલી ફરિયાદની તપાસ કરી છે જેમાં અત્યારના લાયસન્સમાં ત્રણથી ચાર લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन