Home /News /gandhinagar /રોજગારવાન્છું ઉમેદવારો માટે રોજગાર હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો, ઘરે બેઠા સરળતાથી મળશે માર્ગદર્શન
રોજગારવાન્છું ઉમેદવારો માટે રોજગાર હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો, ઘરે બેઠા સરળતાથી મળશે માર્ગદર્શન
હેલ્પલાઇન નંબર જાહેર કરાયો
Unemployed candidate: બેરોજગાર ઉમેદવારો માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ હેલ્પ લાઇન અને તાલીમ વર્ગ ઉપયોગી બની રહેશે. રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નિયામક રોજગાર અને તાલીમની કચેરી દ્વારા રોજગારવાન્છું ઉમેદવારો માટે રોજગાર હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
ગાંધીનગર: બેરોજગાર ઉમેદવારો માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ હેલ્પ લાઇન અને તાલીમ વર્ગ ઉપયોગી બની રહેશે. રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નિયામક રોજગાર અને તાલીમની કચેરી દ્વારા રોજગારવાન્છું ઉમેદવારો માટે રોજગાર હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પ લાઇનનો નંબર 6357390390 છે. આ હેલ્પલાઇન નંબર પર ગાંધીનગર જિલ્લાના તમામ રોજગારવાન્છું ઉમેદવારો, શાળા-કોલેજના વિઘાર્થીઓને હેલ્પલાઇનના માધ્યમથી રોજગાર ભરતીમેળા દ્વારા રોજગારને લગતી, સ્વરોજગાર માટે વ્યવસાય માર્ગદર્શન, સંરક્ષણ ભરતી માર્ગદર્શન તથા અભ્યાસ કરતા વિઘાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન પુરું પાડવામાં આવશે.
યુવાનોને ઘરે બેઠા સરળતાથી મળશે માર્ગદર્શન
આ હેલ્પલાઇનના માધ્યમથી જિલ્લાનો કોઇપણ યુવા ઘરે બેઠા સરળતાથી માર્ગદર્શન મેળવી શકે તે હેતું છે. જિલ્લાના તમામ વાલીઓ પણ પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્યમાં મદદરૂપ થવા હેલ્પલાઇનનો લાભ લઇ શકે છે. આ સિવાય બી.એસ.એફ હેડ ક્વાર્ટર ગાંધીનગર ખાતે નિવાસી તાલીમ વર્ગ શરુ થનાર છે. ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આગામી સમયમાં બી એસ.એફ ગાંધીનગર ખાતે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગ શરૂ કરવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે, આ તાલીમ વર્ગમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ નિયત ફોર્મમાં અરજીઓ કરવાની રહેશે. ઉમેદવારોએ 30 દિવસ બી.એસ.એફ કેમ્પસમાં રહીને તાલીમ લેવાની રહેશે. આ તાલીમમાં રહેવા-જમવાની સુવિધા સાથે શારીરિક અને બૌદ્ધિક કસોટી માટે નિશુલ્ક તૈયાર કરાવવામાં આવશે. ઉમેદવારની હાજરી મુજબ પ્રતિદિન લેખે 100 રૂપિયા સ્ટાઈપેંડ મળવા પાત્ર રહેશે. આ સાથે ઉમેદવારોને શારીકિ તાલીમ પણ આપવામાં આવશે. જેમાં ઉમેદવારને પ્રતિદિન લેખે 100 રૂપિયા પણ આપવામાં આવશે.
વિગતો પ્રમાણે ગાંધીનગર જિલ્લાના ઉમેદવારો કે જેમણે અગાઉ રોજગારી કચેરી દ્વારા તાલીમ મેળવેલ હોય તે સિવાયના ઉમેદવારોએ જ કચેરી ખાતે રૂબરૂ આવીને ફોર્મ ભરવાના રહેશે. અરજી કરવા માટે જિલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર ખાતે રૂબરૂ ફોર્મ મેળવી અરજી જમા કરાવી શકાશે. ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ રૂબરૂ જિલ્લા રોજગાર કચેરી ખાતે આવવાનું રહેશે.